હજીરા બંદર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હજીરા બંદર અથવા સુરત બંદર (English: Hazira Port) ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે ૨૦ કિલોમીટર જેટલા અંતરે અરબી સમુદ્રના કિનારે હજીરા ખાતે આવેલ એક ઊંડાઈ ધરાવતું બંદર છે. અહીં એલએનજી ટર્મિનલ સવલત અને મલ્ટી-કાર્ગો સવલત હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (HPPL) દ્વારા બાંધવામાં આવેલ છે. આ એલએનજી સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે, જ્યારે કાર્ગો બંદરનું નિર્માણ વિકાસ હેઠળ છે. આ શેલ ગેસ બી. વી (શેલ) અને ટોટલ ગેઝ ઇલેક્ટ્રીસાઇટ હોલ્ડીંગ ફ્રાન્સ (ટોટલ) કંપનીઓ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. શેલ આ સાહસમાં ૭૪ % હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો ટોટલ ધરાવે છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Hazira port". haziralngandport. મૂળ માંથી 2014-05-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ મે ૨૦૧૪.
  2. "Company Overview of Hazira Port Private Ltd". investing.businessweek.com. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૮.