હરિ નિવાસ મહેલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હરિ નિવાસ મહેલ, જમ્મુ

હરિ નિવાસ મહેલ (અંગ્રેજી: Hari Niwas Palace) ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ ખાતે આવેલ એક વિશાળ ઇમારત છે. આ મહેલની એક બાજુ પર તવી નદીનો કિનારો અને બીજી બાજુ ત્રિકુટની પહાડીઓ આવેલ છે. આ મહેલ જમ્મુ અને કાશ્મીરના છેલ્લા રાજા હરિસિંહ (૧૮૯૫ - ૧૯૬૧) દ્વારા વીસમી સદીના પ્રારંભિક સમયમાં બંધાવવામાં આવ્યો હતો, જે અહીં વર્ષ ૧૯૨૫થી જૂના મુબારક મંડી મહેલ ખાતેથી રહેવા આવ્યા હતા. અહીં તેમણે બોમ્બે (હવે મુંબઇ) રહેવા જતાં પહેલાં તેમના કાશ્મીર વસવાટના છેલ્લા દિવસો પસાર કર્યા હતા.[૧] આ ઇમારત એક કલાત્મક માળખું ધરાવે છે. આ મહેલના મહારાજાના વંશજો દ્વારા વર્ષ ૧૯૯૦માં આ મહેલને એક હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. આ ઇમારતના મેદાન પર અમર મહેલ પેલેસ મ્યુઝિયમ પણ આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "J&K power defaulters cocking a snook at CM". Daily Pioneer. 18 January 2013. મેળવેલ 16 February 2013.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]