સુહાસિની ગાંગુલી
સુહાસિની ગાંગુલી | |
---|---|
જન્મની વિગત | ખુલના, બંગાળ, બ્રિટીશ ભારત | 3 February 1909
મૃત્યુ | 23 March 1965 કોલકાતા, ભારત | (ઉંમર 56)
રાજકીય પક્ષ | કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
સુહાસિની ગાંગુલી (૩ ફેબ્રુઆરી ૧૯૦૯ – ૨૩ માર્ચ ૧૯૬૫) એ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા[૧][૨][૩][૪][૫][૬][૭][૮]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]શ્રીમતી ગાંગુલીનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૦૯ ના દિવસે બ્રિટિશ ભારતમાં બંગાળ પ્રાંતના ખુલના (હાલમાં બાંગ્લાદેશ)માં અવિનાશચંદ્ર ગાંગુલી અને સરલા સુંદરા દેવીને ઘેર થયો હતો. તેમનો પરિવાર બંગાળના ઢાકા બિક્રમપુરનો નિવાસી હતો. તેમણે ઢાકા ઈડન સ્કૂલમાંથી ૧૯૨૪ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઈન્ટરમીડિએટ ઑફ આર્ટ્સનો અભ્યાસ કરતી વખતે, તેમને બહેરા અને મૂંગા વિદ્યાર્થીઓ માટેની શાળામાં શિક્ષકની નોકરી મળતા તેઓ કોલકાતા આવ્યા.[૭][૧][૯]
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]પ્રારંભ
[ફેરફાર કરો]કોલકાતામાં રહીને તેઓ કલ્યાણીદાસ અને કમલા દાસગુપ્તાના સંપર્કમાં રહ્યા. તેઓ તેમને જુગંતર પાર્ટીમાંના સંપર્કમાં લાવ્યા અને તેના છત્રી સંઘના તેઓ સભ્ય બન્યા. કલ્યાણી દાસ અને કમલા દાસગુપ્તાના સંચાલન હેઠળ, ગાંગુલી, છત્રી સંગઠન વતી, રાજા શ્રીશંદ્ર નંદીના બગીચામાં તરણ શીખવતા હતા. ત્યાં ઈ. સ. ૧૯૨૯માં તેમનો પરિચય ક્રાંતિકારી રસિકદાસ સાથે થયો.[૧] જ્યારે બ્રિટીશ સરકારને તેમની પ્રવૃત્તિઓની જાણ થઈ ત્યારે તેમણે ચંદનનગરમાં આશરો લીધો, જે એક ફ્રેન્ચ સંસ્થાન હતું.[૯]
ચિત્તાગોંગ શસ્ત્રાગાર પરનો દરોડો
[ફેરફાર કરો]૧૮ એપ્રિલ ૧૯૩૦ના દિવસે, છત્રી સંગઠનના નેતાઓની સૂચનાથી ચિત્તાગોંગ શસ્ત્રાગારના દરોડા પછી, તેમણે અને શશિધર આચાર્યે પતિ પત્ની તરીકે વેશ ભજવી ચંદનનગરમાં અનંત સિંહ, લોકનાથ બાલ, આનંદ ગુપ્તા, જીવન ઘોષલ (માખન) અને અન્ય લોકોને મે ૧૯૩૦માં આશ્રય આપ્યો હતો. ૧ સપ્ટેમ્બર ૧૯૩૦ ના દિવસે, અંગ્રેજ પોલીસે તેમના ઘરે દરોડા પાડ્યા હતા અને એક ઝપાઝપી થઈ હતી. જીવન ઘોષાલ આ ઝપાઝપીમાં મૃત્યુ પામ્યા હતા અને શ્રીમતી સુહાસિની ગાંગુલી સહિતના અન્ય ક્રાંતિકારીઓ પકડાઈ ગયા હતા.[૩] પરંતુ તેઓને ટૂંક સમયમાં જ છોડી દેવામાં આવ્યા હતા. [૧][૭]
અન્ય પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]તેઓ બીના દાસ સાથે સંકળાયેલા હતા, જેમણે ૧૯૩૨ માં બંગાળના રાજ્યપાલ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.[૧૦] ઈ. સ. ૧૯૩૮ થી ૧૯૩૨ સુધી બંગાળના ક્રિમીનલ લૉ એમેન્ડમેન્ટ (BCLA) ઍક્ટ હેઠળ તેમને હિલજી ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા હતા.[૪][૭] ત્યાંથી છૂટ્યા પછી તેમણે ભારતની કોમ્યુનિસ્ટ ચળવળમાં ભાગ લીધો હતો.[૧] તેઓ ભારતના સામ્યવાદી પક્ષના મહિલા મોરચા સાથે જોડાયેલા હતા.[૧૧] ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો ન હતો આથી તેમણે પણ તેમાં ભાગ ન લીધો, પરંતુ તેમણે કોંગ્રેસના સાથીઓને મદદ કરી હતી.[૨] ભારત છોડો ચળવળના કાર્યકર હેમંત તારાફદરને તેમણે આશ્રય આપ્યો હોવાથી ઈ. સ. ૧૯૪૨ અને ૧૯૪૫ ની વચ્ચે તેમને ફરીથી જેલમાં પુરવામાં આવ્યા હતા. તેમને ઈ.સ. ૧૯૪૮ અને ૧૯૪૯ માં વેસ્ટ બેંગાલ સિક્યુરિટી એક્ટ હેઠળ ઈ.સ. ૧૯૪૮ માં સામ્યવાદ સાથેના જોડાણો માટે ઘણા મહિનાઓ માટે કેદ કરવામાં આવ્યા હતા.
પાછળનું જીવન અને મૃત્યુ
[ફેરફાર કરો]સુહાસિની જીવનભર સામાજિક સંઘર્ષ સાથે જોડાયેલા હતા. ઈ.સ. ૧૯૬૫માં એક માર્ગ અકસ્માતને કારણે તેમને કોલકાતાની પી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બેદરકારીને લીધે તેમને ટેટનસનો ચેપ લાગ્યો હતો અને ૨૩ માર્ચ ૧૯૬૫ ના દિવસે તેમનું અવસાન થયું હતું [૧][૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Sengupta, Subodh; Basu, Anjali (2016). Sansad Bangali Charitavidhan (Bengali). 1. Kolkata: Sahitya Sansad. પૃષ્ઠ 827. ISBN 978-81-7955-135-6.
- ↑ ૨.૦ ૨.૧ Ghosh, Durba (2017-07-20). Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India, 1919–1947 (અંગ્રેજીમાં). Cambridge University Press. ISBN 9781107186668.
- ↑ ૩.૦ ૩.૧ Bhattacharya, Brigadier Samir (2013-11-12). NOTHING BUT! (અંગ્રેજીમાં). Partridge Publishing. ISBN 9781482814767.
- ↑ ૪.૦ ૪.૧ "Mysterious girls". The Telegraph. મૂળ માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-23.
- ↑ Vohra, Asharani (1986). Krantikari Mahilae [Revolutionary Women] (Hindiમાં). New Delhi: Department of Publications, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 37–39.CS1 maint: unrecognized language (link)
- ↑ "Book Review Swatantrata Sangram Ki Krantikari Mahilayen by Rachana Bh…". archive.is. 2013-06-28. મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-23.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ De, Amalendu (2011). "সুহাসিনী গাঙ্গুলী : ভারতের বিপ্লবী আন্দোলনের এক উল্লেখযোগ্য চরিত্র" Suhāsinī gāṅgulī: Bhāratēra biplabī āndōlanēra ēka ullēkhayōgya caritra [Suhasini Ganguly: A notable character in the revolutionary movement of India]. Ganashakti (Bengaliમાં).
- ↑ "Book Review Swatantrata Sangram Ki Krantikari Mahilayen by Rachana Bh…". archive.is. 2013-06-28. મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-23.
- ↑ ૯.૦ ૯.૧ Chandrababu, B. S.; Thilagavathi, L. (2009). Woman, Her History and Her Struggle for Emancipation (અંગ્રેજીમાં). Bharathi Puthakalayam. ISBN 9788189909970.
- ↑ Chatterjee, India. "The Bengali Bhadramahila —Forms of Organisation in the Early Twentieth Century" (PDF). Manushi: 33–34. મૂળ (PDF) માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-14.
- ↑ Bandopadhyay, Sandip. "Women in the Bengal Revolutionary Movement (1902 - 1935)" (PDF). Manushi: 34. મૂળ (PDF) માંથી 2016-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-14.