સુરત શબ્દ યોગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સુરત શબ્દ યોગ એક આંતરિક સાધન અથવા અભ્યાસ છે જે સંત મત અને અન્ય સંબંધિત આધ્યાત્મિક પરંપરાઓ માટે અનુસરવામાં આવતી યોગ પદ્ધતિ છે. સંસ્કૃત ભાષામાં 'સુરત' એટલે આત્મા, 'શબ્દ' એટલે અવાજ અને 'યોગ' એટલે સાથે જોડાવું એમ થાય છે. આ શબ્દને 'ધ્વનિની ધારા' અથવા 'શ્રવ્ય જીવનધારા' કહેવાય છે.[૧]. શરીરમાં શારીરિક, માનસિક, અને આત્મિક બોધ-ચેતના હોય છે. એનાથી અલગ એક અન્ય તત્વ છે, જે આ બધાનો સાક્ષી છે, જેને સુરત, ચેતન તત્વ ચેતના અથવા ચેતનતા કહેવામાં આવેલ છે. સૃષ્ટિક્રમમાં આ જ સુરત અનુક્રમે શબ્દ, પ્રકાશ (આત્મા), મન અને શરીરમાં આવે છે. સુરતનો સહજ અને સ્વાભાવિક રીતે આ માર્ગથી પરત પાછા આવવું એ સુરત શબ્દ યોગનું વિષય અને હેતુ છે.[૨] સુરતને પરમ તત્ત્વ પણ કહેવામાં આવે છે. જીવનના રચના ક્રમમાં હિલોળાં પેદા થતાં સુરત અને શબ્દ બે હસ્તીઓ બની જાય છે અને જીવનની રમત શરૂ થાય છે. સુરતમાં શબ્દ (અવાજ) તરફ આકર્ષાવાનો સ્વાભાવિક ગુણ છે. આ સુરત શબ્દ યોગનો આધાર સિદ્ધાંત છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સંત મત
  • શિવદયાલ સિંહ
  • બાબા ફકીરચંદ
  • શિવવ્રત લાલ
  • રાધાસ્વામી મત

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Singh, K (૧૯૯૯). BOOK TWO: SHABD, The Sound Principle. Ruhani Satsang Books. ISBN 0-942735-94-3. Check date values in: |year= (મદદ)
  2. {{cite book|title=संत मत और आत्मानुभूति |author= दयाल फकीर चंद|editor=डॉ॰आई. सी. शर्मा|publisher=मानवता मंदिर होशियारपुर|year=૧૯૮૮|page=૧૭૭-૧૭૮|language=hi
  3. भगत मुंशीराम (૨૦૦૮). संत मत (दयाल फकीर मत की व्याख्या) (હિન્દી માં). कश्यप पब्लिकेशन. p. ૪૯. ISBN 9788190550147. Check date values in: |year= (મદદ)