સરદારખાનનો રોઝો

વિકિપીડિયામાંથી
(સરદાર ખાનની રોઝા થી અહીં વાળેલું)
સરદારખાનનો રોઝો અને મકબરો
સરદારખાનનો રોઝો (ઈ. ૧૮૬૦)
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનજમાલપુર, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
સરદારખાનનો રોઝો is located in ગુજરાત
સરદારખાનનો રોઝો
ગુજરાત, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°00′56″N 72°35′02″E / 23.015561°N 72.583761°E / 23.015561; 72.583761
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જીદ અને મકબરો
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામી વાસ્તુ, પર્શિયન ગુંબજ સાથે
પૂર્ણ તારીખ૧૮૬૫
લાક્ષણિકતાઓ
ગુંબજો૩+૬
મિનારાઓ

સરદારખાનનો રોઝો અથવા નવાબ સરદાર ખાનની મસ્જિદ અને મકબરો, એ ભારતના અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ એક મસ્જિદ અને કબર પરિસર છે.

ઇતિહાસ અને સ્થાપત્ય[ફેરફાર કરો]

સરદારખાન મોગલ શાસન દરમિયાન અમદાવાદના મંત્રી હતા. તેમણે ઔરંગઝેબની કેદમાંથી નાસી છૂટેલા રાજકુમાર દારા શિકોહને મદદ કરી ન હતી.[૧]

સરદારખાનનો રોઝો ૧૬૮૫માં બંધાવવામાં આવ્યો હતો. સરદારખાનની કબર પથ્થરની બનેલી હતી અને તેમાં આરસની ફરસ હતી. આ મસ્જિદ ઊંચા ઓટલા પર ઇંટોથી બનેલી હતી, અને મસ્જિદના અગ્રભાગમાં ત્રણ અણીદાર કમાનો અને બંને બાજુએ બે મિનારા હતા. મિનારા ચાર માળની ઉંચાઈ ધરાવતા હતા, તેના નીચેના આધારમાં અષ્ટકોણીય અને ઉપરના ભાગોમાં વર્તુળ આકાર ધરાવે છે. આ મિનારામાં ટોચ પર સોનાના દડા હતા અને તેમાં ત્રણ ડુંગળીના આકારના ગુંબજ હતા, તે સિવાય પ્રવેશિકામાં પણ બે ગુંબજ હતા.[૨] [૩] [૪]

૧૮૮૪થી આ મકબરા અને મસ્જિદ અતિક્રમણ હેઠળ છે અને તેની હાલની હાલત ખરાબ છે.[૧] [૫] [૬][૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ India Today. 17. Living Media India Pvt. Limited. 1992. પૃષ્ઠ 113.
  2. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 319. dastur khan mosque.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  3. "Nawab Sardar Khan's Mosque, on the Jamalpur road, Ahmadabad". British Library. મેળવેલ 21 December 2014.
  4. Desai, Hemang (26 November 2010). "The story of how architecture in Gujarat got a Mughal touch…". DNA. મેળવેલ 21 December 2014.
  5. John, Paul (29 July 2012). "Mughal icons decaying in citye". The Times of India. મેળવેલ 21 December 2014.
  6. "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.
  7. Jani, Mehul (22 November 2011). "Neglect buries two heritage tombs". Times of India. મેળવેલ 8 December 2014.