સુઝલોન
Public (BSE: 532667) | |
ઉદ્યોગ | Renewable Power |
---|---|
સ્થાપના | 1995 |
મુખ્ય કાર્યાલય | Pune, Maharashtra, India |
મુખ્ય લોકો | Tulsi Tanti, Founder, Chairman & MD |
ઉત્પાદનો | Wind Turbines |
આવક | $5.4 billion (2009)[૧] |
કર્મચારીઓ | 13,000 |
વેબસાઇટ | www.suzlon.com |
સુઝલોન એનર્જી ભારતમાં આવેલી વિશ્વસ્તરની પવનઊર્જાની કંપની છે. બજારમાં હિસ્સાની દ્રષ્ટિએ જોતાં, તે એશિયામાં પવન ચક્કીનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની છે (અને તે વિશ્વની 3 નંબરની સૌથી મોટી (સુઝલોન + આરઈપાવર કંપની છે)[૨]). કુલ સંપત્તિના સંદર્ભમાં, તે વિશ્વની સૌથી મૂલ્યવાન પવન ઊર્જાની કંપની છે,[૩] પરંતુ બજાર કિંમતના માપદંડથી તે વેસ્ટાસ[૪], કદાચ જીઈ (GE), ગમેસા કોર્પોરેસિયા ટેકનોલેસિયા, એનેર્કોન અને સીમેન્સ કરતા નાની છે, કે જેમની બજાર કિંમત જાણવી ખૂબ મુશ્કેલ છે કારણકે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ તરીકે ઓળખાતા નથી. પૂણેમાં મુખ્યમથક સહિત, ભારતમાં વિવિધ સ્થળો જેવાકે પોંડિચેરી, દમણ, ભુજ અને ગાંધીધામ તેમજ મેનલેન્ડ ચીન, જર્મની અને બેલ્જિયમમાં તેના ઉત્પાદન ક્ષેત્રો છે. આ કંપની નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઈન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ (સુચિબદ્ધ) થયેલ છે.
કંપનીનું વર્ણન
[ફેરફાર કરો]સુઝલોન ઊર્ધ્વ એકીકૃત (વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ) પવનઊર્જા કંપની છે. સુઝલોન જોડાણ, સ્થાપનાથી માંડીને સંપૂર્ણ યંત્રરચના એમ છેવટ સુધીના પવનઊર્જા ઉત્પાદન પ્રશ્નોના ઉકેલને પૂરા પાડે છે.[૫] કંપની પાંખિયા, જનરેટર, તક્તી (પેનલ) અને ટાવર્સ ઈન-હાઉસનું ઉત્પાદન કરે છે તેમજ ગિઅરબોક્સ તેના અંશતઃ માલિકીના ઉદ્યોગ હેન્સેન ટ્રાન્સમિશન દ્વારા અને અત્યંત આધુનિક ટેકનોલોજીયુક્ત મોટી અથવા દરિયામાં વપરાતી પવન ચક્કી તેના તાબા હેઠળની આરઈપાવર દ્વારા ઉત્પાદિત કરાવે છે. કંપની ડાઉનસ્ટ્રીમ એકત્રિત કરવા અને પોતાના પ્રોજેક્ટનું સંચાલન, યંત્ર સ્થાપના કન્સલ્ટન્સી તેમજ સંચાલન અને નિર્વાહ સેવાઓ દ્વારા ટર્નકી પ્રોજેક્ટ પણ પુરા પાડે છે. સુઝલોન વિશ્વભરમાં ફેલાયેલા કાર્યાલયો, રિસર્ચ અને ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ) તેમજ પ્રોદ્યોગિક કેન્દ્રો, ઉત્પાદન સુવિધાઓ અને સેવા સમર્થક કેન્દ્રો (સર્વિસ સપોર્ટ કેન્દ્રો) ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની છે.
સુઝલોન પાસે જર્મની, ભારત અને નેધરલેન્ડ્સમાં ડિઝાઈન તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટુકડીઓ અને સુવિધાઓ છે જેથી ગ્રાહકો માટે પાંખિયાનું વ્યવસ્થિત ફિટિંગ કરવાની તે સુવિધા પુરી પાડી શકે. સુઝલોનના આંતરરાષ્ટ્રીય વેચાણનું સંચાલન આર્હસ, ડેન્માર્કથી થાય છે તેમજ તેનુ વૈશ્વિક સંચાલન કાર્યાલય પૂણે, ભારતમાં છે.
સુઝલોન અને ઓસ્ટ્રિયાની ઈબીજી મોટોરેન જીએમબીએચ (EGB Motoren GmBh) દ્વારા સુઝલોનના મહારાષ્ટ્રમાં પૂણે સ્થિત ઉત્પાદન પ્લાન્ટના વિન્ડ ટર્બાઇન જેનરેટર (WTG) માટે જરૂરી એવા સ્લિપ રિંગ જેનરેટરના ઉત્પાદન માટે સુઝલોન જનરેટર્સ (પ્રા.) લિ. નામનું સંયુક્ત સાહસ ખેડવામાં આવ્યું છે.[૬] સુઝલોને બેલ્જિયમ સ્થિત હેન્સેન ટ્રાન્સમિશનને 2006માં ખરીદ્યુ. વિશ્વના બીજા ક્રમના ગિઅરબોક્સ ઉત્પાદકને હાંસલ કરતા સુઝલોનને પવનના ગિઅરબોક્સના ઉત્પાદન તેમજ તકનીકી વિકાસની ક્ષમતા આપી, જેનાથી તે વધુ કાર્યક્ષમ પવન ચક્કી બનાવવા માટે ઈન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)નો અભિગમ અપનાવવા માટે સક્ષમ બન્યુ. આમ થવાથી સુઝલોન એનર્જીની પુરવઠા શૃંખલામાં રહેલ મહત્વપૂર્ણ ખાધ પુરાઈ ગઈ કારણ કે ગિઅરબોક્સ ડબ્લ્યૂટીજી (WTG) મૂલ્ય શૃંખલામાં ગિઅરબોક્સ પુરવઠા માટે સૌથી વધુ સમય લેતાં ઉત્પાદ પૈકીનું એક છે. તે હેન્સેન ટ્રાન્સમિશનના પવન ચક્કી તેમજ ઔદ્યોગિક ગિઅરબોક્સ બનાવવાના લાંબા ગાળાના વૃદ્ધિ ચાલક તરીકે પણ વિકાસ પામે છે.
સુઝલોન એનર્જી લિમિટેડ (SEL), ભારતના સૌથી મોટા પવન ચક્કી ઉત્પાદકે, જાહેર કર્યું કે ભારતમાં 5000 MW (મેગાવોટ)ની સંચિત કરતા યંત્રોની મજબૂત રીતે સ્થાપી ભારતને પવન ઊર્જાની બજારમાં સૌથી ઝડપથી વધવા માટે વેગ આપ્યા છે. આ વેગ શક્તિને પેદા કરવાની વર્ષે ચાર મિલિયન ઘરો પ્રકાશિત કરવા માટે સમર્થ થશે; માટે જ તે ભારતના વીજળીકરણમાં સુઝલોન દ્વારા ભજવવામાં આવતા મહત્વપૂર્ણ ભાગ તરફ ધ્યાન દોરે છે. 1500 થી વધુ ગ્રાહકો માટે લગભગ 5000 મેગાવોટ (MW) થી વધુ પવન ઊર્જા ક્ષમતા વધારવામાં માટે સુઝલોન દ્વારા ભારતનાં 8 રાજ્યોમાં 40 સાઇટો ખૂલી મૂકવામાં આવી છે. સુઝલોન પાસે લગભગ દેશના અડધી થી વધુ જેટલા પવન ચક્કી યંત્રો છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા મોકાના રાજ્યો છે, પ્રત્યેક રાજ્યમાં સુઝલોને 1,000 MW (મેગાવોલ્ટ)થી વધુ જેટલા સુઝલોનોની આઘારની સ્થાપના કરી છે. ટોચનાં કોર્પોરેટ જેવા કે બજાજ ગ્રુપ, બિરલા ગ્રુપ, એમએસપીએલ (MSPL), ડીએલએફ (DLF), ટાટા ગ્રુપ, રિલાયન્સ ગ્રુપ, આઈટીસી (ITC) ગ્રુપ, એલ એન્ડ ટી (L&T), તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવીકે જીએસપીએલ (GSPL), એચપીસીએલ (HPCL), ભારતીય રેલવે, રાજસ્થાન ખાણ અને ખનિજ, જીએસીએલ (GACL), જીએસપીસી (GSPC), જીએસએફસી (GSFC), ઈન્ડિયન ઓઈલ, ઓએનજીસી (ONGC), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), તથા અન્યોએ પોતાના પવન ઊર્જા પ્રોજેક્ટ માટે સુઝલોનને પસંદ કરી છે. સુઝલોન ભારતની સૌથી મોટી પવન ચક્કી ઉત્પાદક કંપની છે, ભારતનાં પવન ઊર્જા બજારમાં અગ્રેસર છે પાછલા 12 વર્ષોથી લગભગ ૫૦ ટકા યોય (YoY) બજારના શેર છે. આ કંપની 9000 કર્મચારીઓ અને આઠ ઉત્પાદન પ્લાન્ટ્સ ભારતભરમાં ધરાવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સુઝલોનની સ્થાપના તુલસી તંતી દ્વારા 1995માં કરવામાં આવી હતી, તે સમયે તેઓ પોતાના ટેક્સટાઈલના પારિવારીક ધંધામાં સંકળાયેલા હતા. એ વર્ષે, ઉદ્યોગ માટે વીજપૂરવઠાની અનિયમિતતા અને વધતા વીજળીના દરોના કારણે તેમની કંપની જે કંઈ નફો કરતી હતી તે જતો રહેતો હતો.[૭] પોતાની ટેક્સટાઈલ કંપની માટે ઊજાર્ની જરૂરિયાતોને સુરક્ષિત કરવાના આશયથી, રાજકોટમાં તેમણે પોતાના કેટલાક મિત્રોની મદદથી પવન ઊર્જાના ઉત્પાદન અંગે યોજના ઘડી અને સુઝલોન એનર્જીની સ્થાપના કરી હતી.[૮] વર્ષ 2001માં, તુલસી તંતીએ તેમનો ટેક્સટાઈલનો વ્યવસાય વેચી દીધો જેથી તેઓ પવન ઊર્જાના વ્યવસાયના વિકાસ પર પુરતુ ધ્યાન આપી શકે. વર્ષ 2009માં, સુઝલોનને હજુ પણ તુલસી તંતી સક્રિયપણે ચલાવી રહ્યા છે, અને હાલ તેઓ આ કંપનીના ચેરમેન તેમજ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. વર્ષ 2003માં, સુઝલોને યુએસએ (USA)માં પ્રથમ વખત પોતાનું વેચાણ શરૂ કર્યું હતું, જેમાં ડેનમેર એન્ડ એસોસિએટ્સ દ્વારા તેમને દક્ષિણ-પશ્ચિમ મિનેસોટામાં 24 ટર્બાઈન પુરા પાડવાનો ઓર્ડર મળ્યો હતો.[૧] સુઝલોન રોટર કોર્પોરેશન દ્વારા વર્ષ 2006માં યુનાઈટેડ સ્ટેટ્સના મિનેસોટાના પીપેસ્ટોનમાં પંખાઓનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. તેમના ગ્રાહકો પૈકી એક વિન્ડ કેપિટલ ગ્રુપ પણ છે.[૯] વર્ષ 2006માં, સુઝલોને બેલ્જિયમમાં પવન ચક્કીઓ (પવન ઊર્જા માટેના ટર્બાઈન્સ)ના ગિઅર બોક્સ તૈયાર કરતી કંપની હેન્સેન ટ્રાન્સમિશન્સને હસ્તગત કરવા માટે $565 મિલિયનમાં કરાર કર્યો હતો. વર્ષ 2007માં, આ કંપનીએ જર્મનીમાં યુએસ (US)$ 1.6 અબજનું મૂલ્ય ધરાવતી આરઈપાવર (REpower) કંપનીમાં કંટ્રોલિંગ સ્ટેક (અંકુશ માટેનો શેર હિસ્સો) ખરીદ્યો હતો.
વર્ષ 2007ના જૂન મહિનામાં, સુઝલોને યુએસ (US)ની એડીસન મિશન એનર્જી (EME)ને વર્ષ 2008 દરમિયાન 2.1 મેગાવોટ (MW) ક્ષમતાના 150 પવન ચક્કી આપવા તેમજ આટલી જ સંખ્યાના પવન ચક્કી 2009માં પુરા પાડવા માટેના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. ઈએમઈ (EME) પાસે 2009માં અપાનારા 150 ટર્બાઈન ન ખરીદવા માટેનો વિકલ્પ હતો, જેને અમલમાં મુકવામાં આવ્યો હતો. વર્ષ 2009ના નવેમ્બર મહિનામાં, કંપનીએ બજારમાં નવા શેરો મુકીને હેન્સેનનો 35% હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેમણે બેંક ઓફ અમેરિકા, મેરિલ લિન્ચ અને મોર્ગન સ્ટેનલીને મેનેજરો અને ઈશ્યૂના સંચાલકો તરીકે નિયુક્ત કર્યા હતા.[૧૦]
વિન્ડ પાર્ક્સ
[ફેરફાર કરો]સુઝલોન વિશ્વમાં સૌથી મોટો વિન્ડ પાર્ક ચલાવે છે, જે તામિલનાડુના પશ્ચિમી ઘાટમાં છે અને 584 મેગાવોટ (MW) વીજળી ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, કંપની મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ક્યોના જળાશળ નજીક 201 મેગવોટ (MW) ક્ષમતાનો વાંકુસાવાડે વિન્ડ પાર્ક કે જે બાંધકામ સમયે જ એશિયાનો સૌથી મોટો વિન્ડ પાર્ક હતો તે ચલાવી રહી છે.[૧૧] સુઝલોન દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એડેલેઈડની ઉત્તરે અંદાજે 220 કિલોમીટર દૂર હેલ્લેટ્ટ વિન્ડ ફાર્મ ખાતે એજીએસ (AGL) માટે પોતાના એસ88 (S88) – 2.1 મેગાવોટ પવન ચક્કીના 45 એકમનો સ્થાપશે.[૧૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- પવન ચક્કી ઉત્પાદકોની યાદી
- હેલ્લેટ્ટ વિન્ડ ફાર્મ
- ભારતમાં સૌર ઊર્જા
હાલ ભારતનો સૌથી મોટો વિન્ડ પાર્ક તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં સંકાનેરી ખાતે આવેલો છે. તે 600 મેગવોટ (MW)થી વધારે ક્ષમતા ધરાવે છે.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- સુઝલોન
- ભારતમાં પવન ઊર્જા ફાર્મ્સ - ફાયદા અને ગેરફાયદા
- સુઝલોનના વડાએ સુકાન સંભાળ્યાના 16 મહિના પછી રાજીનામું આપ્યું
- પવનઊર્જાની ઉન્નતિ, ન્યૂ યોર્ક ટાઈમ્સ, 2006
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Suzlon FY09 consolidated revenue up 91%
- ↑ ગ્લોબલ માર્કેટ શેર્સ 2008 - અગ્રણી વેસ્ટાસ માટે ઓછો હોબાળો[હંમેશ માટે મૃત કડી]
- ↑ "વિશ્વના અબજોપતિઓ, #368 તુલસી તંતી" ફોર્બ્સ. માર્ચ 5, 2008 જુલાઈ 26, 2008ના રોજ પ્રાપ્ય.
- ↑ વેસ્ટાસ વિન્ડ સિસ્ટમ્સ એ/એસ (A/S) બજાર મુલ્યમાં ગુણાંકમાં વધારો સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન, ઈનફાઈનાન્સિઅલ્સ, 26 ડીસેમ્બર, 2009ના રોજ પ્રાપ્ય.
- ↑ http://www.fletcher.tufts.edu/ScalingAlternativeEnergy/Suzlon.pdf સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૦ ના રોજ વેબેક મશિન કેસ સ્ટડી: સુઝલોન
- ↑ http://www.suzlon.de/seiten/Suzlon_Group.pdf સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન સુઝલોન એનર્જી વેબસાઈટ
- ↑ હીરોઝ ઓફ ધ એન્વાયર્નમેન્ટ સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૫ ના રોજ વેબેક મશિન, ટાઈમ, 17મી ઓક્ટોબર 2007, 26મી ડીસેમ્બર 2009ના રોજ પ્રાપ્ય.
- ↑ "ફોર્બ્સ". મૂળ સંગ્રહિત માંથી 2007-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-03. સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
- ↑ રીન્યુએબલ એનર્જી વર્લ્ડ (અક્ષય ઊર્જાનું વિશ્વ)[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
- ↑ "એશિયાનો સૌથી મોટો વિન્ડ પાર્ક". મૂળ માંથી 2007-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
- ↑ "સુઝલોન" (PDF). મૂળ (PDF) માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.