સમૌ (તા. માણસા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સમૌ
—  ગામ  —

સમૌનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
તાલુકો માણસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
શાકભાજી

સમૌ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. સમૌ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.

સમૌ ગામમાં અંગ્રેજોએ બાર યુવાનોને ફાંસી આપી હતી. તેમની યાદમાં ખાંભી હાલમાં સમૌ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉપસ્થિત છે. અંગ્રેજ શાસન વખતે શાળાની જગ્યાએ અંગ્રેજોની જેલ હતી. જેનો ઉલ્લેખ ગાયકવાડના લેખમાં છે. અંગ્રેજોની જેલ તથા પોલીસ સ્ટેશનને ઈ.સ. ૧૮૯૫માં શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અંગ્રેજ શાસન દરમિયાન ઈ.સ. ૧૯૦૭માં જેલનું મકાન તોડી શાળા બનાવવામાં આવી હતી. ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી ઈ.સ. ૧૯૦૭માં શાળાનું નવું મકાન બનાવ્યું હતું.[સંદર્ભ આપો]