સભ્ય:Sushant savla/sandbox/wikiin 2020

વિકિપીડિયામાંથી

ભારતીય વિકિકોન્ફરેન્સ - ૨૦૨૦, હૈદ્રાબાદ માટેનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

તેલુગુ વિકિ સમુદાય દ્વારા ૨૦૨૦ અખિલ ભારતીય વિકિ કોન્ફરેન્સના આયોજન માટે મેટા પર પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને ભારતીય ભાષાઓના સમુદાયો તરફથી પ્રતિભાવની વિનંતી કરવામાં આવી છે. તે માટેના પ્રસ્તાવનો ગુજરાતી અનુવાદ:

પ્રિય મિત્રો,

હું આ સંદેશો આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિકિપીડિયન મિત્રો વતી મુકું છું, જેઓએ ભારતીય વિકિકોન્ફરેન્સ - ૨૦૨૦, હૈદ્રાબાદ ના આયોજન માટે આગળ આવ્યા છે. આવી રાષ્ટ્રીય સ્તરની કોન્ફરેન્સ આપણને અન્ય સમુદાયના લોકો સાથે જોડાવવા, જ્ઞાનની આપલે કરવા, નવી વસ્તુ શીખવા અને વિકિ પરિવારની નજીક આવવા મદદરૂપ થાય છે. આવી છેલ્લી કોન્ફરેન્સ ૨૦૧૬માં થઈ હતી અને છેલ્લા ૩ વર્ષોમાં આવું કોઈ આયોજન થયું નથી. આવી પરિષદોની ગેરહાજરીથી વિકિ સમુદાયો અન્ય સમુદાયોથી જોડાઈ શકતા નથી અને તેને પરિણામે અખિલ ભરતીય વિકિ સમુદાયનો વિકાસ રૂંધાય છે. આથી પ્રકારની કોન્ફરેન્સ જલીમાં જલ્દી યોજાય તે જરૂરી છે. ત્રણ વર્ષથી કોઈ પણ સમુદાય આવા આયોજન માટે આગળ આવ્યો નથી અને હૈદરાબાદ દરેક રીતે રાષ્ટ્રથી સારી રીતે જોડાયેલું છે માટે મારા વિચારે આ પ્રસ્તાવનું સમર્થન કરવું સર્વથા યોગ્ય રહેશે.

પણ આ આયોજન માટે તેમને માત્ર એકલ વિકિપીડિયન જ નહી પરંતુ વિવિધ વિકિ સમુદાયના સહકાર્યની જરૂર રહેશે અને આયોજનની વિશ્વસનીયતા વધારશે. આથી જો આપણે આપણામાં સર્વસંમતિ સાધી અને આ આયોજનને ટેકો અને સમર્થન આપશું તો સારું રહેશે.

આ સંબંધે તેમના પ્રસ્તાવ અને આયોજનની રૂપ રેખા દર્શાવતું એક પાનું મેટા-વિકિ પર બનાવવામાં આવ્યું છે, જે તમે અહીં જોઈ શકશો. અન્ય સમુદાયોના સમર્થન તમે આ વિભાગમાં જોઈ શકશો. કૃપા કરી આ પાનાંઓની મુલાકાત લઈ નીચે દર્શાવેલા વિભાગમાં આપનો ટેકો દર્શાવશો, જેથી ગુજરાતી વિકિ સમુદાય પણ આ પહેલનો ભાગ બની શકે. આપણે જેટલી જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરીશું તેટલી જલ્દી આયોજકોને આગળના પગલાં લઈ શકશે. આ માટે આપનું સમર્થન ૧૮ ઑક્ટોબર ૨૦૧૯ પહેલાં આપવા વિનંતિ. આ આયોજન ગ્રાન્ટ ફન્ડીંગ નિયમનોને આધીન કરવાનો છે જેમાં સામુદાયિક સહભાગ સર્વે નવેમ્બર મહિના દરમ્યાન પૂર્ણ કરવાનો છે.

This is to be in-line grant funding guidelines by December, which also require a community engagement survey to be done before developing the grant proposal in November. Sushant savla (ચર્ચા) ૦૯:૦૯, ૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

Support[ફેરફાર કરો]

Discussion[ફેરફાર કરો]