હસમુખ અઢિયા

વિકિપીડિયામાંથી
હસમુખ અઢિયા
કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના(સેન્ટ્રલ યુનોવર્સીટી ઑફ ગુજરાત) કુલપતિ
પદ પર
Assumed office
૮ માર્ચ ૨૦૧૯
પુરોગામીયોગીન્દર કે અલગ
અંગત વિગતો
જન્મ (1958-11-03) 3 November 1958 (ઉંમર 65)
રાજકોટ જિલ્લો, ગુજરાત[૧]
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણસંસ્થાઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ
ગુજરાત વિશ્વવિદ્યાલય
સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી
વ્યવસાયનિવૃત્ત આઈ એ એસ અધિકારી

હસમુખ અઢિયા (જન્મ ૩ નવેમ્બર ૧૯૫૮)એ ભારતમાં જી. એસ. ટી. (ગુડ્સ ઍન્ડ સર્વીસ ટેક્સ - વસ્તુ અને સેવા કર) અને ૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધીના પ્રમુખ સંરચિયતા અને અમલીકરણ કરાવનાર એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેઓ ૧૯૮૧ ગુજરાત કેડર બેચના ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત (આઈ. એ. એસ) અધિકારી છે. તેમણે ભારતના નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે કામગીરી બજાવી હતી.[૨] તેમણે અગાઉ ભારત અને ગુજરાત સરકારો માટે નાણાકીય સેવાના સચિવ સહિત અન્ય ઘણા પદો પર સેવા આપી હતી. તેઓ હાલમાં બેંક ઑફ બરોડાના બિન-વહીવટી પ્રમુખ (નોન-એક્સેક્યુટીવ ચેરમેન) છે.[૩] સરકારે તેમને સરકારી માલિકીની બેંક ઑફ બરોડાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ આપ્યાના એક અઠવાડિયા પછી, તેમની ગુજરાતના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક કરી હતી.[૪]

શિક્ષણ[ફેરફાર કરો]

હસમુખ અઢિયાએ બેંગ્લોરની સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટીમાંથી યોગ વિષયમાં(પીએચ. ડી.)ની પદવી મેળવી છે.[૫] પીએચ. ડી. માટેનો તેમનો થીસીસ "મેનેજમેન્ટ પર યોગાના પ્રભાવ" એ વિષયપર હતો.[૬] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ બેંગલોર તરફથી પબ્લિક મેનેજમેંટ (લોક સંચાલન) અને સરકારી અને બિન સરકારી અધિકારીઓ માટેની નીતિ (પીજીપી-પીએમપી)ના એક વર્ષના સ્નાતક કાર્યક્રમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. કોમ (માસ્ટર કોમર્સ) અને બી. કોમ.(બેચલર કોમર્સ)ની ડિગ્રી પણ મેળવી છે.[૭]

કારકિર્દી[ફેરફાર કરો]

જીએસટી કાઉન્સિલની નવી કચેરીના ઉદ્ઘાટન માટે તકતીનું અનાવરણ કરી રહેલ હસમુખ અઢિયા.

આઢિયાએ ગુજરાત સરકાર અને ભારત સરકાર બંનેમાં વિવિધ પદો પર સેવાઓ આપી છે કે જેમ કે એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ), મુખ્ય સચિવ (શિક્ષણ), મુખ્ય સચિવ (ટ્રાન્સપોર્ટ), ગુજરાત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, સરદાર સરોવર નર્મદા નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત સરકારમાં ભાવનગર અને સુરત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તથા[૫] ભારત સરકારમાં કેન્દ્રીય મહેસૂલ સચિવ અને કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે સેવાઓ આપી હતી.[૭][૮]

અઢિયા સંયુક્ત રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ સંગઠનના સલાહકાર પણ હતા.[૫]

નાણાકીય સેવાઓ સચિવ[ફેરફાર કરો]

અઢિયાની નવેમ્બર ૨૦૧૪માં વડા પ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[૭][૯] [૧૦] તેમણે[૧૧] ૩ નવેમ્બર ૨૦૧૪ના રોજ પદ સંભાળ્યું હતું અને ૩૧ ઑગસ્ટ ૨૦૧૫ ના રોજ તેમની કેન્દ્રીય મહેસૂલ સચિવ તરીકે નિમણૂક થઈ હતી.[૫]

મહેસૂલ સચિવ[ફેરફાર કરો]

અધ્યક્ષ, મહેસૂલ વિભાગ હીરક જ્યંતિ મહોત્સવ વખતે નાણાં પ્રધાન અરૂણ જેટલી, રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લા સાથે આઢિયા.
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અંગેની એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહેલ અઢિયા.

અઢિયાને ઑગસ્ટ ૨૦૧૫માં એસીસી દ્વારા કેન્દ્રીય મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૧૨][૧૩][૧૪] તેમણે ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ પદ સંભાળ્યું. [૫][૮]

સપ્ટેમ્બર ૨૦૧૭માં, અશોક લવાસાની નિવૃત્તિ પછી, અઢિયાને નાણાં સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા, અને તેઓ નાણાં મંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવ બન્યા હતા. [૧૫] [૧૬][૧૭] અઢિયા આઈ. એ. એસ.માંથી ૩૦નવેમ્બર ૨૦૧૮ના દિવસે નિવૃત્ત થયા.[૧૮][૧૯][૨૦][૨૧][૨૨] [૨૩].

નિવૃત્તિ પહેલાં, નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી, જેમણે તેમને "ખૂબ જ સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ સિવિલ સેવક [...]",[૧૮][૨૪] કહ્યા હતા અને કહ્યું હતું કે અઢિયાએ નિવૃત્તિ પછીની મહત્વના પદે રહેવાના પ્રસ્તાવના બદલે આધ્યાત્મિકતા અને તેના પુત્રની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હેતુ દર્શાવ્યો હતો.[૨૫]

મહેસૂલ સચિવના કાર્યકાળ દરમિયાન, અઢિયાને ભારતના સૌથી શક્તિશાળી અમલદાર તરીકે ગણવામાં આવતા હતા.[૨૬]

વિવાદો[ફેરફાર કરો]

અઢિયા એ ભારતમાં જી. એસ. ટી. (ગુડ્સ ઍન્ડ સર્વીસ ટેક્સ - વસ્તુ અને સેવા કર) પ્રમુખ સંરચિયતા અને અમલીકરણ કરાવનાર એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે.[૨૭] ૨૦૧૬માં કરવામાં આવેલી રૂ. ૫૦૦ અને રૂ ૧૦૦૦ નોટબંધીના મુક્ય કાર્યવાહક ગણવામાં આવે છે આને પરિણામે ૮૬% ચલણ પર બંદી આવી હતી.[૬][૨૮] .

તેમના પર સોનિયા ગાંધી, પી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસ નેતા સામે કલમના આરોપો ઘટાડવાનો પણ આરોપ હતો.[૨૯] હસમુખ અઢિયા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જોઇન્ટ ડિરેક્ટર રાજેશ્વર સિંહની કાર્યમાં દખલ કરવાનો અને તેમને અટકાવવાનો પણ આરોપ હતો.[૩૦] ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજેશ્વરસિંહની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કોઈ પણ પ્રકારના ઇન્ડેક્સીંગ લાભ વિના સ્ટોક્સ પર વિવાદાસ્પદ એલટીસીજી કર લાવનાર હસમુખ અઢિયા એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતાં. આ પગલું અતાર્કિક માનવામાં આવતું હતું અને ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં અપ્રિય બની ગયું હતું. આ પગલાંથી વિદેશી નિવેશકો ભારતીય શેર બજારમાંથી રોકાણ પરત ખેંચવા ઉશ્કેર્યા હતા અને તે જાહેર થયાના એક દિવસ પછી ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે શેર માર્કેટ ક્રેશ થયો.[૩૧]

ટેક્સના સ્લેબમાં વધારો કરવાને બદલે ભારતીય પગારદાર વર્ગ પર ટેક્સ અને સેસ લગાવ્યાથી ભારતીય નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે હસમુખ આઢિયા અલોકપ્રિય બની ગયા હતા. તેમના નિવેદન "આપણે બજારોમાં નાણાં રોકાણ કરનારા વર્ગને પર ટેક્સ કેમ ન લાદવો" એ પગારદાર વર્ગમાં આક્રોશ જન્માવ્યો હતો.[૩૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Officers borne on the IAS cadre of Gujarat" (PDF). Department of General Administration (Personnel Division), ગુજરાત સરકાર. 1 January 2016. પૃષ્ઠ 7. મૂળ (PDF) માંથી 29 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 29 August 2017. Check date values in: |archive-date= (મદદ)
  2. Roy Chowdhury, Jayanta (18 November 2018). "Hasmukh Adhia, Modi's man who knows too much". The Telegraph (Calcutta).
  3. "Government appoints Hasmukh Adhia as chairman of Bank of Baroda". livemint. મેળવેલ 2 March 2019.
  4. "Hasmukh Adhia appointed Chancellor of Central University of Gujarat". indianexpress. મેળવેલ 14 May 2019.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "Dr. Hasmukh Adhia - Executive Record sheet". Department of Personnel and Training, ભારત સરકાર. મેળવેલ 15 August 2017.[હંમેશ માટે મૃત કડી]
  6. ૬.૦ ૬.૧ Khanna, Rajeev (10 December 2017). "Meet Hasmukh Adhia: Note ban point man is a mascot for Modi's brand of governance". Catch News. મેળવેલ 10 January 2018.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "PhD in Yoga, IIM-A gold medallist: All about Hasmukh Adhia, India's new financial services secy". Firstpost. 5 November 2014. મેળવેલ 15 August 2017.
  8. ૮.૦ ૮.૧ "Dr. Hasmukh Adhia takes over as Revenue Secretary". Press Information Bureau of India. 1 September 2015. મેળવેલ 15 August 2017.
  9. "Govt appoints Hasmukh Adhia as new financial services secretary". The Economic Times. 3 November 2014. મેળવેલ 15 August 2017.
  10. Sinha, Shishir (3 November 2014). "Hasmukh Adhia to replace G S Sandhu as Financial Services Secretary". Business Line. The Hindu. મેળવેલ 15 August 2017.
  11. Sinha, Shishir (3 November 2014). "Hasmukh Adhia to replace G S Sandhu as Financial Services Secretary". Business Line. The Hindu. મેળવેલ 15 August 2017.
  12. "Shaktikanta Das appointed Economic Affairs Secretary; Hasmukh Adhia is new Revenue Secretary". The Economic Times. નવી દિલ્હી. 29 August 2015. મેળવેલ 15 January 2018.
  13. "Das is new economic affairs secy, Hasmukh Adhia revenue secretary". The Indian Express. નવી દિલ્હી. 29 August 2015. મેળવેલ 15 January 2018.
  14. "Shaktikanta Das Takes Charge as Economic Affairs Secretary". NDTV. નવી દિલ્હી. 2 September 2015. મેળવેલ 15 January 2018.
  15. "Revenue Secretary Hasmukh Adhia designated Finance Secretary". The Economic Times. નવી દિલ્હી. 6 November 2017. મેળવેલ 19 January 2018.
  16. "From Revenue Secretary, Hasmukh Adhia now designated as Finance Secretary by Centre". The Financial Express. નવી દિલ્હી. 2017-11-06. મેળવેલ 18 January 2018.
  17. Prasad, Gireesh Chandra (6 November 2017). "Revenue secretary Hasmukh Adhia named finance secretary". Livemint. નવી દિલ્હી: HT Media Ltd. મેળવેલ 19 January 2018.
  18. ૧૮.૦ ૧૮.૧ "Finance Secretary Adhia to retire on Nov 30 Jaitley praises his contribution". The Week. નવી દિલ્હી: Jacob Mathew. 17 November 2018. મેળવેલ 11 December 2018.
  19. "Finance Secretary Hasmukh Adhia to retire on November 30; Arun Jaitley praises his contribution". The New Indian Express. નવી દિલ્હી. 18 November 2018. OCLC 243883379. મેળવેલ 11 December 2018.
  20. "Ajay Bhushan Pandey takes over as Revenue Secretary". The Economic Times. નવી દિલ્હી: The Times Group. Indo-Asian News Service. 30 November 2018. OCLC 61311680. મૂળ માંથી 11 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 11 December 2018.
  21. "Ajay Bhushan takes over as Revenue Secretary". Business Line. Our Bureau. નવી દિલ્હી: The Hindu Group. 30 November 2018. ISSN 0971-7528. OCLC 456162874. મેળવેલ 11 December 2018.CS1 maint: others (link)
  22. Mishra, Asit Ranjan (4 December 2018). "Ahead of retirement, AN Jha appointed finance secretary". Livemint. નવી દિલ્હી: Vivek Khanna. મેળવેલ 11 December 2018.
  23. "IAS officer A N Jha is new Finance Secretary, succeeds Hasmukh Adhia". Business Standard. નવી દિલ્હી: Business Standard Ltd. Press Trust of India. 3 December 2018. OCLC 496280002. મેળવેલ 11 December 2018.
  24. "Adhia turned down offers of important positions: Finance Minister". The Times of India. નવી દિલ્હી: Bennett, Coleman & Co. Ltd. 18 November 2018. OCLC 23379369. મેળવેલ 11 December 2018.
  25. Roychoudhury, Arup (2 December 2018). "Not a plum post-retirement role, but a stint in spirituality for Adhia". Business Standard. નવી દિલ્હી: Business Standard Ltd. OCLC 496280002. મેળવેલ 11 December 2018.
  26. Unnithan, Sandeep (19 April 2018). "Official Top 10: Hidden power". India Today. Aroon Purie. ISSN 0254-8399. મેળવેલ 11 December 2018.
  27. Trevedie, Deepal; Gadgil, Makarand (30 June 2017). "The importance of being Hasmukh Adhia". Mumbai Mirror. India Times. મેળવેલ 9 November 2017.
  28. "Hasmukh Adhia: Trusted aide of PM Modi, the man behind demonetisation is Finance Secretary". Money Control. 7 November 2017. મેળવેલ 19 January 2018.
  29. "Swamy-demands-action-against-Hasmukh-Adhia".
  30. Press Trust of India (27 June 2018). "Enforcement Directorate Joint Director Rajeshwar Singh's Scathing Attack On Revenue Secretary Hasmukh Adhia". NDTV. મેળવેલ 30 April 2019.
  31. "Not worried by market crash why encourage one asset class over others-hasmukh-adhia".
  32. "Budget-2018-Why-shouldnt-we-tax-a-class-that-is-investing".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]