લખાણ પર જાઓ

સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન્સ અસોશિએશન (સેવા)

વિકિપીડિયામાંથી
સેવા (SEWA - Self-Employed Women's Association of India)
સેલ્ફ-એમ્પ્યોય્ડ વિમેન્સ એસોશિએસહન ઑફ ઈન્ડિયા (Self-Employed Women's Association of India)
સ્થાપના1972
મુખ્યમથકોઅમદાવાદ
સ્થાન
Membership
૧૯,૧૬,૬૭૬ (૨૦૧૩)
મુખ્ય વ્યક્તિઓ
ઈલા ભટ્ટ, સંસ્થાપક
વેબસાઇટwww.sewa.org
યુ. એસ. ના સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી રોધમ ક્લિન્ટન અને સેવાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રીમા નાણાવટી ૧૮ જુલાઈ, ૨૦૦૯ના દિવસે ભારતના મુંબઈમાં હંસિબા સ્ટોર ખાતે સેવા સાથે તેમની સાથે જોડાયેલા મહિલા કારીગરોની સાથે વાતો કરતા.
સેવા સંસ્થાના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ ઇલા ભટ્ટ કલંદિયા વિમેન્સ કો-ઓપરેટિવ ખાતે કાપડની પ્રશંસા કરતા

સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન (સેવા) એ ભારતના અમદાવાદમાં આવેલ એક ટ્રેડ યુનિયન છે, જે ઓછી આવક ધરાવતી, સ્વતંત્ર રીતે નોકરી કરતી મહિલા કામદારોના અધિકારોને પ્રોત્સાહન આપે છે. ભારતના આઠ રાજ્યોમાં લગભગ ૨૦ લાખ કામદારો સ્વ-રોજગાર ધરાવતી મહિલાઓ આ સંઘની સભ્ય છે. સ્વ-રોજગાર ધરાવતી સ્ત્રીઓને એવી મહિલાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેમની પાસે નિશ્ચિત નોકરીદાતા-કર્મચારી એવો સંબંધ નથી અને ઔપચારિક રીતે નોકરી કરતા કામદારોની જેમ નિશ્ચિત પગાર અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત નથી અને આથી તેઓ અનિશ્ચિત આવક અને જીવન ધરાવે છે. સેવા સંપૂર્ણ રોજગારમાં મળતી સવલતો મેળવી આપવાના આયોજનો કરવાનું ધ્યય ધરાવે છે જેમાં સ્ત્રીઓ કામ, આવક, ખોરાક, આરોગ્ય સંભાળ, બાળ સંભાળ, વીમો, પેન્શન અને આશ્રય જેવી સામાજિક સુરક્ષા મેળવે છે. આ લક્ષ્યોને પામવાના સિદ્ધાંતો સંઘર્ષ અને વિકાસ છે, જેનો અર્થ અનુક્રમે ભાગીદારો સાથે વાટાઘાટો કરવી અને સેવાઓ પૂરી પાડવાનો છે.

સેવાની સ્થાપના ૧૯૭૨માં મજૂર વકીલ અને આયોજક ઇલા ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. તે ૧૯૧૮માં ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર સંઘના ટેક્સટાઇલ લેબર એસોસિએશનના મહિલા પાંખમાંથી ઉભરી આવ્યું હતું. આ સંગઠન ખૂબ જ ઝડપથી વિકસ્યું, ૧૯૯૬માં ૩૦,૦૦૦ સભ્યોથી વધી, ૨૦૦૦માં ૩૧૮,૫૨૭ અને ૨૦૧૩માં ૧૯,૧૯,૬૭૬ અને ૨૦૨૩માં લગભગ ૨૦,૦૦,૦૦૦ જેટલા સભ્યો બન્યા. ૨૦૦૮ની નાણાકીય કટોકટી પહેલાં પણ ભારતની ૯૦% થી વધુ કામ કરતી વસ્તી અનૌપચારિક ક્ષેત્રમાં હતી (શકુંતલા ૨૦૧૫) અને ૨૦૦૯માં ૯૪% કામ કરતી મહિલાઓએ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કર્યું હતું (ભટ્ટ ૨૦૦૯). ભારતનો ઇતિહાસ અને પિતૃસત્તાક પ્રણાલીઓ પણ આ અસમાનતામાં ફાળો આપે છે કારણ કે પરંપરાગત લિંગ ભૂમિકાઓ મહિલાઓને નિયમિત, સુરક્ષિત સ્વરૂપોના શ્રમમાંથી બાકાત રાખે છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

ટી. એલ. એ. અને ગાંધીવાદી મૂળ

[ફેરફાર કરો]

આ સંસ્થા ૧૯૭૨માં ટેક્સટાઈલ લેબર એસોસિએશન (ટીએલએ) સંગઠનની મહિલા પાંખ તરીકે શરૂ થઈ હતી, જેની સ્થાપના ગાંધીજી દ્વારા ૧૯૧૮માં કરવામાં આવી હતી. સેવા ભારતના અમદાવાદમાં સ્થિત છે, જ્યાં ગાંધીજીનો આશ્રમ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે જે એક સમયે મહાત્મા ગાંધીના મોટાભાગના કાર્યો અહીંથી દોરવણી પામતા હતા. ગાંધીજીના સામૂહિક એકત્રીકરણના સિદ્ધાંતોના કારણે ટી. એલ. એ. ની સ્થાપના થઈ, જે સામાન્ય રીતે ઔપચારિક ક્ષેત્રમાં કાપડના મજૂરો સાથે સંબંધિત એક મજૂર સંઘ છે. સેવાની સ્થાપનાના યુગના સમયે, ગાંધીજીના વારસાને કારણે અમદાવાદમાં યુવાનો ગરીબો સાથે વાતચીત કરવા માટે ઉત્સાહી હતા. સ્પષ્ટ રીતે ઉલ્લેખીત નથી તેમ છતાં પણ, ઔપચારિક ક્ષેત્રમાં ઓછી આવક ધરાવતા કામદારો પુરુષો હોવાની શક્યતા વધુ હોય છે કારણ કે સાંસ્કૃતિક પ્રથા પુરુષોને સુરક્ષા અને ઉચ્ચ દરજ્જાના હોદ્દા પર મૂકે છે. ઔપચારિક ક્ષેત્રની બહાર કામ કરતી વ્યક્તિઓમાં ઘણી મહિલાઓ હતી અને તેમનું રક્ષણ કરતી કોઈ સંસ્થા ન હતી. ૧૯૭૦ના દાયકામાં ટી. એલ. એ. ના યુવાન વકીલ તરીકે ઈલા ભટ્ટે આ મહિલાઓને કાપડ કારખાનાઓની બહાર જોઈ હતી અને ટી. એલ. એ ની અંદર અનૌપચારિક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓમાટે એક અલગ પાંખની સ્થાપના કરી.[]

સેવાની સ્થાપના ના સમયમાં ટી. એલ. એ. માં લિંગ ભેદભાવ હતો, તેના તમામ આગેવાનો પુરુષો હતા .

ટી. એલ. એ. અને સેવા વચ્ચે મતભેદ હોવા છતાં, સેવાના સિદ્ધાંતોમાં મહાત્મા ગાંધીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે જે સત્ય, અહિંસા અને સંગઠનને સફળ બનાવવા માટે એકતા પર આધારીત છે. સત્ય (સત્ય અહિંસા) (તમામ ધર્મો, તમામ લોકો અને ખાદીનું એકીકરણ) (સ્થાનિક રોજગાર અને આત્મનિર્ભરતાનો પ્રચાર) આધારે સેવાના દરેક નિર્ણયને લેવાય છે, આજ ગુણોએ ગાંધીજીને ભારતીય સ્વતંત્રતા ચળવળમામ્ ગરીબ લોકોને સંગઠિત કરવામાં મદદ કરી હતી.[]

ઇલા ભટ્ટ

[ફેરફાર કરો]

૧૯૭૨માં, સેવા ટી. એલ. એ. દ્વારા ન આવરીલેવાયેલી તથા કાપડ મિલો અને આવકના અન્ય ઔપચારિક સ્રોતોની બહાર કામ કરતી મહિલાઓના સમૂહ તરીકે અસ્તિત્વમાં આવી. સેવા સભ્યોના પ્રારંભિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૯૭% સભ્યો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, ૯૩% નિરક્ષર હતા, સરેરાશ સભ્યને ચાર બાળકો હતા અને ત્રણમાંથી એક પરિવારમાં રોટલો રળનારી મુખ્ય વ્યક્તિ હતી. તેમનો પ્રથમ મોટો પ્રોજેક્ટ સેવા સહકારી બેંક હતો, જેની સ્થાપના ૧૯૭૪માં ઓછી આવક ધરાવતા સભ્યોને લોન આપવા માટે કરવામાં આવી હતી.[]

મુંબઈમાં સેવા હંસિબા સ્ટોર ખાતે ઉત્પાદનો

આ તમામ સિદ્ધિઓ પાછળ મુક્ય પ્રેરણા સેવાના સ્થાપક ઇલા ભટ્ટ હતા. તેમનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ અમદાવાદમાં બ્રાહ્મણ જાતિ વકીલના પરિવારમાં થયો હતો અને તેઓ ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં ટી. એલ. એ. ના વકીલ હતા. તેમણે જાણ્યું કે અમદાવાદમાં ગરીબ મહિલાઓ માત્ર ઘરેલુ કામદારો જ નહોતી, પરંતુ તેઓ ઘરે વિવિધ પ્રકારના વ્યવસાયો ચલાવતી, શેરી વિક્રેતાઓ, બાંધકામ મજૂરો તરીકે પણ કાર્ય કરતી અને ભારતના અર્થતંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ થતું ન હતું. ૨૦૦૯માં ભારતીય કામ કરતી મહિલાઓમાં ૯૪% સ્વ રોજગારી ધરાવતી હતી, છતાં ૧૯૭૨ સુધી કોઈપણ પ્રકારના અનૌપચારિક મજૂર સંઘની રચના થઈ ન હતી. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ઇલાબેન ભટ્ટને પોતાના આદર્શોમાંના એક તરીકે જોયા હતા. હિલેરીએ ૧૯૯૫માં પ્રથમ વખત સેવાની મુલાકાત લીધી હતી. તેમણે એક ભાષણમાં, ઈલાબેનને મૃદુભાષી અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવ્યા હતા.[]

તાજેતરનો ઈતિહાસ

[ફેરફાર કરો]

જૂન ૨૦૨૪માં સમગ્ર ભારતમાં હજારો મહિલાઓને ભારે ગરમીની અસરનો સામનો કરવામાં મદદ કરવા માટે એક વીમા પૉલિસીએ આયોજન કર્યું છે.આ નીતિ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના ૨૨ જિલ્લાઓમાં ૫૦,૦૦૦ મહિલાઓને આવરી લે છે.

  1. ૧.૦ ૧.૧ Edward Webster (2011). "Organizing in the Informal Economy: Ela Bhatt and the Self-Employed Women's Association of India" (PDF). Labour, Capital and Society. 44: 99–125.
  2. "About Us". મૂળ માંથી 2020-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2025-03-23. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. Howard Spodek (October 1994). "Review: The Self-Employed Women's Association (SEWA) in India: Feminist, Gandhian Power in Development". Economic Development and Cultural Change. 43 (1). University of Chicago Press: 193–202. doi:10.1086/452141. JSTOR 1154338. S2CID 155233844. {{cite journal}}: Unknown parameter |s૨cid= ignored (મદદ)
  4. "Hillary Clinton and Elaben Bhatt: Why the former US First Lady saw the late founder of SEWA as a role model". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-04. મેળવેલ 2023-02-04. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)