લખાણ પર જાઓ

સભ્ય:Shubhangi 2102/ Parul Parmar

વિકિપીડિયામાંથી

પારુલ દલસુખભાઇ પરમાર (જન્મ 20 માર્ચ 1973 ગાંધીનગર, ગુજરાત) ભારતીય પૅરા બૅડમિન્ટન ખેલાડી છે. તેઓ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન અને વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી છે. તેઓ ભારતના પ્રતિષ્ઠિત રમત-ગમત સન્માન અર્જુન ઍવૉર્ડથી સન્માનિત છે.

પારુલ દલસુખભાઇ પરમાર
વ્યક્તિગત માહિતી
Citizenshipભારતીય
જન્મ20 માર્ચ 1973
ગાંધીનગર, ગુજરાત
Sport
રમતપૅરાબૅડમિન્ટન

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

પારુલ પરમારનો જન્મ 20 માર્ચ 1973માં ગુજરાતના ગાંધીનગર માં થયો હતો. જ્યારે તેઓ ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમને પોલિયો હોવાની જાણ થઈ હતી. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે હિંચકા પરથી નીચે પડી જતાં તેમની હાંસડીનાં હાડકા અને જમણા પગમાં ફ્રૅક્ચર થયું હતું. આ ઈજામાંથી પરમારને સાજા થવા માટે લાંબા સમય સુધી સારવાર લેવી પડી.તેમના પિતા રાજ્ય કક્ષાના બૅડમિન્ટન ખેલાડી હતા અને પ્રૅક્ટિસ માટે સ્થાનિક બૅડમિન્ટન ક્લબમાં જતા હતા. []

પારુલ પરમાર પિતા સાથે ક્લબમાં જતા અને રમતમાં રસ લેવાનું શરૂ કર્યું. એક સ્થાનિક કોચ સુરેન્દ્ર પારેખે તેમનાંમાં રહેલી વિશેષ પ્રતિભાને પારખીને તેમને વધુ ગંભીરતાથી રમવા માટે પ્રોત્સાહન આપ્યું. []

પરમારના પરિવાર એટલો બધો સમૃદ્ધ ન હતો.પરિવારના સભ્યો ઘણી વખત તેમની જરૂરિયાતો કરતા પારુલની બૅડમિન્ટનની જરૂરિયાતોને પ્રાધાન્ય આપતા હતા.

પારુલ પરમારે બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતુંત્યારે તેમને લાંબા સમય સુધી પૅરા બૅડમિન્ટનના અસ્તિત્વ વિશે ખાસ જાણકારી ન હતી. એકવાર પારુલે પૅરાબૅડમિન્ટન ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં સફળતા મળવાની શરૂ થઈ ગઈ. []

પારુલ પરમાર મુજબ તેમના પરિવાર અને સાથી ખેલાડીઓએ તેમને ક્યારેય એવું લાગવા નથી દીધું કે તેમની પાસે કંઈ અભાવ છે અથવા તેઓ વિકલાંગ છે. [] []

વ્યાવસાયિક સિદ્ધિઓ

[ફેરફાર કરો]

પારુલ પરમારે 2010 એશિયન પૅરાગેમ્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો જે આંતરરાષ્ટ્રીય તબક્કે તેમના બૅડમિન્ટન પ્રવાસની શરૂઆત હતી. તેમણે 2014 અને 2018 માં એશિયન પૅરાગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.[]તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે એક બાળક તરીકે તેઓ ફક્ત 'સારા બૅડમિન્ટન ખેલાડી' બનવાની ઇચ્છા ધરાવતાં હતાં. તે સમયે તેમણે ક્યારેય પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું વિચાર્યું ન હતું. []

પારુલે 2017 માં બીડબ્લ્યુએફ પૅરાબૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.[] 25 ફેબ્રુઆરી 2020 સુધી પારુલ વિશ્વનાં પ્રથમ નંબરનાં પૅરાબૅડમિન્ટન ખેલાડી હતાં.[]

2009માં તેમને ભારતના પ્રતિષ્ઠિત રમત-ગમત ઍવૉર્ડ અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

2010માંએશિયન પૅરાગેમ્સ બ્રૉન્ઝ મેડલ

2014માંએશિયન પૅરાગેમ્સ ગોલ્ડ મેડલ

2018માં એશિયન પૅરાગેમ્સ ગોલ્ડ મેડલ

2017માં બીડબ્લ્યુએફ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. https://www.youtube.com/watch?v=_ro6s186WRQ
  2. https://www.bbc.com/gujarati/india-55840002
  3. https://www.youtube.com/watch?v=_ro6s186WRQ
  4. https://www.youtube.com/watch?v=_ro6s186WRQ
  5. https://www.bbc.com/gujarati/india-55840002
  6. https://firstsportz.com/parul-parmar-career-at-a-glance-and-tokyo-hopes/
  7. https://www.youtube.com/watch?v=_ro6s186WRQ
  8. https://scroll.in/field/859378/india-win-10-medals-in-para-badminton-world-championships
  9. https://bwfpara.tournamentsoftware.com/ranking/category.aspx?id=23592&category=3502