સી. એ. ભવાની દેવી

વિકિપીડિયામાંથી

સી. એ. ભવાની દેવી[ફેરફાર કરો]

ચડાલાવડા આનંદા સુન્દરરમણ ભવાની દેવી (જન્મ 27 ઑગસ્ટ 1993, ચેન્નઈ, તામિલનાડુ)  તેમને ભવાની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભવાની દેવી ભારતીય તલવારબાજ(તલવારબાજી) છે. [9] 2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં તલવારબાજી(ફેન્સિંગ)માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારાં ભવાની દેવી પ્રથમ ભારતીય બન્યાં હતાં. ભારતના મહાન ક્રિકેટર [8] રાહુલ દ્રવિડના ઍથ્લીટ માર્ગદર્શક કાર્યક્રમ દ્વારા ગો-સ્પૉર્ટ્સ ફાઉન્ડેશન અંતર્ગત ભવાની દેવીને મદદ મળી હતી. [5]

સી એ ભવાની દેવી
વ્યક્તિગત માહિતી
જન્મ નામભવાની દેવી
Full nameચડાલાવડા આનંદા સુન્દરરમણ ભવાની દેવી
NationalityIndian
જન્મ (1993-08-27) 27 August 1993 (ઉંમર 30)
Chennai, Tamil Nadu, India
Sport
દેશIndia
રમતFencing
Achievements and titles
Highest world ranking36

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ભવાની દેવીનો જન્મ તામિલનાડુનાં ચેન્નાઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા એક પાદરી અને તેમનાં માતા ગૃહિણી હતાં. [9] તેમણે શાળાનું શિક્ષણ ચેન્નાઈનાં મુરુગા ધનુષકોડી વિધાર્થિની ઉચ્ચતર માધ્યમિકમાં કર્યું હતું અને ત્યારબાદ ચેન્નાઈની જ સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. 2004માં ભવાની દેવીને તલવારબાજીનો પરિચય તામિલનાડુની સ્કૂલ ગેમ્સમાં થયો હતો. [1]

ધોરણ-10 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભવાની ભારતીય તલવારબાજી કોચ સાગર લાગુ સાથે જોડાયાં અને કેરળનાં થાલાસ્સેરી ખાતે સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)માં અભ્યાસ ચાલુ રાખ્યો. 14 વર્ષની વયે  તેમણે તુર્કી ખાતે પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેમને ત્રણ મિનિટ મોડા પડવા બદલ બ્લૅક કાર્ડ મળ્યું હતું. [2]

વ્યવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

ભવાની દેવીએ ટીમ ઇવૅન્ટ્સમાં મેડલ જીતીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ભારતીય તલવારબાજ  (ફેન્સિંગ) ટીમે 2009માં મલેશિયામાં યોજાયેલી જુનિયર કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ, થાઇલૅન્ડમાં 2010માં ઇન્ટરનેશનલ ઓપન અને ફિલિપિન્સમાં 201૦માં કૅડેટ એશિયન ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

2012માં જર્સી ખાતેની જુનિયર કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં જ્યારે ટીમે સિલ્વર જીત્યો એ વખતે ભવાનીએ પોતાનો પ્રથમ બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. [8]

ફિલિપિન્સમાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપ 2014માં તેમણે સિલ્વર સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. [૩] એશિયન ચૅમ્પિયનશિપ 2014 બાદ તેની આ સફળતાથી પ્રેરાઈને તામિલનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ ભવાનીને યુ.એસ. માં તાલીમ માટે આર્થિક સહાય પેટે ત્રણ લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કર્યો હતો. [4] 2014માં ઇટાલીમાં ટસ્કની કપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. [8]

2015માં રાહુલ દ્રવિડ ઍથ્લીટ માર્ગદર્શન કાર્યક્રમ 'ગો સ્પૉર્ટ્સ ફાઉન્ડેશન' માં 15 રમતવીરોની પસંદગી થઈ હતી જેમાં ભવાની દેવીનો પણ સમાવેશ કરાયો હતો. [5] આ જ વર્ષે તેમણે મોંગોલિયામાં અંડર -23 એશિયન ચૅમ્પિયનશિપ અને બૅલ્જિયમની ફ્લેમિશ ઓપન એમ બંને ઇવૅન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. [8]

તે રેકજાવિક ખાતે યોજાયેલા વાઇકિંગ કપ 2016 આઇસલેન્ડિક આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ ટુર્નામેન્ટમાં પાંચમા સ્થાને રહ્યાં હતાં. [6] 2017માં ભવાની દેવીએ આઇસલૅન્ડમાં ટર્નોઇ સૅટેલાઇટ WC તલવારબાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2018માં, ભવાનીએ આ જ ઇવેન્ટમાં સિલ્વર અન બ્રૉન્ઝ મેડલ જીત્યાં હતાં. એ જ વર્ષે તેમણે કૅનબેરામાં સિનિયર કૉમનવેલ્થ તલવારબાજી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો. [8]

2019 માં, તેમણે ધ ટોરનોઈ સૅટેલાઇટ તલવારબાજી સ્પર્ધામાં મહિલા તલવારબાજીમાં વ્યક્તિગત વર્ગમાં સિલ્વર અને બ્રૉન્ઝ એમ બે મેડલ પ્રાપ્ત કર્યા હતા. ડિસેમ્બર 2020 સુધીમાં, તેઓ વિશ્વમાં 45મા ક્રમે છે અને તેઓ જાપાનના ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવે છે. (૮)

સંદર્ભ[ફેરફાર કરો]

https://www.sportskeeda.com/fencing/tn-fencer-bhavani-battling-against-odds [1]

https://www.newindianexpress.com/sport/2016/apr/13/Will-a-Fencers-Sabre-Strike-Gold-923647.html [2]

https://www.newindianexpress.com/sport/2014/oct/13/Sword-of-Bhavani-Fetches-Asian-First-671156.html [3]

https://www.indiatoday.in/pti-feed/story/jaya-announces-sports-scholarship-reward-for-students-486409-2016-01-11 [4]

https://web.archive.org/web/20160603013614/http://www.chennainewz.com/go-sports-foundation-selected-15-athletes-for-rahul-dravid-athlete-mentorship-programme/ [5]

https://web.archive.org/web/20160818130247/http://newstodaynet.com/sports/chennai-fencer-bhavani-aims-2020-olympics [6]

https://www.firstpost.com/sports/tournoi-satellite-fencing-indias-ca-bhavani-devi-wins-silver-in-sabre-individual-category-after-going-down-to-azerbaijans-bashta-anna-7425271.html [7]

https://www.bhavanidevi.com/achievements [8]

https://www.bhavanidevi.com/biography [9]