લખાણ પર જાઓ

હરિજન (સાપ્તાહિક)

વિકિપીડિયામાંથી

હરિજન (શાબ્દિક અર્થ: ઈશ્વરના સંતાનો, નરસિંહ મહેતા દ્વારા પ્રચલિત શબ્દ) એ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત એક સાપ્તાહિક સામયિક (પત્રિકા) હતું જે ૧૯૪૦ના દાયકાની ભારત છોડો ચળવળ દરમિયાનના થોડા અંતરાલ સિવાય ૧૯૩૩થી ૧૯૫૫ સમય માટે પ્રકાશિત થયું હતું. આ અખબારનો ઉદ્દેશ્ય તેના પ્રકાશક, હરિજન સેવક સંઘ ("ધ સેવન્ટ્સ ઓફ અનટચેબલ્સ સોસાયટી") દ્વારા ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદી માટેના અભિયાનને ટેકો આપવાનો હતો. હરિજનના અંકો સામાન્ય રીતે શનિવારે પ્રકાશિત થતા હતા, શરૂઆતમાં તેની કિંમત એક આના હતી અને તેમાં આઠ ફૂલસ્કેપ પાના હતા. હિન્દી (હરિજન સેવક) અને ગુજરાતી (હરિજનબંધુ) માં પણ આ સાપ્તાહિકના સહયોગી પ્રકાશનો સ્થાપિત થયા હતા.[][]

જાન્યુઆરી ૧૯૩૨માં ગાંધીજીની ધરપકડ બાદ યંગ ઇન્ડિયાનું પ્રકાશન બંધ થઈ ગયું હતું, જેના સ્થાને હરિજનની સ્થાપના કરવામાં આવી હતી. આર. વી. શાસ્ત્રી દ્વારા સંપાદિત, પ્રથમ અંકની દસ હજાર નકલો ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ પૂનાથી પ્રકાશિત થઈ હતી અને તેમાં અસ્પૃશ્યતા પર ગાંધીજીના અનેક લેખો હતા. આ અંકમાં બી. આર. આંબેડકરનો એક સંક્ષિપ્ત સંદેશ પણ હતો જેમાં હિંદુ ધર્મમાંથી સમગ્ર જાતિ વ્યવસ્થાને દૂર કરવાની હાકલ કરવામાં આવી હતી, જે અસ્પૃશ્યતાથી મુક્તિ મેળવ્યા બાદ વર્ણવ્યવસ્થાને જાળવી રાખવાની ગાંધીજીની ઇચ્છાથી વિપરીત હતી. જાતિ પરની ચર્ચા રવિન્દ્રનાથ ટાગોર સહિતના અન્ય વ્યક્તિઓના યોગદાન સાથે પછીના અંકોમાં ચાલુ રહી હતી. જોકે, આંબેડકરે અખબારમાં વધુ લખવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે તે (અખબાર) સવર્ણ હિન્દુઓનું પક્ષધર હતું અને દલિતો પ્રત્યે કૃપાપાત્ર વલણ ધરાવતું હતું.[][]

સમકાલીન સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ગાંધીજીના નિયમિત યોગદાનની સાથે, હરિજન સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપતી કવિતાઓ અને લેખો પ્રકાશિત કરવાની સાથે, દલિતોને પ્રવેશ આપવાનું શરૂ કરનાર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પર અપડેટ્સ પ્રકાશિત કરતું હતું.[] અન્ય એક નિયમિત વિશેષતા 'પ્રશ્ન પેટી' વિભાગ હતો, જેમાં ગાંધીજી પ્રશ્નોના જવાબ આપતા હતા અને તે સમયના વિવિધ મુદ્દાઓ પર તેમના વલણનો બચાવ કરતા અથવા પક્ષ રાખતા હતા.[]

એકત્રિત અંકો

[ફેરફાર કરો]
  • Bodurant, Joan V., સંપાદક (1973). Harijan: Collected Issues of Gandhi's Journal, 1933-1955 (19 vols.). New York: Garland Publishing.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 Guha, Ramachandra (2018). Gandhi : the years that changed the world, 1914-1948 (અંગ્રેજીમાં). Alfred A Knopf. ISBN 9780385532327.
  2. 1 2 3 Chakrabarty, Bidyut (2006). Social and Political Thought of Mahatma Gandhi. Routledge, Taylor & Francis. pp. 116–129. ISBN 978-0-415-36096-8.