સભ્ય:Rachna the creation

વિકિપીડિયામાંથી

રચના ડી. શાહ જન્મથીજ પ્રોફાઉન્ડ શ્રવણ મંદતા ધરાવે છે. ૧૯૯૫માં તેને બોડી લેવલનું સાંભળવાનું મશીન પહેરાવવામાં આવ્યું. ત્યારબાદ જેમ જેમ ટેકનોલોજી નો વિકાસ થતો ગયો તેમ તેમ તે વધુ સારા, હાઈ ડેફીનીશન સાંભળવાના મશીન ની મદદ મેળવતી ગઈ. આજે તે અદ્યતન ડીજીટલ, હાઈ ડેફીનીશન, મલ્ટી ચેનલ અને ટચ પેડ ટેકનોલોજી ધરાવતા કાનની પાછળ મુકવાના મશીન પહેરે છે. ખુબજ ખંત પૂર્વકની મહેનતથી અને સાતત્યપૂર્ણ સ્પીચ થેરાપી અને પ્રેકટીસથી આજે રચના ચાર ભાષા- ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ અને સંસ્કૃત ભાષા બોલી, વાંચી, લખી અને સમજી શકે છે. તેણે ઓનલાઈન શીખવાની કળા પણ કેળવી છે. તે ભારતનાટ્યમની બધી કૃતિઓ તેમજ અન્ય લોક ગીતો પર જાતે ગાઈને નૃત્ય કરી શકે છે. એટલેકે ગાયન અને નૃત્ય બન્ને એકસાથે કરી શકે છે. તે લગભગ આઠ જેટલા ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ હાર્મોનિયમ પર વગાડે છે તેમજ ગાય છે. તેણીએ ૨૦૧૪ માં B.Tech. in Electronics and Communication ની ડીગ્રી મેળવેલ છે. તેના એન્જીનીયરીન્ગના અભ્યાસ ની સાથે સાથે તેણીએ કોમ્પ્યૂટર, સ્કેટીંગ, ચિત્ર, સાયકલીંગ, સીવણ, ભરતગૂંથણ, હસ્તકલા, રિબન ફ્લાવર, લામાસા, પેપર ક્વીલીંગ, લોકનૃત્ય, સુગમ સંગીત, ભારતીય શાસ્ત્રીય નૃત્ય- ભારતનાટ્યમ, ભારતીય શાસ્ત્રીય સંગીત- ગાયન અને હાર્મોનિયમ વાદન, ફેશન ડીઝાઇનીંગ વગેરેમાં પણ નિપુણતા મેળવેલ છે. તેણીએ આ તમામ તાલીમ અન્ય તમામ નોર્મલની જેમજ, તેમની સાથે જ અને તેમના જેવાજ – જેટલાજ માપદંડ થીજ મેળવેલ છે. આ તમામ તાલીમ તેણે કોઈ પણ સામાન્ય વિદ્યાર્થીની કક્ષાએ તેમની જેમ જ અને તેમની સાથેજ મેળવેલ છે. તેની તાલીમના મૂલ્યાંકનના માપદંડ બાબતે તેની વિકલાંગતાને લઈને કોઈજ છૂટછાટ મુકવામાં આવેલ નથી. તેથી આજે તેની આ ઉપલબ્ધિઓ ને વિશ્વકક્ષાએ, રાષ્ટ્રીયકક્ષાએ, રાજ્યકક્ષાએ અને સ્થાનીકક્ક્ષાએ માન્યતા તેમજ પ્રસિદ્ધિ મળેલ છે. તેને ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. તેને ભારતના વિવધ અગ્રણી નાગરિકો/સંસ્થાઓ તરફથી સન્માનપત્રો મળેલ છે. અગ્રણી સમાચારપત્રો દ્વારા પણ તેણે મેળવેલ વિવિધ ક્ષેત્રની ઉપલબ્ધિઓની યથાતથ નોંધ લેવામાં આવેલ છે.