હિરા ઘસાઈ

વિકિપીડિયામાંથી
આર્મસ્ટરડેમમાં હિરાને ઘસતો કારીગર

"હિરા ઘસાઈ " એટલે હીરા ને યોગ્ય ઘાટ સાથે ચમક આપવી. જેમા સૌ પ્રથમ કાચો ગચ્ચો હીરાની ખાણોમાંથી કાઢવામાં આવે છે, જે અંદાજે દસ ગ્રામથી લઈ અને બે ત્રણ કિલ્લો જેટલો પણ હોઈ શકે છે. ત્યાર બાદ આ ગચ્ચાને તોડવામા આવે છે, અને જીણા જીણા ટુકડાં કર્યા પછી કાચા હિરાની ગુણવત્તા મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે.(આમતો હિરા ઉધોગમાં ઘણા બધા આકારમાં હિરા બનાવામાં આવે છે, જેમાં મુખ્યત્વે પાનચોકી, ચોકી, બનાના કટ, પાઇનૅપલ,પૉલ્કી, વગેરે. પરંતુ આપણે અહિયા ગોળ (રાઉન્ડ)હિરા ઘસાઈ ની વાત કરીશું,)

ત્યાર બાદ આવા કાચા હિરાને ઘસાઈ (પોલીશીંગ) માટે કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં સૌ પ્રથમ ઘાટ કરવામા આવે છે, જે બિલ્કુલ આપણા ભમરડાં જેવો આકાર બનાવામાં આવે છે. ઘાટના હિરાની ચમક હોતી નથી કાળા કલરનો દેખાતો હોય છે.પછી ટેબલ કપાઈ છે, જેને મથાળુ(ટૉપ)કહેવામા આવે છે. એ પછી તળીયું (બૉટમ) મારવાનું હોય છે, જેમા આઠ ભાલા તથા સોળ તરખુણીયા મારવામા પડતા હોય છે. હવે મથાળે આઠ પહેલ કાપવાના હોય જેનો આકાર અષ્ટકોણ જેવો થાય છે, અને છેલ્લે મથાળે જે આઠ પેલ કાપેલા હોય એની દરેક નશ પર ટેબલના આઠ તથા ધારના સોળ એમ કરીને ચોવીસ તરખુણીયા મારવાના હોય છે, જેને મથાળુ કહેવામાં આવે છે.