લખાણ પર જાઓ

સૂર્યનારાયણ વ્યાસ

વિકિપીડિયામાંથી
સૂર્યનારાયણ વ્યાસ
જન્મની વિગત૨ માર્ચ ૧૯૦૨
મૃત્યુ22 June 1976(1976-06-22) (ઉંમર 74)
વ્યવસાયજ્યોતિષી / જ્યોતિર્વિદ
પ્રખ્યાત કાર્યભારતની આઝાદીનું મુહૂર્ત
પુરસ્કારોપદ્મભૂષણ

સૂર્યનારાયણ વ્યાસ (૧૯૦૨-૧૯૭૬) ભારતીય જ્યોતિષી હતા જેમને ભારતની આઝાદીના સમયનું મુહૂર્ત કાઢવાનાર જ્યોતિષી તરીકે યાદ કરવામાં આવે છે.

તેમનો જન્મ મધ્ય પ્રદેશનાં ઉજ્જૈન શહેરમાં ૨ માર્ચ ૧૯૦૨ના રોજ થયો હતો.[] તેઓએ ગ્રહો અને નક્ષત્રોને આધારે ભારત અને પાકિસ્તાનની આઝાદી માટે અનુક્રમે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસો સૂચવ્યા હતા.[] તેઓ જ્યોતિષ વિદ્યાના પ્રખર જાણકાર હતા અને તેમની એ પારંગતતાને આધારે તેમણે લાલ બહાદુર શાસ્ત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં મૃત્યુ તેમજ ૨૧મી સદીમાં ભારતના વિશ્વફલક પર પ્રભાવ વિષે પણ આગાહીઓ કરી હતી. ૧૯૬૭થી ૧૯૬૯ દરમ્યાિન ગોવિંદ નારાયણ સિંહના સમયગાળામાં તેઓ મધ્ય પ્રદેશ સરકારના સલાહકાર મંડળમાં સભ્ય હતા.[] તેમણે જ્યોતિષશાસ્ત્રમાં કરેલા યોગદાનો બદલ ભારત સરકારે ૧૯૫૮માં તેમને પદ્મભૂષણ એનાયત કર્યો હતો.[]

૨૨ જૂન ૧૯૭૬ના દિવસે તેમનું અવસાન થયું. ભારતીય ટપાલ સેવાએ વર્ષ ૨૦૦૨માં તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "India's independence was crafted by Rajendra Prasad and an astrologer" (અંગ્રેજીમાં). Daily Bhaskar. 27 January 2013. મૂળ માંથી 6 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 4 March 2016. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. "Here's why 15th August was chosen as India's Independence Day!" (અંગ્રેજીમાં). Daily Bhaskar. 13 August 2013. મૂળ માંથી 6 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 4 March 2016. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. Government of Madhya Pradesh (1967). Madhya Pradesh District Gazetteers (અંગ્રેજીમાં). Government Central Press.
  4. "Padma Awards" (PDF) (અંગ્રેજીમાં). Ministry of Home Affairs, Government of India. 2016. મૂળ (PDF) માંથી 15 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. "Indian Literature – Pandit Suryanarayan Vyas" (અંગ્રેજીમાં). Universal Postal Union. 2016. મેળવેલ 4 March 2016. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]