હંસરામ પહેલવાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇ. સ. ૧૯૩૨માં હંસરામ પહેલવાનનો જન્મ ભારત દેશની રાજધાની દિલ્હી નજીક આવેલા ગુડગાંવ શહેર નજીક આવેલા ઝાડસા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી લેખરામ હતું. તેઓ ઝાડસા ગામના એક લોકપ્રિય સોની હતા.

જીવન વૃતાંત[ફેરફાર કરો]

હંસરામે ગુડગાંવ ખાતે આવેલી સિનિયર સેકન્ડરી શાળામાંથી દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી, કારણ કે એ સમયે ગામમાં સરકારી શાળાઓ ન હતી. ગામમાં માત્ર પ્રાથમિક શાળા જ હતી. એમના ભાઈ હરિચંદ વર્મા એમના સમયના મશહૂર કબડ્ડીની રમતના ખેલાડી રહ્યા હતા. જ્યારે ગામના એક છોકરાએ હંસરામની પિટાઇ કરી ત્યારે એમના ભાઈના કહેવાથી હંસરામે ગામના કૃષ્ણ મંદિર અખાડામાં જવાનું શરૂ કરી દિધું. અહિંયાં બ્રિજલાલ ગામના છોકરાઓને કુસ્તીનું પ્રશિક્ષણ આપતા હતા. ઇ. સ. ૧૯૫૦ના વર્ષમાં તેઓ પોસ્ટ અને ટેલીગ્રાફ વિભાગ (દિલ્હી)માં એક ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (વર્તમાન સમયમાં ભારતીય ડાક સેવા વિભાગમાં).

ગુરુ હનુમાન પાસેથી પ્રશિક્ષણ[ફેરફાર કરો]

દિલ્હીમાં નોકરી કરવાના સમયે એમણે અહિંયાના હનુમાન અખાડામાંથી ગુરુ હનુમાનના સાનિધ્યમાં કુસ્તીના દાવપેચ શીખવાનું શરૂ કરી દિધું. ગુરુ હનુમાનના પ્રશિક્ષણ દ્વારા એમણે ભારતીય ડાક તાર વિભાગના બધા જ કર્મચારીઓને હરાવ્યા હતા. સારી રીતે ઓળખાણ જ્ઞાત નામ શ્રી સોહન લાલ (પશ્ચિમ બંગાળ પહલવાન) હતું. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં યોજાતા બધા જ કુસ્તી દંગલોમાં આ પહેલવાને અન્ય બધા જ પહેલવાનોને ચિત્ત કર્યા હતા.

વિજય અભિયાન[ફેરફાર કરો]

ગુડગાંવની નજીકમાં ઇસ્લામપુર ગામમાં દર વર્ષે ગુગા નવમી પર યોજાતા કુસ્તીના દંગલમાં હંમેશા તેઓ વિજયી રહેતા હતા. તેઍ ડાક તાર વિભાગ દિલ્હીના નામચીન પહેલવાનોમાં ગણાતા હતા.

ડૉક્ટરો દ્વારા કુસ્તી છોડાવડાવું[ફેરફાર કરો]

ઇ. સ. ૧૯૭૨ના વર્ષમાં તેઓને એક ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો અને બધા ડૉક્ટરોના કહેવાથી પોતાના અતિપ્રિય ખેલની રમતને અલવિદા કરી હતી.

ફરી કુસ્તી દંગલમાં ઉતરવું[ફેરફાર કરો]

ત્યાર બાદ ઇ. સ. ૧૯૮૭ના વર્ષમાં જ્યારે તેઓ કુસ્તીને અલવિદા કહી ચુક્યા હતા ત્યારે તેમના ગામમાં હરિયાણા (Hariyana) રાજ્યના ગામમાંથી આવેલા બરિયલ પહેલવાન તરફથી કરાયેલા લલકારને ઝીલીને તેઓએ દંગલમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. કોઈપણ પહેલવાન બરિયલ પહેલવાનને હરાવી શક્યો ન હતો, ત્યારે હંસરામજીએ ૫૨ વર્ષની ઉંમરે તે પહેલવાનને ધુળ ચટાડી હતી. એમની આવી તાકાત અને કુસ્તી તરફના પ્રેમને કારણે આખા ગુડગાંવ ક્ષેત્રનાં ગામના લોકો આજે પણ એમનું નામ આદર સાથે લેતા હોય છે.

મૃત્યુ[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૯૪ના વર્ષમાં એક ટ્રક દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું હતું.