સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ દ્વારા વિરચિત વૈદિક ગણિત અંકગણિતીય ગણના માટેની વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધિઓનો એક સમૂહ છે. આ વૈદિક ગણિતમાં ૧૬ મૂળ સૂત્ર આપવામાં આવ્યા છે. વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે, જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરિત સંભવ બને છે. સ્વામીજીએ આ પદ્ધતિનું પ્રણયન વીસમી શતાબ્દીનાં પ્રારંભિક સમયકાળમાં કર્યું હતું. સ્વામીજીના કથન અનુસાર આ સૂત્રો, જેના પર ‘વૈદિક ગણિત’ નામક એમની કૃતિ આધારિત છે, તે અથર્વવેદના પરિશિષ્ટમાં આવે છે. પરંતુ વિદ્વાનોનું કહેવું એમ છે કે આ સૂત્રો હજુ સુધી જ્ઞાત અથર્વવેદના કોઇ પરિશિષ્ટમાં નથી જોવા મળતાં. કદાચ એમ હોય શકે કે સ્વામીજીએ આ સૂત્રો જે પરિશિષ્ટમાં જોયાં હોંય તે દુર્લભ હોય તથા કેવળ સ્વામીજીના જ સજ્ઞાનમાં હોય. વસ્તુતઃ આજની સ્થિતિમાં સ્વામીજીની ‘વૈદિક ગણિત’ નામક કૃતિ સ્વયં એક નવીન વૈદિક પરિશિષ્ટ બની ગઈ છે.

વૈદિક ગણિતનાં સોળ સૂત્રો[ફેરફાર કરો]

સ્વામીજીના એકમાત્ર ઉપલબ્ધ ગણિતના ગ્રંથ ‘વૈદિક ગણિત' અથવા 'વેદોનાં સોળ સરળ ગણિતીય સૂત્ર’ના વિખરાયેલા સંદર્ભો શોધીને ડૉ. વાસુદેવ શરણ અગ્રવાલ નામના ગણિતશાસ્ત્રીએ સૂત્રો તથા ઉપસૂત્રોની સૂચી ગ્રંથના આરંભમાં આ પ્રકારે આપી છે. —

૧. એકાધિકેન પૂર્વેણ

   - પહેલા કરતા એક વધારે તથા એક વડે 

૨. નિખિલં નવતશ્ચ્રમં દશતઃ

   - બધા ૯ માંથી અને છેલ્લો ૧૦ માંથી 

૩. ઉર્ધ્વતિર્યગ્ભ્યામ્

   - ઉભા અને આડા (ગુણાકાર)

૪. પરાવર્ત્ય યોજયેત્

   - ક્રમની અદલા-બદલી કરો 

૫. શૂન્યં સામ્ય્સમુચ્ચ્યે

   - ક્રમની અદલા-બદલી અને ગોઠવણ (ગુણક સંખ્યાની)

૬. આનુરુપ્યે શૂન્યમન્યત્

   - જો રચના સરખી છે (બંને બાજુના સમીકરણની, તો) તે રચના શૂન્ય બરાબર થશે.

૭. સંકલનવ્યવકલનાભ્યામ્

   - સંકલન વ્યવકલન અને અદ્યમદય ના નિયમ મુજબ 

૮. પૂર્ણાપૂર્ણાભ્યામ્

   - પૂર્ણ રૂપ દ્વારા અથવા પૂર્ણ રૂપ નથી એના દ્વારા 

૯. ચલનકલનાભ્યામ્

   - ચલન કલનશાસ્ત્ર

૧૦. યાવદૂનમ્

   - ઘન ઘાતાંક માટે 

૧૧. વ્યષ્ટિસમષ્ટિ:

  - ચોક્કસ અને વ્યાપક 

૧૨. શેષાણ્યડ્કેન ચરમેણ

    - છેલ્લા અંકની શેષ 

૧૩. સોપન્ત્યદ્વયમંત્ચ્યમ્

    -અંતિમ (દ્વિપદી) અને છેલ્લા (દ્વિપદી) નું બમણું (શૂન્ય થાય)

૧૪. એકન્યુનેન પુર્વેણ

    - એકાધિકા પુર્વેણનું વિપરીત

૧૫. ગુણિતસમુચ્ચ્ય:

  - સરવાળાનો ગુણાકાર

૧૬. ગુણકસમુચ્ચય:

  - બધા ગુણકો


વૈદિક ગણિતીય સુત્રોની વિશેષતાઓ (૧) આ સુત્રો ખુબ સરળતાથી સમજી શકાય એવા છે. એમનાં અનુપ્રયોગ સરળ છે તથા સરળતાથી યાદ રહી જાય તેવા છે. બધી રીતો મોઢે ગણતરી કરવામાં ખુબ ઉપયોગી છે.