સુંવાળી બિચ, સુરત

વિકિપીડિયામાંથી
સુંવાળી બિચ
સુંવાલી બિચ, સ્વાલી બિચ
સુંવાળી બિચ, સુરત
નકશો
પ્રકારશહેરી, રેતાળ બિચ
સ્થાનઅરબી સમુદ્ર, સુંવાલી, સુરત, ગુજરાત
નજીકનું શહેરસુરત, ભારત
અક્ષાંશ-રેખાંશ21°09′43.4″N 72°38′28″E / 21.162056°N 72.64111°E / 21.162056; 72.64111
સંચાલનસુરત મહાનગરપાલિકા

સુંવાળી બિચ અથવા સુંવાલી બિચ[૧] (અંગ્રેજી: Suvali Beach) સુરત નજીક આવેલ એક દરિયાકિનારો છે, જે અગાઉ સ્વાલી (સુંવાળીની આંગ્લ આવૃત્તિ) તરીકે ઓળખાતો હતો. સુંવાળી બીચ એક શહેરી બીચ છે, જે અરબી સમુદ્ર નજીક આવેલ સુંવાળી ગામ, હજીરા, સુરત, ગુજરાત રાજ્ય, ભારત ખાતે આવેલ છે. કાળી રેતી ધરાવતો આ બીચ સુરત મધ્યેથી 25 kilometres (16 mi) જેટલા અંતરે આવેલ છે અને ભારતના સ્વચ્છ બીચમાં ગણાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સુંવાળી બીચ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ભારતમાં પ્રવેશ કરવા માટેનો એક માર્ગ હતો.[૨] ૧૬૧૨ના વર્ષમાં કેપ્ટન થોમસ બેસ્ટ આવ્યો હતો અને પોર્ટુગીઝ સાથે યુદ્ધ (સુંવાળીનું યુદ્ધ) કરી તેમને હરાવ્યા હતા. સુંવાળી બીચ આધુનિક ભારતીય નૌકાદળના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Suvali Beach, Surat, Tourism Hubs, Gujarat, India". www.gujarattourism.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-12-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. "Hunt on to locate port of British entry - The Times of India". timesofindia.indiatimes.com. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. "Suvali: The birthplace of Indian Navy - Times of India". The Times of India. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]