સભ્ય:Sushant savla/ભક્તિબા દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈ અથવા ભક્તિબા એ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતી. ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનાર ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના તેઓ ધર્મ પત્ની હતા.[૧]

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૬ ઑગસ્ટ ઈ.સ.૧૮૯૯માં ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ગામે થયો હતો.[૨] [૩]તેઓ લીંબડીના દિવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. બાળપણથી તેમનામાં સ્વામીનારાયણ ધર્મના સંસ્કારો પડ્યા હતાં. ઈ.સ ૧૯૧૩ માં તેમના લગ્ન વસોના દરબાર ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે થયાં. [૩]

સ્વતંત્રતાની ચળવળમાં સહભાગ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૧ના રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના અમદાવાદ અધિવેશનમાં તેમણે સક્રીય ભાગ ભજવ્યો હતો. ઈસ. ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં તેમણે જનતા સથે ભાગ લીધો હતો. [૨] ઈ.સ. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમાતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પેટીટ સાથે મળી તેમને આગળ આવવા પ્રેરણા આપી અને આગળા જૈ સ્ત્રીઓની સંખ્યા પુરુષોથી પણ વધી ગઈ. [૪] તેમણે નડિયાદ બોરસદ આદિ સ્થળોએ દારૂના પીઠા અને પરદેશી માલ વેચનરી દુકાનો સામે પીકેટીંગ કરતાં તેમને જેલ થઈ હતી. ઈ.સ. ૧૯૩૧માં તેઓ ૨૧ મહિના માટે જેલ ગયા હતા. ૧૯૪૧માં તેમને ૧૧ વર્ષની જેલ થઈ હતી. [૨]

સ્વતંત્રતા ચળવળ પછીના સમયમાં સમાજ સેવા[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપત્તી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળાવળી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શનમાં પૂતળીબા ઉદ્યોગ મંદિર (રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય (નડિયાદ) તેમની દેખરેખમાં તૈયાર થયા. તેઓ ખેડા જીલ્લાના સ્કુલ બોર્ડમાં સભ્ય હતા. ઈ.સ. ૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમને સમાજ સેવાના કાર્યો ચાલુ રાખ્યા. ઈ.સ. ૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રન લાખનું ભંડોળ સમાજ સેવા માટે એકત્ર કર્યું. ઉછરંગરાય નવલશંકર ઢેબર - ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દીલ્હી ગયાં, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દીલ્હી ગયા.[૩]

તેમનું જીવન સૂત્ર:

આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી. પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએતો લાખોને સાચવ્યા બરાબર છે.[૩]

અવસાન[ફેરફાર કરો]

તેઓ ૧૪ માર્ચ ૧૯૯૪ના દિવસે વસો ખાતે અવસાન પામ્યા.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. p. 235. ISBN 9789004113435. Check date values in: |year= (help)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ શુક્લ, ડો જયકુમાર (૧૯૯૮). ગુજરાતના સ્વાતંત્ય સૈનિકો - માહિતીકોષ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. p. ૧૪૦. Check date values in: |year= (help)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ઠાકર, ડો ધેરુભાઈ (૨૦૦૨). ગુજરતિ વિશ્વકોષ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. p. 858. Check date values in: |year= (help)
  4. Sushila Nayar, Kamla Mankekar (Editors) (2003). Women Pioneers In India's Renaissance. National Book Trust, India. p. 469. ISBN 81-237-3766 1.CS1 maint: Extra text: authors list (link)