હમીરસર
હમીરસર | |
---|---|
હમીરસર તળાવની ઉત્તર દિશાનો કાંઠો | |
સ્થાન | ભુજ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°15′5″N 69°39′51″E / 23.25139°N 69.66417°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | 28 acres (11 ha) |
ટાપુઓ | રાજેન્દ્ર પાર્ક |
રહેણાંક વિસ્તાર | ભુજ |
હમીરસર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે. આ તળાવ જોવાલાયક છે. આ ઐતિહાસિક તળાવ માનવસર્જિત છે. આ તળાવ ૨૮ એકરના વિસ્તારમાં ફેલાયેલુ છે અને તેની આસપાસ સુંદર બગીચા આવેલા છે. આ તળાવ ભુજ શહેરની પાણીની જરુરિયાત સંતોષે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]હમીરસર તળાવ ૪૫૦ વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (૧૪૭૨-૧૫૨૪) પરથી રાખવામાં આવ્યું છે.[૧][૨] તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમ (૧૫૪૮-૧૫૮૫) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું. ખેંગારજીએ આ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્રીપને જોઇને કરી હતી અને ભુજની પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભુજને ૧૫૪૯માં કચ્છની રાજધાની જાહેર કરવામાં આવી હતી.[૩]
તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતિય અને વધુ બાંધકામ ખેંગારજી તૃતિયના સમયમાં જયરામ રુડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ સ્થાનિક કડિયા સમુદાય - કચ્છના મિસ્ત્રીઓએ કર્યું હતું.[૪]
૨૦૦૧ના ભૂકંપ પહેલા જ હમીરસરનું ઘણું ખરું પાણી સૂકાઇ ગયું હતું અને તેનાથી ભુજની પાણીની જરૂરિયાત સંતોષી શકાતી નહોતી. જોકે ભૂકંપ પછી સ્થાનિક લોકો, નગરપાલિકા અને અન્યોની મદદથી ૨૦૦૩ સુધીમાં તળાવને ભરવા માટેનું સમારકામ થયું હતું. ૨૦૦૩માં ચોમાસા પહેલાં તળાવ તૈયાર થઇ ગયું હતું અને એ વર્ષે ૫૦ વર્ષના સૌથી વધુ વરસાદને કારણે તળાવ છલકાઇ ગયું હતું અને તે ઘટના એક ઉજવણી સમાન બની હતી.[૩]
જયારે હમીરસર તળાવ વરસાદના પાણીથી ભરાઇ જાય છે ત્યારે હમીરસર તળાવની પુજા કરવામાં આવે છે અને પ્રસાદના લાડુ કે જેને "મેઘલાડુ" કહે છે, તેને નાગરિકોમાં વહેંચવામાં આવે છે. રેકોર્ડ મુજબ ભારતની આઝાદી પછી તળાવ માત્ર ૧૮ વખત જ સંપૂર્ણપણે ભરાયું છે.[૫][૬][૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ the famous Hamirsar Lake named after the founder of Bhuj
- ↑ "Jadeja dynasty of Cutch Hamirji - Rao Khengarji I". મૂળ માંથી 2011-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-21.
- ↑ ૩.૦ ૩.૧ "Understanding the water system of Bhuj - on www.bhujbolechhe.org". મૂળ માંથી 2014-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-21.
- ↑ Raja Pawan Jethwa (૨૦૦૭). Kutch Gurjar Kshatriyas: A Brief History & Glory. Calcutta. પૃષ્ઠ ૬૩.
Jairam Ruda Gajdhar of Mistri community was the Gaidher of the State during reign of Pragmulji II and part of reign Khengwarji Bawa, when Prag Mahal, Alfred High School, Fergusson Museum, embankment of Hamirsar Lake, etc. were constructed.
- ↑ Hamirsar Lake ready for another celebration
- ↑ Bhuj celebrates as Hamirsar overflows Aug 11, 2010
- ↑ Bhuj’s Hamirsar lake overflows, Kutch starts celebrating it
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |