હોમી ભાભા
હોમી ભાભા | |
---|---|
![]() | |
જન્મ | ૩૦ ઓક્ટોબર ૧૯૦૯ ![]() |
મૃત્યુ | ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ ![]() |
અભ્યાસ સંસ્થા |
હોમી જહાંગીર ભાભા (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮માં તેમણે અટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
તેમનું મૃત્યુ ૧૯૬૬ માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું.
ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.