સેવપુરી
Appearance
સેવપુરી એ ભારતીય મહાનગરોની ઉપજ છે. "ચાટ" નામના ખાદ્ય પદાર્થની શ્રેણીમાં આવતી આ વાનગી એક ચટપટી વાનગી છે. મુંબઈની સેવપુરી વખણાય છે. પુરી ઉપર વિવિધ પ્રકારના પદાર્થોના થર કરીને આવાનગી બનાવાય છે.
આ વાનગીમાં વપરાતાં પદાર્થોની વિવિધતાને કારણે સેવપુરી ઘેર બનાવવી એક કડાકૂટ ભર્યું કામ છે.
સામગ્રી
[ફેરફાર કરો]- મેંદાની કડક પુરી,
- બાફેલા સમારેલા બટેટાં,
- જીણાં સમારેલા કાંદા (ડુંગળી),
- લસણની ચટણી,
- કોથમીરની ચટણી,
- ખજૂર આમલીની ચટણી,
- ઝીણી સેવ,
- તળેલી ચણાની દાળ,
- ઝીણી સમારેલી કોથમીર,
- જીણા સમારેલા ટામેટાં,
- ચાટ મસાલો,
- લીંબુ.
કૃતિ
[ફેરફાર કરો]- પ્લેટમાં પુરીઓ ગોઠવો.
- તેના પર અનુક્રમે બટેટાં, કાંદા, લસણની ચટણી, કોથમીરની ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ, તળેલી ચણાની દાળ, ઝીણી સમારેલી કોથમીર, ઝીણાં સમારેલા ટામેટાં, ચાટ મસાલો મૂકતા જાવ.
- તેના પર લીંબુને નીચોવો અને ખાવ.