સમી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સમી
—  નગર  —

સમીનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E / 23.6824; 71.775124
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સમી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

સમી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લોકવાયકા મુજબ સમીનું નામ તેના સ્થાપક એવા સમી અથવા અતીત પરંપરાના સાધુ પરથી પડ્યું છે. ૧૭૫૩માં તે રાધનપુરના નવાબના શાસન હેઠળ આવ્યું; અને ૧૯મી સદીની શરૂઆતમાં તેની રાજધાની અને મુખ્ય મથક બન્યું. ૧૮૧૬માં પ્લેગની મહામારીને લીધે વસતી અડધી થઇ ગઇ હતી.[૧]

સમી રાધનપુર રજવાડા હેઠળ હતું. રાધનપુર રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ આવતું હતું,[૨] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં રૂપાંતરણ થયું. ૧૯૬૦માં જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારે સમી મહેસાણા જિલ્લામાં ગયું અને પછીથી પાટણ જિલ્લાનો ભાગ બન્યું.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અહીં લોહાણા જ્ઞાતિના કુળદેવતા શ્રી ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે.

સમીની ફરતે ૨૪ ફીટ ઉંચી અને ૧૨ ફીટ જાડી દોઢ માઇલ લાંબો પરિઘ ધરાવતી ઇંટોની દિવાલ હતી, જે હવે ખંડિત અવસ્થામાં જોવા મળે છે. પૂર્વ દિશાએ દરબાર અને તેની પશ્ચિમે પીર તળાવ ધરાવતી નુરાંશા પીરની ઇમારત આવેલી છે. આની બાજુમાં મસ્જિદ અને નવાબના કુટુંબીજનોની કબરો આવેલી છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૪૭-૩૪૮.
  2. Chisholm ૧૯૧૧, p. ૭૮૫.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૪૭.

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પાનાઓ ૩૪૭–૩૪૮.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃતિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.


PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પાનાઓ ૩૪૭–૩૪૮. માંથી લખાણના અંશો ધરાવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]