સ્વપ્ના બર્મન

વિકિપીડિયામાંથી

સ્વપ્ના બર્મન (જન્મ: ૨૯ ઓક્ટોબર ૧૯૯૬) એક ભારતીય હેપ્ટાથ્લીટ છે. ૨૧ વર્ષની ઉંમરે સ્વપ્ના બર્મન ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સાત ટ્રેક અને ફીલ્ડની શિસ્તને આવરી લેતા હેપ્ટાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં. હેપ્ટાથલોનમાં સૌથી મુશ્કેલ ટ્રેક અને ફીલ્ડ રમતમાંથી એક માનવામાં આવે છે અને તેમણે દાંતના દુખાવા સાથેઆ સ્પર્ધા પૂરી કરી હતી. પીડા ઘટાડવા માટે તેમને ભારે ટેપ કરાયેલા જડબા અને દાઢી સાથે સ્ટેડિયમમાં હાજર રહેવું પડ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૯માં તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

સ્વપ્ના બર્મનનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી નજીકના ઘોસ્પારા ગામે 1996 માં એક ગરીબ રાજબોંગશી પરિવારમાં થયો હતો. તેમનાંગૃહિણી માતા અને રિક્ષાચાલક પિતા પરિવાર માટે દિવસમાં માત્ર બે ટંક ભોજન મળી રહે એટલા પૂરતું કમાઈશકતા હતા. તેમની પાસે તેમની પુત્રીની ઍથ્લેટિક્સ કારકિર્દીને ટેકો આપવા માટે પૂરતાં પૈસા નહોતા. તેમનાં પિતા તેમને રિક્ષામાં નજીકના રમતના મેદાનમાં મૂકી આવતા. [3][2] સ્વપ્ના બર્મનને જન્મથી જબંને પગ પર છ આંગળીઓ હતી. વર્ષો સુધીતેમણેપોતાની છ આંગળીઓને પાંચ આંગળીઓ માટેનાં જૂતાંમાં ફિટ કરી. હેપ્ટાથલોન જેમાં સાત ટ્રૅક અને ફીલ્ડની શાખાઓ સામેલ છે, ઍથ્લીટ્સને તેમની સહનશીલતા અને તાકાતની ટોચ મર્યાદા સુધી ખેંચે છે. બહુદિવસીય સ્પર્ધામાં શક્ય તેટલા વધુ પોઇન્ટ મેળવવા માટે તેમને રનિંગ,થ્રો અને જમ્પિંગની મજબૂત તકનીકની જરૂર હોય છે. બર્મન માટેજમ્પિંગ ઇવૅન્ટમાં દરેક લૅન્ડિંગથી પીડા વધતી જતી અને દોડ ખરાબ થતી જતી હતી. ૨૦૧૨માં તેઓ સારી તાલીમ મેળવવા માટે કોલકાતા આવ્યાં. ૨૦૧૩માં, કોલકાતાના સૉલ્ટ લેક સિટીમાં સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના (SAI) નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસના કોચ સુભાષ સરકારસ્વપ્ના બર્મનને SAI છાત્રાલયમાં લઈ આવ્યા. ૨૦૧૩માં સરકારે તેમને ગુંટુરમાં યુવા હેપ્ટાથલોન સ્પર્ધા માટે મોકલ્યાં હતાં. તેમણે ૪,૪૩૫નો સ્કોર કર્યો અને સિલ્વર મેડલ જીત્યો. આ તેમની હેપ્ટાથલોન કારકિર્દીની શરૂઆત હતી. હવેતેમની પાસે જૂતાં બનાવનાર કંપનીઓ અને અન્ય લોકો પાસેથી તેમનાંમાટે ખાસ જૂતાંબનાવવા માટેની ઘણી ઑફર્સ છે.. [4]

વ્યાવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

  • ૨૦૧૪ એશિયન ગેમ્સમાં તેમણે પ્રથમ વખત વરિષ્ઠ વર્ગની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
  • ૨૦૧૭ એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં તેમણે ૫,૯૪૨ પોઇન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
  • તે વર્ષ પછી તેમણે પટિયાલા ફેડરેશન કપમાં ૫,૮૯૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ૨૦૧૯માં આ સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક જીત્યો હતો.
  • ૨૦૧૮માં તેમણે હેપ્ટાથલોનમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
  • ઑગસ્ટ ૨૦૧૯ માં તેમને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વ્યક્તિગત માહિતી[ફેરફાર કરો]

  • જન્મ: ૨૯ ઓક્ટોબર ૧૯૯૬
  • ઘોસ્પરા, જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ, ભારત રમતગમત
  • દેશ: ભારત રમતગમત: ઍથ્લેટિક્સ
  • ઇવેન્ટ : હેપ્ટાથલોન

સિદ્ધિઓ અને ટાઇટલ[ફેરફાર કરો]

  • વ્યક્તિગત શ્રેષ્ઠ: ૬,૦૨૬ પોઇન્ટ (જકાર્તા ૨૦૧૮)

ચંદ્રક વિજય[ફેરફાર કરો]

  • પ્રતિનિધિત્વ : ભારતનું
  • એશિયન ગેમ્સ, ૨૦૧૮ જકાર્તામાં સુવર્ણ
  • એશિયન ચૅમ્પિયનશિપ્સમાં સુવર્ણ, ૨૦૧૭ ભુવનેશ્વર
  • એશિયન ચૅમ્પિયનશિપ, ૨૦૧૯ દોહામાં રજત
  • ફેડરેશન કપમાં સુવર્ણ, ૨૦૧૭ નવી દિલ્હી