સાણોદા (તા. દહેગામ)

વિકિપીડિયામાંથી
સાણોદા
—  ગામ  —
સાણોદાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′06″N 72°48′41″E / 23.218333°N 72.811355°E / 23.218333; 72.811355
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
સરપંચ ચૌહાણ દેવિકાબેન જશવંતસિંહ (વર્તમાન - ૨૦૨૧થી)
વસ્તી ૫,૮૬૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 76 metres (249 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૨૩૦૫[૧]
    • ફોન કોડ • +૦૨૭૧૬
    વાહન • GJ-18

સાણોદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, બેંક, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામના પાદરે મુખ્યપ્રવેશ દ્વાર, વિસામો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેવા સહકારી મંડળી, ભક્ત સેવા આશ્રમ, પાણીની ટાંકી આવેલા છે.

સાણોદા ગામની નજીક ખારી નદી આવેલી છે.[૨]

વહીવટ[ફેરફાર કરો]

સાણોદા ગામનો વહીવટ સાણોદા ગ્રામ પંચાયત હેઠળ છે. સાણોદા ગ્રામ પંચાયત તાલુકામથક દહેગામથી ૬ કિલોમીટર અને જિલ્લામથક ગાંઘીનગરથી ૨૬ કિલોમીટર દૂર છે. સાણોદાનો કુલ વિસ્તાર ૧૦૦૭.૯ હેક્ટર જેટલો છે.[૩] જેમાં ૩.૧૬ હેક્ટર બિન-ખેતી વિસ્તાર અને ૫૩૫.૫ હેક્ટર જેટલો સિંચાઇ વિસ્તાર છે.[૪] સાણોદા ગામ ગામના પેટા વિસ્તારમાં મોહનપુરા ગામ અને ઇસનપુર રોડ વિસ્તાર આવરી લે છે.

ગ્રામ પરિષદ[ફેરફાર કરો]

સાણોદા ગ્રામ પંચાયતનું માળખું
હોદ્દો વિસ્તાર નામ કાર્યકાળ
સરપંચ સાણોદા ચૌહાણ દેવિકાબેન જશવંતસિંહ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૧ પટેલ શારદાબેન બાબુભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૨ પ્રજાપતિ મધુબેન કલ્પેશભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૩ પરમાર પોપટજી કચરાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૪ પરમાર મહેશજી નાથાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૫ ચૌહાણ હંસાબેન ઉમેદજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૬ સુયાબેન શૈલેષભાઈ વાઘરી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૭ બ્રાહમણીયા પદમાબેન મહેશભાઈ વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૮ ઝાલા કુમારજી ગાભાજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૯ ઠાકોર રાજુભાઈ રમણજી વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી
સભ્ય વોર્ડ -૧૦ મોહબતજી ગાભાજી ઠાકોર વર્તમાન - ડિસેમ્બર ૨૦૨૧ થી

[૫]

આરોગ્ય[ફેરફાર કરો]

સાણોદામાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ ગામમાં બીજા ખાનગી દવાખાના તેમજ ૨ ખાનગી મેડિકલ સ્ટોર આવેલા છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ ભારત જનગણના[૬] પ્રમાણે, સાણોદા ગામમાં ૫,૭૬૩ લોકોની વસ્તી હતી. જેમાં ૨,૯૮૦ પુરુષો અને ૨,૭૮૩ સ્ત્રીઓ હતી.

શિક્ષણ[ફેરફાર કરો]

આ ગામમાં ફક્ત પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉચ્ચતર અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દહેગામ અને ગાંધીનગર જાય છે.

ખેતી[ફેરફાર કરો]

આ ગામમાં મુખ્યત્વે ઘઉં, કપાસ અને શાકભાજીની ખેતી થાય છે. આ ગામમાં ઉનાળા અને શિયાળામાં ૮ કલાક કૃષિ વીજપુરવઠો ઉપલબ્ધ છે. આ ગામમાં કુલ પિયત વિસ્તાર બોરહોલ્સ/ટ્યુબવેલથી ૫૩૫.૫ છે.

સંચાર[ફેરફાર કરો]

આ ગામમાં મોબાઇલ કવરેજ ઉપલબ્ધ છે. જેમાં જીઓ અને VI નેટવર્કના ટાવર સ્થાપિત કરેલા છે.

પરિવહન[ફેરફાર કરો]

આ ગામમાં જાહેર બસ સેવા ઉપલબ્ધ છે.

વાણિજ્ય[ફેરફાર કરો]

પહેલા ૨૦૨૦ સુધી ગામમાં ATMની સુવિધા હતી જે હાલમાં ઉપલબ્ધ નથી. આ ગામમાં સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયાની શાખા આવેલી છે.

અન્ય સુવિધાઓ[ફેરફાર કરો]

આ ગામમાં ઉનાળા અને શિયાળામાં ૨૪ કલાક વીજ પુરવઠો મળે છે, આંગણવાડી કેન્દ્ર, જન્મ અને મૃત્યુ નોંધણી કચેરી, દૈનિક સમાચાર પત્ર અને મતદાન મથક જેવી અન્ય સુવિધાઓ આ ગામની છે.

શાળાઓ[ફેરફાર કરો]

પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "PIN Code: Sanoda, Gandhinagar, Gujarat, India". pincode.net.in.
  2. "ઉત્તર ગુજરાતમાં આવેલી ખારી નદી-સાબરમતી નદીની ઉપ નદી છે". guj-nwrws.gujarat.gov.in. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૧.
  3. "ફક્ત સાણોદા ગામનો વિસ્તાર જેમાં મોહનપુરા અને ઇસનપુર રોડ વિસ્તાર શામિલ નથી". villageinfo.in. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૧.
  4. "સાણોદા". www.onefivenine.com. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૧.
  5. "સાણોદા ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૧ સરપંચ અને સભ્યોની માહિતી". sec-poll.gujarat.gov.in. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૨૧.[હંમેશ માટે મૃત કડી]
  6. "Sanoda village Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૭.
  7. "સાણોદા આદર્શ પ્રાથમિક શાળા". schools.org.in. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૧.
  8. "પટેલ એમ. જે. હાઇસ્કૂલ, સાણોદા". schools.org.in. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૧.