હથિયારો

વિકિપીડિયામાંથી

હથિયાર એ માનવ, પશુ કે ઇમારતોને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે વપરાતુ સાધન છે. હથિયારો શિકાર કરવા, હુમલો કરવા, આત્મરક્ષા માટે કે પછી યુદ્ધ વખતે સુરક્ષા માટે વપરાય છે અને સાદા એવા સાધન જેમ કે ગદા તેમજ ભાલાથી માંડીને અત્યાધુનિક સંયંત્રો જેવી કે આંતરરાષ્ટ્રીય બેલાસ્ટિક મિસાઈલ સુધી વિસ્તરેલ છે. હથિયાર ધરાવતી વ્યક્તિ સશસ્ત્ર કહેવાય. વ્યાપક રીતે જોતાં શત્રુ પર કાબૂ મેળવવા કે તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવા માટે વપરાતા કોઈ પણ સાધનનો હથિયારમાં સમાવેશ થાય છે. તેના ઉદાહરણો માં શત્રુનુ નૈતિક બળ ઘટાડે એવા શસ્ત્રો જેમ કે ઘેરાબંધી, યુદ્ધ કૌશલ્ય અને મનોવૈજ્ઞાનિક શસ્ત્રો વગેરેનો સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગૈતિહાસિક[ફેરફાર કરો]

નીઓલીથિક માનવસર્જિત વસ્તુઓની હારમાળા જેમાં કડા, કુહાડીના મથાળા, છીણી અને ચમકાવવા માટેના ઓજારોનો સમાવેશ થાય છે.

ચિંપાન્ઝિઓમાં એકદમ સરળ હથિયારનો ઉપયોગ થતો જોવા મળ્યો છે,[૧] જે એવી માન્યતા તરફ દોરી જાય છે કે આદિમાનવે લગભગ 5 મિલિયન વર્ષ પૂર્વ પ્રાથમિક શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો હતો.[૨] તે લાકડાની ગદા, ભાલા અને અણઘડ પથ્થરો હોઈ શકે – જેમાથી કોઈ પણ સ્પષ્ટ વૃત્તાંત રાખી શકે તેમ નહોતુ.

પ્રાચીનકાળમાં વપરાતા સ્પષ્ટ હથિયારો નીચે મુજબ હતા :

 • લગભગ 4,00,000 વર્ષ જૂનુ, ઘા કરી શકાય તેવા 8 કાષ્ઠના ભાલા વાળો સ્કોનિગર ભાલો.[૩]
 • 250,000 વર્ષ પહેલા કાષ્ઠના ભાલા અગ્નિમાં તપાવી સખત બનાવેલ તીક્ષ્ણધારથી સજ્જ કરવામાં આવતા.[સંદર્ભ આપો]
 • સૌથી જૂનુ એટલટલ 27,000 વર્ષ જૂનુ છે.[સંદર્ભ આપો]
 • છુટ્ટી ફેંકવાની લાકડીઓ પણ પુરાતન પ્રકારના શસ્ત્રોમાની એક છે.

પ્રાચીન તેમજ શાસ્ત્રીય[ફેરફાર કરો]

સશસ્ત્ર કેટાફ્રેક્ટ (સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા) અશ્વ દ્વારા તૈયાર કરાયેલ ચાર પૈડાનું ભારે પથ્થરો ફેંકવાનું યંત્ર, [10].

પ્રાચીન શસ્ત્રો નવપાષાણ યુગ પાછળના સમયગાળાના હથિયારોના ઉત્ક્રાંતિજનક સુધારેલ સ્વરૂપ હતા, પણ સામગ્રી તેમજ ઘડતર કલામાં મહત્વપૂર્ણ સુધારા થવાથી સૈન્ય પ્રૌદ્યોગિકી વિજ્ઞાન (ટેકનોલોજી)માં ક્રાંતિની હારમાળા સર્જી:

તામ્ર યુગ (3,300 ઈ.સ. પૂર્વ (BC))માં તાંબાથી શરૂ કરતા ધાતુના ઓજારો વિકાસ પામ્યા અને કાંસાથી નિર્મિત કાંસ્ય યુગી તલવારો તેમજ તેના જેવા અન્ય હથિયારો તેની નવી પેઢી રૂપ બન્યા.

પ્રથમ સંરક્ષણાત્મક રચના અને કિલ્લેબંધી કાંસ્ય યુગમાં જોવા મળી.[૪] તેણે સુરક્ષા ના વધતા જતા મહત્વને ઉજાગર કર્યો. પાછળથી કિલ્લેબંધીને તોડવા માટેના હથિયારો પણ ઘડવામાં આવ્યા, ઉદાહરણ તરીકે 2500 ઈ.સ. પૂર્વ (BC)માં બેટરિંગ-રેમ (દિવાલ કે દરવાજો તોડવા ઉપયોગમાં લેવાતું લાંબું ભારે લાકડું) ઉપયોગમાં લેવાતા.[૪]

જોકે શરૂઆતની લોહયુગની તલવારો તેમની કાંસ્ય નિર્મિત અગાઉની તલવારોથી ઉચ્ચ કક્ષાની નહોતી, ઉપ-સહારા આફ્રિકામાં લગભગ 1200 ઈ.સ. પૂર્વ (BC)ની આસપાસ,[૫] લોહ-કામનો વિકાસ થતા હથિયાર ઉત્પાદનમાં મોટા પાયે લોખંડનો ઉપયોગ શરૂ થયો,[૬] કારણ કે ખનિજ સ્વરૂપ લોખંડ કાંસાને બનાવવા માટે જરૂરી તાંબા તેમજ પતરા કરતા વધુ સરળ રીતે ઉપલબ્ધ હતુ.

અશ્વદળ તૈયાર કરવા માટે ઘોડાઓને માણસનું વજન ખમવા માટે પ્રશિક્ષિત કરવામાં આવતા . ઘોડા દ્વારા પરિસીમાનું વિસ્તરણ થયું તેમજ હુમલો કરવાની ઝડપ વધી, પણ ગુણવત્તામાં સુધારો કરવા છતાંય તે એક હથિયાર નહોતુ. ઘોડાઓના પાલન તેમજ આરા વાળા પૈડાનો મોટા પાયે થતો ઉપયોગ, 2,000 ઈ.સ. પૂર્વ (BC) સુધી વજનમાં હલકા એવા ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથ તરફ લઈ ગયો.[૭] આ કાળ દરમિયાન રથ દ્વારા આપવામાં આવતી ચલાયમાનતાનું મહત્વ હતું.[સંદર્ભ આપો] આ કાળ દરમિયાન રથ દ્વારા આપવામાં આવતી ચલાયમાનતાનું મહત્વ હતું. લગભગ 1300 ઈ.સ. પૂર્વ (BC) સુધી આરા વાળા પૈડાં ધરાવતા રથનો ઉપયોગ ચરમ સીમાએ પહોંચ્યો, અને ત્યારબાદ ઘટવા લાગ્યો, જેથી 4થી સદી ઈ.સ. પૂર્વ (BC) સુધીમાં તે સૈન્ય ઉપયોગમાં આવતો બંધ થયો.[૮]

હથિયાર તરીકે તૈયાર કરવામાં આવતા જહાજ કે યુદ્ધજહાજ જેવા કે ટ્રિરેમેસ 7મી સદી ઈ.સ. પૂર્વ (BC)થી વાપરવામાં આવતા.[૯] 4થી સદી ઈ.સ. પૂર્વ (BC) સુધીમાં સમયાંતરે આ જહાજોનું સ્થાન મોટા જહાજો લઈ ગયા.

યુદ્ધ કૌશલ્ય અને વ્યવસ્થા[ફેરફાર કરો]

ટેકનોલોજી (પ્રૌદ્યોગિકી વિજ્ઞાન)ની પ્રગતિ સાથે માનવ સંગઠનનું સ્તર પણ સુધર્યું જેને કારણે સલ્તનત અને સેનાઓનો વિકાસ થયો. સુશિક્ષિત સેનાઓએ આક્રમક તેમજ લશ્કરી માનસ ધરાવતા રાજ્યોનો ઉદભવ થવા દીધો.જ્યાં અગાઉની ગ્રીક સેનાઓ શારીરિક પ્રશિક્ષણ અને વ્યક્તિગત ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતી, શત્રુ સામે લાભદાયક પરિસ્થિતિ મેળવવા જટિલ યુદ્ધનીતિઓનો વિકાસએ રોમન સેના દ્વારા કરવામાં આવેલ મહત્વનું આધુનિકીકરણ હતું.[૧૦]

મધ્ય યુગ[ફેરફાર કરો]

લંડનના ટાવરમાં રજૂ કરાયેલ પ્રાચીન ચીની તોપ.

મધ્ય યુગ દરમિયાન યુરોપના યુદ્ધો વિશાળ પાયદળ દ્વારા ટેકો અપાયેલ નાઈટ્સના ઉચ્ચવર્ગીય સમૂહોના પ્રભુત્વ હેઠળ હતા (દ્વન્દ્વ યુદ્ધ તેમજ ઘોડે સવાર બંને ક્ષેત્રોમાં). તેઓ ચલાયમાન દ્વન્દ્વ યુદ્ધ તેમજ ઘેરાબંધીમાં સામેલ હતા કે જેમાં ઘેરાબંધીના વિવિધ શસ્ત્રો અને વ્યૂહ રચનાઓનો સમાવેશ થતો. ઘોડેસવાર નાઈટ્સ દ્વારા ભાલાથી હુમલો કરવાની વ્યૂહરચના ઘડવામાં આવતી જેથી શત્રુની વ્યૂહરચના પર પ્રહાર થતો અને એક વખત ચક્રવ્યૂહ માં ઘુસ્યા પછી વધુ અસરકારક શસ્ત્રો (જેવા કે તલવારો)નો ઉપયોગ કરવામાં આવતો. જ્યારે, સુસંગઠિત વ્યૂહરચનાના યુગ પહેલા, પાયદળ સસ્તા તેમજ ટકાઉ શસ્ત્રો, જેવા કે સામ-સામી યુદ્ધ માટે બરછી અને ભાલા તેમજ અમુક અંતરે થતા યુદ્ધ માટે તીર, પર નિર્ભર રહેતા. સેનાઓ વધુ સુસજ્જ બનતાની સાથે તેમના સાધનો પ્રમાણિત બન્યા અને પાયદળ તીક્ણ ભાલા સાથે નાના વધારાના હથિયારો (નાની તલવારો) તરફ વળ્યું. પૂર્વી તેમજ મધ્ય પૂર્વી યુદ્ધોમાં યુરોપિયન પ્રભાવથી સ્વતંત્ર રહીને તેને સમાન એવી વ્યૂહરચનાઓ વિકસાવવામાં આવી. આ સમયગાળાના અંત સુધીમાં સુદૂર પૂર્વ દ્વારા દારૂગોળાનો પરિચય કરાવતાં યુદ્ધો માં ક્રાંતિકારી પરિવર્તનો થયા. ખુલ્લા યુદ્ધોમાં ભાલા ધરાવતા પાયદળ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલ બંદૂકધારી સિપાહીઓની વ્યૂહરચનાનું પ્રભુત્વ વધ્યું, અને ઘેરાબંધીના હથિયાર તરીકે ટ્રિબ્વેટનુ સ્થાન મોટી તોપે લઈ લીધુ.

શરૂઆતી આધુનિક સમય[ફેરફાર કરો]

યુરોપિયન નવજાગૃતિએ પશ્વિમી યુદ્ધોમાં અગ્ન્ય શસ્ત્રોની શરૂઆત ચિન્હિત કરી. યુદ્ધભૂમિમાં બંદૂકો તેમજ રોકેટ ઉપયોગમાં લેવામાં આવ્યા. અગ્ન્ય શસ્ત્રો અગાઉના શસ્ત્રો કરતા ગુણાત્મક રીતે ભિન્ન છે કારણ કે સામા વજન અથવા કમાનને બદલે તે દારૂગોળા જેવા વિસ્ફોટક પદાર્થમાંથી ઊર્જા ઉત્સર્જિત કરતા હતા. આ ઊર્જા ખૂબ ઝડપથી ઉત્સર્જિત થાય છે અને ઉપયોગકર્તા દ્વારા સરળતાથી પુનરાવર્તિત પણ કરી શકાય છે. તેથી અગાઉના સમયના આર્ક્યુબસ જેવા અગ્નિ અસ્ત્ર માનવ ઊર્જીત શસ્ત્રો કરતા ઘણા શક્તિશાળી હતા. 16મીથી 19મી સદી દરમિયાન, દહન પ્રક્રિયામાં થતા ઉત્તરોત્તર સુધારા તેમજ બળતણ અને વિસ્ફોટક સાચવવાની કળામાં થયેલ ક્રાંતિકારી પરિવર્તનોને લીધે અગ્ન્ય અસ્ત્રો ખૂબ જ મહત્વના તેમજ અસરકારક બન્યા. યુએસ (US) આંતર વિગ્રહ દરમિયાન, મર્યાદિત વિગ્રહ વખતે આજે પણ વાપરતા  નોંધપાત્ર અને ઉપયોગી મશીનગન અને લોહ આચ્છાદિત યુદ્ધજહાજ જેવા લશ્કરી શસ્ત્રોને સામેલ કરતા અન્ય તકનીકો ઉદભવી. 19મી સદીમાં યુદ્ધજહાજમાં ચાલકબળ તરીકે નાવિક શક્તિને બદલે અશ્મિગત ઈંધણથી ઊર્જીત વરાળ એન્જિનનો ઉપયોગ થયો.

ચપ્પુ અને ફરશી બંને તરીકે બેયોનેટનો ઉપયોગ.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જ બંદૂક સજ્જ શસ્ત્રાગાર સાથે સ્વચ્છંદ રીતે ધારદાર શસ્ત્રોના યુગનો અંત આવ્યો. હોવિટ્ઝર પથ્થરના કિલ્લા કે કિલ્લેબંધીનો વિનાશ કરવા સક્ષમ બન્યા. આ એક જ આવિષ્કાર લશ્કરી બાબતોમાં ક્રાંતિ (રેવોલ્યૂશન ઈન મિલિટરી અફેર્સ (RMA)) નું કારણ બન્યુ અને એવા સિદ્ધાંત અને વ્યૂહરચનાઓની સ્થાપના કરી કે જે આજે પણ પ્રચલનમાં છે.પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજિકલ) ઉન્નતિ ઔદ્યોગિક યુગના યુદ્ધોનુ એક મહત્વનું લક્ષણ હતું – આવિષ્કારો ખુબ જ ઝડપથી નકલ કરવામાં આવતા અથવા અન્ય આવિષ્કાર દ્વારા તેને પ્રત્યુત્તરિત કરવામાં આવતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આવેલ પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજિકલ) ઉન્નતિ દરમિયાન સશસ્ત્ર વિમાનો અને ટેન્ક બનાવવાનું બીજારોપણ થયું.

આંતરવિગ્રહ (પ્રથમ વિશ્વયુદ્ધ (WW I) અને બીજા વિશ્વયુદ્ધ (WW II) વચ્ચે)ના સમય ગાળામાં મોટી ઔદ્યોગિક શક્તિઓ દ્વારા કરવામાં આવેલ સમગ્ર શસ્ત્ર-તંત્રની સતત ઉત્ક્રાંતિ સાથે આ પ્રવાહ ચાલુ રહ્યો. ઘણા આધુનિક લશ્કરી શસ્ત્રો, ખાસ કરીને જમીન આધારિત, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવેલ શસ્ત્ર તંત્ર માં ગૌણ સુધારા તરીકે જોઈ શકાય. વિસ્તૃત ચર્ચા માટે મિલિટરી ટેકનોલોજી ડ્યૂરિંગ વર્લ્ડ વોર II જુઓ.

આધુનિક[ફેરફાર કરો]

મેક્સિમ બંદૂકો અને તે પછીની વિકર્સ (અહીં દર્શાવેલ) બ્રિટિશ લશ્કરી સેવામાં સતત ૭૯ વર્ષ સુધી રાખવામાં આવી.

18મી સદીના મધ્યમાં ઉત્તર અમેરિકી ફ્રેંચ-ભારતીય યુદ્ધથી માંડીને 20મી સદીની શરૂઆત સુધી, માનવ-ઊર્જીત શસ્ત્રોનો ઉપયોગ યુદ્ધ ભૂમિના પ્રાથમિક હથિયાર તરીકે ઘટાડી દેવામાં આવ્યો જેથી દારૂગોળા આધારિત શસ્ત્રોનો ઉદભવ થયો. કેટલીક વખત “એજ ઓફ રાઈફલ્સ (રાઈફલના યુગ)”[૧૧] તરીકે પણ ઓળખાતો, આ સમય ગાળો લાક્ષણિક રીતે પાય દળ માટે અગ્નિ અસ્ત્રો તેમજ ટેકા માટે તોપના વિકાસ, તદુપરાંત મશીનગન અને ટેન્ક જેવા યાંત્રિક શસ્ત્રોના ઉપયોગની શરૂઆત તથા યુદ્ધમાં વિમાનના વ્યાપક ઉપયોગ સહિત નૌકા યુદ્ધમાં એરક્રાફ્ટ કેરિયર (વિમાન વાહક)ના ઉપયોગ, માટે જાણીતું થયું.

પ્રથમ વિશ્વયુદ્ધે સંપૂર્ણ ઔદ્યોગિક શસ્ત્રો તેમજ સામૂહિક વિનાશના શસ્ત્રો (ઉદાહરણ તરીકે રાસાયણિક તેમજ જૈવ વૈજ્ઞાનિક)નો પ્રવેશ ચિન્હિત કર્યો, અને યુદ્ધ સમયની જરૂરિયાતને પહોંચી વળવા શસ્ત્રો ખુબ જ ઝડપથી વિકસાવવામાં આવતા. સૌથી વિશેષ, તેને લશ્કરના સેનાપતિઓને અશ્વથી મુક્તિ અપાવી અને યુક્તિબદ્ધ યુદ્ધમાં મોટર વાહનના વ્યાપક ઉપયોગ દ્વારા વિનાશ સર્જવાનો વાયદો કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ લશ્કરી ટેકનોલોજીઓ જે પરિવર્તનોમાંથી પસાર થઈ તે ઉત્ક્રાંતિજનક હતા, પણ તેમણે બાકીની સદીમાં થનારા વિકાસ માટે મર્યાદા આંકી દીધી.

માનવજાતિના ઇતિહાસમાં કદાચ બીજા વિશ્વયુદ્ધને જોકે, હથિયારોના વિકાસનો સૌથી હિંસક કે ખરાબ તબક્કો માનવામાં આવે છે. એ સમયગાળામાં સંખ્યાબંધ નવી ડિઝાઈનો અને પરિકલ્પનાઓ આવી હતી, તેમજ હાલમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીઓ 1939થી 1945ના સમયગાળા દરમિયાન જ સુધારવામાં આવી હતી. પરમાણુ બોંબ આ સમયગાળામાં આવિષ્કાર કરાયેલા સૌથી શક્તિશાળી હથિયાર તરીકે ગણવામાં આવે છે, જોકે અન્ય ઘણા હથિયારો વિભન્ન રીતે વિશ્વ પર પ્રભાવી છે.

બીજા વિશ્વયુદ્ધ પછીથી[ફેરફાર કરો]

બીજા વિશ્વયુદ્ધ પછી અને શીત યુદ્ધો શરૂ થતા, હથિયારોમાં સતત ટેકનોલોજીની રીતે આધુનિકરણ શરૂ થઈ ગયું હતું. દેશો વધુને વધુ પ્રાણઘાતક અને હથિયાર વિરોધી સામગ્રીઓ તૈયાર કરવાની હોડમાં લાગી ગયા હતા. હથિયારોની હોડ ચાલુ યુગમાં પણ યથાવત રહી અને મોટાભાગના દેશોના સ્ત્રોતોને ગટરમાં ધકેલી દીધા એટલે કે સ્ત્રોતો વેડફાઈ ગયા.

બીજા વિશ્વયુદ્ધ પછીથી હથિયારોમાં નોંધનીય વિકાસ તરીકે પરમાણુ હથિયારો અને બેલાસ્ટિક મિસાઈલોના સંયુક્તીકરણ આગળને આગળ થતા વિકાસને ગણી શકાય. તેના પરિણામસ્વરૂપે આંતરખંડીય બેલાસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ (ICBM))નું નિર્માણ થયું. મોટા અસરકારક હથિયારો બનાવવાની શીત યુદ્ધ હોડના કારણે પરમાણવીય હથિયારો (હાઈડ્રોજન બોંબ) અને મલ્ટીપલ વોરહેડ મિસાઈલો (એક કરતા વધુ બોંબમારા કરતી મિસાઈલો)ની શોધ થઈ. યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયત સંઘ દ્વારા આઈસીબીએમ (ICBMs)ની પારસ્પરિક સમજૂતીએ એકબીજાને હથિયારોનો નાશ કરવાની પારસ્પરિક ખાતરી આપવા માટેની પરિસ્થિતિ ઉભી કરી આપી (નીચે જૂઓ). હથિયારોના નાશની અવ્યવસ્થિત પ્રકૃતિના કારણે પરમાણુ-આધારિત મિસાઈલોને નાના યુદ્ધો થતા હતા તે માટે બિનઉપયોગી બનાવી દીધી.

જોકે, ચોક્કસ નિર્દેશોયુક્ત દારુગોળા (અથવા “સ્માર્ટ બોંબ”)થી લઈને કમ્પ્યૂટર ઉદ્દેશિત ટેન્ક રાઉન્ડસ સહિત તમામ પ્રકારના કમ્પ્યૂટર નિર્દેશિત હથિયારોએ, હથિયારોની ચોક્કસાઈમાં મોટાપાયે સુધારો કર્યો છે. દુશ્મનો હુમલો કરે તે પહેલાની સજ્જતા, લશ્કરી કવાયતો અને હુમલાની તૈયારીના કારણે જોમખ ઉભુ થઈ શકે છે અને પ્રતિક્રિયાથી નિર્ણાયક લાભ થઈ શકે છે. સરપ્રાઈઝ (અચાનક થયેલી બાબત)ને લાંબા ગાળાના વ્યૂહાત્મક ફાયદા તરીકે જોવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના કારણે રાત્રીના અંધારામાં જોઈ શકાય તેવી ટેકનોલોજી વિકસતા, જો દુશ્મન પાસે પૂરતા હથિયારો ન હોય અને મર્યાદિત દ્રષ્ટીક્ષમતા હોય તો રાત્રે પણ દારુગોળાના હુમલા થઈ શકે છે. માનવરહિત હવાઈ વાહનોની મદદથી આધુનિક ટેકનોલોજીના સહારે દુશ્મન પર નજર રાખી તેમજ ગુપ્ત માહિતીના સંગ્રહની પદ્ધતિની મદદથી અચાનક થતા હુમલાથી બચી શકાય છે તેમજ દુશ્મન પ્રદેશના લક્ષ્યોને ઓળખવામાં મદદ મળી રહે છે.

વિભિન્ન વિસ્તારોમાં ફેલાયેલી સૈન્ય ટુકડીઓને અસરકારક રીતે અંકુશમાં રાખવા માટે તેમની વચ્ચે સંદેશાનું આદાનપ્રદાન જરૂરી છે. આધુનિક સંદેશાવ્યવહારથી સૈન્ય વિક્ષેપ વગર સતત સંપર્કમાં રહી શકે છે જેને આધુનિક ટેકનોલોજીના પ્રત્યક્ષ ફાયદા તરીકે જોઈ શકાય. એક વખત લક્ષ્ય કે વ્યૂહાત્મક પદાર્થોની ઓળખ થઈ જાય એટલે તમામ વ્યક્તિગત દળો એ તરફ આગળ વધે તે માટે વિગતવાર યોજના ઘડવી જરૂરી છે. આ ઘણો સમય માંગી લે તેવી પ્રક્રિયા છે, જેનો ઉકેલ આધુનિક સૈન્યો કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને લાવે છે. સ્વયંસંચાલિત આયોજનના સફળ અમલથી પોતાની પાસે રહેલા હથિયારોનો દુશ્મનનો પર વધુ પરિણામલક્ષી ઉપયોગ કરી શકાય છે.[સંદર્ભ આપો]

સાઈબર યુદ્ધ એવું ઉભરતું હથિયાર છે જે દુશ્મનોના આધાર માળખા, ગુપ્તચરોના ઉપકરણો અને સંદેશાવ્યવહારના તંત્રને નબળું પાડી દે છે, તેમજ તેને તમામ રીતે ભાંગી પાડે છે.

પરમાણુ યુગ અને તેનાથી આગળ[ફેરફાર કરો]

હથિયારોનો નાશ કરવા માટેની પારસ્પરિક ખાતરી (મ્યુચ્યુઅલી એસ્યોર્ડ ડિસ્ટ્રક્શન (MAD)) અસ્તિત્વમાં આવ્યા બાદ, તમામ યુદ્ધોમાં પરમાણુનાં વિકલ્પને બચવા માટેના ઉપાય તરીકે નથી માનવામાં આવતો. બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલા શીત યુદ્ધના વર્ષોમાં, યુનાઈટેડ સ્ટેટ્સ અને ભૂતપૂર્વ સોવિયત સંઘ બંને પરમાણુ હથિયારો તૈયાર કરવાની હોડમાં પરોવાયેલા હતા. દરેક દેશો અને તેમના સાથીઓ સતત એકબીજાને પરમાણુ શસ્ત્રસંરજામથી સજ્જ કરવાના ક્ષેત્રે પ્રયાસો કરવા લાગ્યા. એક તબક્કે જ્યારે સમગ્ર ગ્રહને ખમત કરી નાખવા સુધીની સંયુક્ત પ્રાદ્યોગિકીય (ટેકનોલોજીકલ) સક્ષમતા સુધી પહોંચ્યા હોવાની ખાતરી થઈ જાય (જુઓ મ્યુચ્યુઅલી એસ્યોર્ડ ડિસ્ટ્રક્શન) એટલે ત્યારબાદ નવી યુદ્ધનીતિ ઘડાતી હતી. આ સમજણ બાદ, શસ્ત્રસરંજામના વિકાસનું ભંડોળ પરમાણુ યુદ્ધ માટે વપરાવાના બદલે મર્યાદિત યુદ્ધોમાં સહાય માટે શરૂઆતમાં અપાતું હતું તેમ પરંપરાગત શસ્ત્રોની ટેકનોલોજીના વિકાસ માટે ફાળવવામાં આવવા લાગ્યું.[૧૨]

વર્ગીકરણ[ફેરફાર કરો]

ઉપયોગકર્તાઓ પ્રમાણે[ફેરફાર કરો]

- લોકો અથવા એકમો જે હથિયારોનો ઉપયોગ કરે છે
 • વ્યક્તિગત હથિયારો (અથવા નાના હથિયારો) – એક જ વ્યક્તિના ઉપયોગ માટે તૈયાર કરાયેલા હથિયારો.
 • શિકાર માટેના હથિયાર – પ્રાથમિક રીતે ભોજન કે રમતના આશાય સાથે રમત પ્રાણીઓના શિકાર માટે તૈયાર કરાયેલા હથિયાર
 • પાયદળની સહાય માટેના હથિયારો - વ્યક્તિગત હથિયારોથી મોટા, યોગ્ય રીતે ચલાવવા માટે બે કે તેથી વધુ વ્યક્તિની જરૂર પડે.
 • કિલ્લેબંધી માટે હથિયારો – કાયમી ધોરણે સ્થાપિત કરાયેલા, અથવા કિલ્લેબંધીમાં પ્રાથમિક રીતે ઉપયોગમાં લેવાતા હથિયારો.
 • પર્વતીય હથિયારો – પર્વતીય દળો દ્વારા ઉપયોગમાં લેવા માટે અથવા જે મુશ્કેલ ભૂપ્રદેશોમાં હોય તે લોકોના ઉપયોગ માટેના હથિયારો.
 • વાહન હથિયારો – કોઈપણ પ્રકારના લશ્કરી વાહનો પર લગાવી શકાય તેવા હથિયારો.
 • રેલવે હથિયારો – સશસ્ત્ર રેલવે સહિત રેલવેના ડબ્બાઓ પર લગાવી શકાય તેવા હથિયારો.
 • વિમાન હથિયારો – કેટલાક પ્રકારના વિમાનો, હેલિકોપ્ટર અથવા અન્ય હવાઈવાહનોમાં લઈ જવાતા તેમજ વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો.
 • નૌકા હથિયારો – જહાજો અને સબમરીનમાં લગાવાતા હથિયારો.
 • અવકાશના હથિયારો – અવકાશમાં ઉપયોગમાં લેવાતા અથવા અવકાશમાંથી છોડાતા હથિયારો.

કામગીરી પ્રમાણે[ફેરફાર કરો]

- હથિયારની રચના અને તેના ઉપયોગના સિદ્ધાંતો
 • એન્ટિમેટર હથિયારો (સૈદ્ધાંતિક) કે જેમાં પ્રચંડ વિસ્ફોટ કરવા માટે ભૌતિક પદાર્થ અને પદાર્થ વિરોધીઓનું સંમિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
 • તીરંદાજીના હથિયારો કે જેમાં તંગ દોરીની મદદથી હથિયાર ચલાવવામાં આવે છે.
 • તોપખાનાઓ ભારે વિસ્ફોટકોને લાંબા અંતર પર ફેંકવા માટે સક્ષમ હોય છે.
 • જૈવવિજ્ઞાનિક હથિયારો જૈવવિજ્ઞાનિક એજન્ટો ફેલાવે છે જેનાથી મોટી બીમારી કે ચેપ ફેલાય છે.
 • રાસાયણિક હથિયારો, ઝેરી અને પ્રાણઘાતક અસરો ફેલાવે છે.
 • ઊર્જા હથિયારો હુમલા કરવા માટે તીવ્ર પ્રકારની ઊર્જા દ્વારા ચાલતા હોય છે, જેમ કે લેસર અથવા સોનિક હુમલાઓ.
 • વિસ્ફોટક હથિયારોમાં વિસ્ફોટ કરવા અથવા તીક્ષ્ણ વસ્તુઓ ઉડાડવા માટે ભૌતિક વિસ્ફોટકો વપરાય છે.
 • અગ્ન્ય અસ્ત્રોમાં હુમલો કરવા માટે રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે.
 • કામચલાઉ હથિયારો કે જેમાં સામાન્ય વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
 • ઈન્સેડિઅરી હથિયારો કે જેમાં કોઈના પ્રત્યે દ્વેશભાવ રાખી આગ લગાવી નુકસાન કરાય છે.
 • બિન-પ્રાણઘાતક હથિયારો કે જેમાં કોઈની હત્યાના આશય વગર હુમલો કરાય છે.
 • ચુંબકીય હથિયારોમાં કોઈપણ વિસ્ફોટકને ફેંકવા અથવા નાના-નાના પૂંજ પર ધ્યાન આપવા માટે ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
 • મેલી હથિયારો ઉપયોગકર્તાના શારીરિક સહાયકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને સીધા જ તે લક્ષ્ય પર તાકવામાં આવે છે.
 • મિસાઈલ એવા પ્રકારના રોકેટ હોય છે જે છોડ્યા બાદ તેના નિર્ધારિત લક્ષ્ય પર પહોંચે તે માટે અગાઉથી જ નિર્દેશો આપેલા હોય છે. (ઉપરાંત પ્રક્ષેપણ હથિયારો માટે સામાન્ય શબ્દ).
 • પરમાણુ હથિયારો રેડિયોએક્ટિવ પદાર્થો હોય છે જેનાથી પરમાણુ ફિશન અને/અથવા પરમાણુ ફ્યૂઝન ડિટોનેશનો બનાવવામાં આવે છે.
 • પ્રાચીન ઢબના હથિયારોમાં ટેકનિકલ કે ઔદ્યોગિક તત્વોનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ થતો નથી.
 • રેન્જ આધારિત હથિયારો (મેલી હથિયારો જેવા નહીં) દુરની વ્યક્તિ કે વસ્તુ પર નિશાન સાધી શકે છે.
 • રોકેટ કોઈપણ વિસ્ફોટકોને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ચાલકો હોય છે.
 • આત્મઘાતી હથિયારો હુમલાખોરની જીવવાની ઈચ્છાશક્તિને પણ ખતમ કરી નાખે છે.
 • ટ્રોજન હથિયારો ભેટ સ્વરૂપે જાહેર સ્થળોએ મુકેલા હોય છે, જેને કોઈપણ વ્યક્તિ ઉપાડે એટલે વિસ્ફોટ થાય છે.

લક્ષ્ય પ્રમાણે[ફેરફાર કરો]

- લક્ષ્યના પ્રકાર પ્રમાણે હથિયાર તૈયાર કરવામાં આવે છે
 • એન્ટિ-એરક્રાફ્ટ હથિયારો હવાઈહુમલા માટે ઉપયોગમાં લેવાતી મિસાઈલો અને હવાઈવાહનોને નિશાન બનાવે છે.
 • એન્ટિ-ફોર્ટિફિકેશન હથિયારો દુશ્મનોના સ્થળો પર નિશાન સાધવા માટે તૈયાર કરાય છે.
 • એન્ટિ-પર્સનલ હથિયારો કોઈપણ એક વ્યક્તિ અથવા વધારે લોકો પર હુમલો કરવા માટે તૈયાર કરાય છે.
 • એન્ટિ-રેડિએશન હથિયારો ઈલેક્ટ્રોનિક વિકિરણના સ્ત્રોતો પર હુમલો કરે છે, ખાસ કરીને રડારના ઉત્સર્જકો.
 • એન્ટિ-સેટેલાઈટ હથિયારો ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહો પર નિશાન સાધે છે.
 • એન્ટિ-શીપ હથિયારો દરિયાઈ જહાજો અને વાહનો પર હુમલો કરી શકે છે.
 • એન્ટિ-સમબરીન હથિયારો પાણીની અંદર ફરતી સબમરીનો તેમજ અન્ય લક્ષ્યો પર નિશાન સાધવા માટે ઉપયોગમાં લેવાય છે.
 • એન્ટિ-ટેન્ક હથિયારો સશસ્ત્ર લક્ષ્યોને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
 • એરિયા ડેનિયલ હથિયારો કોઈપણ ચોક્કસ પ્રદેશો માટે વપરાય છે, જેના ઉપયોગથી તે પ્રદેશ દુશ્મન માટે અસુરક્ષિત કે અયોગ્ય બની જાય છે.
 • શિકારના હથિયારો પ્રાણીઓના શિકાર માટે ઉપયોગમાં લેવાતા નાગરિક હથિયારો છે.
 • પાયદળને સહાય માટેના હથિયારો પાયદળ માટે જોખમી એવા વિવિધ લક્ષ્યો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

ઢાંચો:Page numbers needed

 1. જીલ ડી. પ્રુટ્ઝલ અને પેકો બેર્ટોલેની, સવાના ચિમ્પાન્જીસ, પેન ટ્રોગ્લોડાઈટ્સ વાયરસ, હન્ટ વિથ ટૂલ્સ" સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન, હાલનું જીવવિજ્ઞાન , માર્ચ 6, 2007.
 2. રિક વિસ્સ, "ચિમ્પ્સ ઓબ્ઝર્વડ મેકિંગ ધેર ઓઉન વેપન્સ", ધ વોશિંગ્ટન પોસ્ટ , ફેબ્રુઆરી 22, 2007.
 3. જર્મનનીના પાષાણયુગના ઓછા શિકારી ભાલાઓ. હર્ટમટ થીએમ. નેચરને પત્રો. નેચર 385, 807 - 810 (27 ફેબ્રુઆરી 1997); doi:10.1038/385807a0, Nature.com.
 4. ૪.૦ ૪.૧ Gabriel, Richard A. "A Short History of War". મેળવેલ 2010-01-08. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 5. ડન્કન ઈ. મિલ્લેર અને એન.જે.વાન ડેર મેર્વે, 'અર્લી મેટલ વર્કિંગ ઈન સબ સહારા આફ્રિકા' આફ્રિકન ઇતિહાસની જર્નલ 35 (1994) 1-36; મિન્ઝ સ્ટુઈવર અને એન.જે.વાન ડેર મેર્વે, 'રેડિયો' Current Anthropology 1968.
 6. Gabriel, Richard A. "A Short History of War - Iron Age Revolution". મેળવેલ 2010-01-08. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 7. Bookrags.com
 8. ABC.net.au
 9. "Mlahanas.de". મૂળ માંથી 2011-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
 10. Gabriel, Richard A. "A Short History of War - Training". મેળવેલ 2010-01-08. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 11. પાનું.263, હિન્દ.
 12. "Funding for new nuclear weapons programs eliminated". 2004. મૂળ માંથી 2007-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-14. વધુ પરમાણુ હથિયારો પર સંશોધન કરવા વધારાનું ભંડોળ આપવા માટે સંસદભવન દ્વારા ના પાડવામાં આવી તેનો અહેવાલ.

વધુ વાંચન[ફેરફાર કરો]

 • યુએસ (US) કોંગ્રેસ, ટેકનિકલ આકારણીની કચેરી, ભાવી આંતરરાષ્ટ્રીય શાંતિ કાર્યક્રમો માટેની સંભાવનાઓમાં સુધારોઃ વર્કશોપની કાર્યવાહી , ઓટીએ-બીપી-આઈએસએસ-167 (OTA-BP-ISS-167), વોશિંગ્ટન ડીસી (DC), યુએસ (US) સરકાર પ્રિન્ટિંગ કચેરી, સપ્ટેમ્બર 1995.
 • હિન્દ, એડવર્ડ, મારુ સામયિકઃ કવિતાઓ, વાતો, ચિત્રો, નિબંધો, સમારંભના ભાષણો, વગેરેની શ્રેણી,: વર્તમાન યુગ – એક સમારંભનું ભાષણ જે. અને એચ. ક્લાર્ક, લંડન, 1860.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]