હાજીપીર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા. તેઓ બહારવટીયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ ઝિન્દા પીર કે વાલી પીર તરીકે પણ ઓળખાય છે.[૧]

ચૈત્ર મહિનાના (એપ્રિલ) પ્રથમ સોમવારે અહીં વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો તે સમયે અહીં આવે છે અને સાથે સાથે નજીકમાં આવેલ કરોલ પીર દરગાહના દર્શન પણ કરે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દુનિયા, વેબ (૨ ઓક્ટોબર ૨૦૧૪). "કચ્છ અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાધામ બનેલી હાજી પીરની દરગાહ". Webdunia Gujarati. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૬.
  2. "ધોમધખતા તાપ, આંધી વચ્ચે પદયાત્રીઓનો પ્રવાહ હાજીપીર તરફ". Internet Archive. ૧૩ એપ્રિલ ૨૦૧૬. મૂળ સંગ્રહિત માંથી 2016-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૬.