સામાપોર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સામાપોર
—  ગામ  —
સામાપોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°53′27″N 72°53′50″E / 20.890750°N 72.89733°E / 20.890750; 72.89733
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

સામાપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ગામ છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

આ ગામ વિષે કોઈ ઈતિહાસ જાણમાં નથી. પરંતુ મટવાડ ગામની પશ્ચિમે આવેલ 'ખૂંટાડા' ખાડીને સામે પાર વસેલું ગામ તે સામાપાર અથવા સામાપુર. બ્રિટીશ શાસન વેળા તે સામાપોર તરીકે ઓળખાયું. હજુ પણ આ બંને નામો અસ્તિત્વમાં છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ગામની વચ્ચેથી 'દાંડી હેરીટેજ માર્ગ' પસાર થાય છે. માર્ગની પૂર્વ દિશામાં સીમીયા ફળિયા અને ખડી ફળીયા જયારે પશ્ચિમે મધ્ય વિભાગ, ભૂધરિયા, પાળ અને મંદિર ફળિયા આવેલ છે. દરિયાની ભરતી વેળા પાળ અને મંદિર ફળીયા ને દેખાવ બેટ જેવો લાગે. જોકે ૧૯૭૩ ની સાલથી આ બંને ફળિયાને દાંડી રોડ સાથે જોડી દેવાયા છે.

વ્યવસાય[ફેરફાર કરો]

ગામનો મુખ્ય વ્યવસાય મચ્છીમારી અને ખેતી તથા મજુરી છે. હાલ દરિયામાંથી માછલીઓ પકડવાનું પ્રમાણ ઘટ્યું છે, જયારે ખારાં પાણીના તળાવો બનાવીને તેમાં ઝીંગા અને અન્ય માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટા ભાગના યુવાનો હીરા ઘસવાનું કામ કરતા હતા, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવતાં આ યુવાનોએ અન્ય કામ શોધવાં પડ્યાં. ઘણા યુવાનો આરબ દેશોમાં કામ અર્થે જાય છે. ઉપરાંત મુંબઈ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વાપી વગેરે શહેરોમાં રોજી મેળવી લે છે. ઘણા કુટુંબો બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટાટાનગર, જમશેદપુર, બુરહાનપુર, કોલકાતા વગેરે શહેરોમાં પણ સ્થાયી થયા છે. ગામની આશરે ચોથાભાગની વસ્તી ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, અમેરિકા વગેરે દેશોમાં વસે છે.

અન્ય સગવડો[ફેરફાર કરો]

ગામમાં સસ્તા અનાજની દુકાન છે. એક બેંક છે. લગ્ન માટે મોટો હોલ છે. પાળ ફળીયામાં એક મંદિર છે. પાંચ તળાવો છે. નજીકના શહેર નવસારી જવા માટે ગુજરાત એસ.ટી. બસની સગવડ છે. જોકે મોટાભાગના લોકો રીક્ષાનીજ પસંદગી કરતા હોય છે. પીવાનું પાણી મટવાડ ગામથી પાઈપ લાઈન દ્વારા લવાય છે.

શિક્ષણ[ફેરફાર કરો]

ગામમાં ‘વિદ્યા મંદિર સામાપુર’ નામે પ્રાથમિક શાળા છે. ઉપરાંત બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કરાડી કે નવસારી પણ અભ્યાસ કરવા જાય છે.