સારંગપુર (તા. ધંધુકા)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સારંગપુર
—  ગામ  —
સારંગપુરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°09′26″N 71°46′16″E / 22.157253°N 71.771145°E / 22.157253; 71.771145Coordinates: 22°09′26″N 71°46′16″E / 22.157253°N 71.771145°E / 22.157253; 71.771145
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધંધુકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

સારંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ મુખ્યત્વે બે મંદિરોનાં વ્યવહાર અને ખેતીવાડી પર નભેલું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ ગામ જવા માટે રેલમાર્ગ દ્વારા ભાવનગર જતી ટ્રેનમાં બોટાદ ઉતરીએ, તો ત્યાથી ફ્ક્ત ૧૧ કિમી થાય છે. રોડ માર્ગે અમદાવાદ તરફથી આવવા માટે બરવાળા જતી બસ માં સારંગપુર ઉતરી શકાય છે. ગામની મધ્યમાં ફ્લ્ગુ નદી તથા ગામને પાદરે ઉતાવળી નદી (ઉન્મત ગંગા) વહી રહી છે.

મંદિરો[ફેરફાર કરો]

કષ્ટભંજન હનુમાનજીનું મંદિર[ફેરફાર કરો]

કષ્ટભંજન હનુમાનજી

ગામનાં દરબાર વાઘાખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણનાં પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજી ની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવીજ પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે પૂ. શાસ્ત્રીજી મહારાજે બાંધી આપ્યું હતું જેમણે લગભગ ઇ.સ. ૧૮૮૦ ની આજુબાજુ મહંત પદવી શોભાવી હતી [૧].

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર[ફેરફાર કરો]

ભક્ત સાથે ભગવાનની પુજા કરવાના સિદ્ધાંત માટે આ જ શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સારંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલ પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણીય સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની BAPS સંસ્થાનાં પ્રમુખ સ્વામી મહારાજ હજ્જારોની જન-મેદની વચ્ચે ઉજવણી કરે છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]