સરોજ પાઠક
સરોજ રમણલાલ પાઠક | |
---|---|
જન્મ | સરોજ નારણદાસ ઉદ્દેશી ૧ જૂન, ૧૯૨૯ જખૌ, કચ્છ, ગુજરાત |
મૃત્યુ | ૧૬ એપ્રિલ, ૧૯૮૯ બારડોલી |
વ્યવસાય | અધ્યાપક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સરોજ પાઠક (૧ જૂન ૧૯૨૯–૧૬ એપ્રિલ ૧૯૮૯) (ઉપનામ: વાચા) ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ કચ્છ જિલ્લાના જખૌ ગામમાં ૧ જૂન ૧૯૨૯ના રોજ નારણદાસ ઉદ્દેશીને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં થયું. ૧૯૪૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. તેમજ ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૫૬-૫૭માં તેઓ આકાશવાણી સાથે જોડાયા અને ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન હતા. ૧૯૬૪ થી તેઓ બારડોલીની કૉલેજમાં અધ્યાપક રહ્યા હતા. ૧૯૮૯માં બારડોલીમાં તેમનું અવસાન થયું હતું.[૧][૨][૩][૪][૫]
સર્જન
[ફેરફાર કરો]તેમના પતિ રમણલાલ પાઠકે તેમને તેમની પ્રથમ વાર્તા લખવા માટે પ્રેર્યા હતા અને તેમની પ્રથમ વાર્તા, નહી અંધારુ, નહી અજવાળું જીવનમધુરી સામયિકમાં પ્રકાશિત થઇ હતી. તેમનો પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯) ચેતન પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થયો હતો અને તેને બોમ્બે રાજ્ય તરફથી ઇનામ મળ્યું હતું. પ્રીત બંધાણી (૧૯૬૧) તેમના પતિની મદદથી પ્રકાશિત થયું હતું. મારો અસબાબ મારો રાગ (૧૯૬૬) સામાજીક વાર્તાઓ ધરાવે છે. વિરાટ ટપકું (૧૯૬૬) એ તેમને આધુનિક વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. હુકમનો એક્કો, તથાસ્તુ (૧૯૭૨) વગેરે તેમના અન્ય વાર્તાસંગ્રહો છે.[૧][૨][૫][૬][૭][૪]
નાઈટમેર (૧૯૬૯) મનોવૈજ્ઞાનિક નવલકથા અને તેમની પ્રથમ નવલકથા હતી. નિઃશેષ (૧૯૭૯), પ્રિય પુનમ (૧૯૮૦), ટાઇમ બોમ્બ (૧૯૮૭), લિખિતંગ (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે.[૧][૨][૫][૬][૭][૪]
તેમણે ગુજરાત મિત્રમાં નારી સંસ્કાર કટાર લખી હતી. સંસારિકા (૧૯૬૭) અને અર્વાચીન (૧૯૭૬) તેમના નિબંધ સંગ્રહો છે. પ્રતિપદા (૧૯૬૨) એમનો અનુવાદ છે.[૧][૨]
અંગત જીવન
[ફેરફાર કરો]તેઓના લગ્ન રમણલાલ પાઠક ૧૯૫૦માં સાથે થયા હતા, જેઓ ગુજરાતી હાસ્ય લેખક હતા.[૧][૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ ૨૫૫-૨૫૮. ISBN 978-93-5108-247-7.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "સરોજ પાઠક". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ Nagendra Kr Singh (૨૦૦૧). Encyclopaedia of women biography: India, Pakistan, Bangladesh. A.P.H. Pub. Corp. પૃષ્ઠ ૩૯. ISBN 978-81-7648-264-6.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Pandya, Urvashi (28 February 2003). Saroj Pathak's fiction in the context of modern Gujarati fiction (Ph.D.). મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય. પૃષ્ઠ 27-41. hdl:10603/60222.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Dholeria, Salma J (11 December 2014). સરોજ પાઠકનું કથા સાહિત્ય (Ph.D.). ગુજરાત યુનિવર્સિટી. hdl:10603/30720.
- ↑ ૬.૦ ૬.૧ Susie J. Tharu; Ke Lalita (૧૯૯૩). Women Writing in India: The twentieth century. Feminist Press at CUNY. પૃષ્ઠ ૩૧૨–૩૧૩. ISBN 978-1-55861-029-3.
- ↑ ૭.૦ ૭.૧ Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૨૭. ISBN 978-0-313-28778-7.