સભ્ય:Sushant savla/જન્મશંકર મહાશંકર બૂચ
જન્મશંકર મહાશંકર બૂચ | |
---|---|
જન્મ | જૂનાગઢ, ગુજરાત | 30 જૂન 1877
મૃત્યુ | Error: Invalid dates for calculating age |
ઉપનામ | લલિત |
વ્યવસાય | કવિ, |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | ગાંધીયુગ |
જન્મશંકર મહાશંકર બૂચ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ હતા. 'લલિત' એ તમનું ઉપનામ હતું.'લલિતના કાવ્યો' (૧૯૧૨), 'વડોદરાને વડલે'(૧૯૧૪), 'લલિતના બીજાં કાવ્યો' (૧૯૩૪) તેમના કાવ્ય સંગ્રહો છે.
શરૂઆતનું જીવન અને અભ્યાસ[ફેરફાર કરો]
તેમનો જન્મ ૩૦ જૂન ૧૮૭૭ના દિવસે જૂનાગઢ વડનગરા નાગર કુળમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં મેળવ્યું હતું. ઈ.સ ૧૯૦૩માં તેઓ એસ. ટી. સી. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.[૧] તેમણે સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. [૨][૩]
ઈ.સ. ૧૮૮૭માં તેમના પ્રથમ લગ્ન લલિતા સાથે થયા હતા અને ઈ. સ.૧૮૯૬માં બીજ લગ્ન તારાબેન સાથે થયા હતા. [૨][૩]
વ્યાવસાયિક જીવન[ફેરફાર કરો]
વ્યાવસાયિક જીવનની શરૂઆતમાં તેઓ લાઠી રજવાડાના રાજ કુટુંબના શિક્ષક તરીકે કાર્ય કર્યું. અહીં લગભગ દશ વર્ષ કર્ય કર્યા બાદ તેઓ ગોંડલની શાળામાં શિક્ષક તરીકે રોકાયા. ઈ.સ. ૧૯૦૮થી ૧૯૦૧૦ દરમ્યાન રાજકોટથી પ્રસિદ્ધ થતા વર્તમાન પત્ર કાઠીયાવાડી ટાઈમ્સના તંત્રી હતા. ૧૯૧૩થી ૧૯૨૦ તરીકે તેમણે વડોદરામાં લોકોપદેશક તરીકે સેવા આપી. ઈસ. ૧૯૨૫થી લેડી નૉર્થકૉટ હિંદુ ઑર્ફનેજ (ગ્રાંટ રોડ, મુંબઈ)માં તેમણે શિક્ષણ કાર્ય કર્યું. ઈ.સ ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી રાસ્ત્રીય મહા વિદ્યાલય, મુંબઈમાં તેઓ ભાષા સાહિત્યના અધ્યાપક રહ્યા. છ્વટે ૧૯૩૮માં તેઓ નિવૃત્ત થયા.[૧]
સાહિત્ય રચના[ફેરફાર કરો]
'લલિતના કાવ્યો' (૧૯૧૨), 'વડોદરાને વડલે'(૧૯૧૪), 'લલિતના બીજાં કાવ્યો' (૧૯૩૪) એ એમના કાવ્યો સંગ્રહો છે. તેમના સમગ્ર લેખનને તેમના મરણોપ્રાંત 'લલિતનો રણકાર' (૧૯૫૧) નામના ગ્રંથમાં પ્રકાશીત કરવામાં આવ્યાં. તેમના મોટા ભાગના કાવ્યો નારી સંવેદના, દેશભક્તિ, દામ્પત્યજીવન અને પ્રણય જેવા વિષયો પર આધારિત છે. [૧]
'ઉત્તરરામચરિતમાનસ'ને આધારે તેમણે 'સીતા-વનવાસ'(૧૯૦૩-૦૪)નામે એક નાટક પણ લખ્યું હતું. આ નાટક તે સમયે ઘણું પ્રચલિત થયું હતું. [૧] તેમણે કાલિદાસ રચિત 'મેઘદૂત'નો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો.
તેમને ઝવેરચંદ મેઘાણી તરફથી ‘મધુકંઠીલા ભજનીક’, ન્હાનાલાલ તરફથી ‘ગીતકવિ’, મનસુખલાલ ઝવેરી તરફથી ‘મોસમી ગુલાબ’, શંકરલાલ શાસ્ત્રી તરફથી ‘સોરઠકોકિલ’ની બિરદામણી મળી હતી. કલાપીએ તેમના માટે 'બાલકવિ'નું કાવ્ય લખ્યું છે. [૨][૩]
તેઓ પ્રાય: મંજીરા સાથે પોતાની કવિતાઓ રજૂ કરતાં. [૨][૩]
ઊપનામ[ફેરફાર કરો]
તેમની પ્રથમ પત્નીનું નામ લલિતા હતું. પ્રથમ પત્ની લલિતા પ્રત્યેના ઉત્કટ પ્રેમને કારણે ‘લલિત’ ઉપનામ સ્વીકાર્યું હતું.[૨][૩]
અવસાન[ફેરફાર કરો]
૨૪ માર્ચ ૧૯૪૭ના દિવસે તેઓ અવસાન પામ્યા હતા.