૯ ગુરખા રાઇફલ્સ

વિકિપીડિયામાંથી

૯ ગુરખા રાઇફલ્સભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. રેજિમેન્ટ શરૂઆતમાં ૧૮૧૭માં અંગ્રેજો દ્વારા ગઠિત કરાઈ હતી અને સ્વતંત્રતા સમયે તે ભારતના હિસ્સામાં આવી. તેમાં મુખ્યત્ત્વે છેતરી અને ઠાકુરી કુળના ગુરખા સૈનિકો ભરતી કરવામાં આવે છે. તેમાં ભારતીય મૂળના ગુરખા સૈનિકો પણ લેવામાં આવે છે, જે રેજિમેન્ટના આશરે ૨૦% સૈનિકો હોય છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

સ્વતંત્રતા પહેલાં[ફેરફાર કરો]

૧૮૧૭માં આ રેજિમેન્ટ ફતેહગઢ લેવી તરીકે ઉભી કરાઈ હતી. ૧૮૨૩માં તેને ૬૩મી રેજિમેન્ટ નામ આપવામાં આવ્યું અને તેને બંગાળ સ્થાનિય સેનાનો ભાગ બનાવવામાં આવી. ૧૮૫૭ના વિપ્લવ બાદ તેને ૯મી બંગાળ સ્થાનિય રેજિમેન્ટ એવું નામ આપવામાં આવ્યું. તે સમયે રેજિમેન્ટમાં એક જ પલટણ હતી અને તેની એક કંપની ગુરખા સૈનિકો અને અન્ય પહાડી સૈનિકો ધરાવતી હતી. ત્યાર સુધીમાં રેજિમેન્ટ ભરતપુર ખાતે અને પ્રથમ અંગ્રેજ-શીખ યુદ્ધના સોબ્રાઓની લડાઈમાં લડી ચૂકી હતી.

૧૮૯૩માં રેજિમેન્ટ સંપૂર્ણ ગુરખા રેજિમેન્ટ બનાવવામાં આવી. તેમાં હિંદુ પરંપરા સાથે સંકળાયેલ સૈનિકો જ લેવામાં આવતા હતા, બૌદ્ધ નહિ. ૧૯૦૩ માં રેજિમેન્ટને ૯મી ગુરખા રાઇફલ્સ નામ આપવામાં આવ્યું.[૧]

ઓક્ટોબર ૧૯૪૧માં ૨/૯ ગુરખા રાઇફલ્સના સૈનિકો મલાયા ખાતે

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટ યુરોપના મોરચે લડી[૨] અને યુદ્ધ વચ્ચેના ગાળામાં સરહદી પ્રાંત ખાતે કાર્યવાહીમાં ભાગ લીધો. આ રેજિમેન્ટના સૈનિકોએ જનરલ ડાયરના નેતૃત્વ હેઠળ જલિયાવાલાં બાગ ખાતે નાગરિકો પર ગોળીબાર કર્યો હતો.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં રેજિમેન્ટની પલટણો મલાયા, ઈટલી અને ઉત્તર આફ્રિકા મોરચે લડી. ૩/૯ અને ૪/૯ પલટણો બર્મા ખાતે ચિંદીત કાર્યવાહીનો ભાગ બની અને દુશ્મનના વિસ્તારમાં ઉંડે સુધી ઘૂસણખોરી કરી અને હુમલો કરવા માટે જાણીતી બની.[૩]

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

સ્વતંત્રતા સમયે ભારત, બ્રિટન અને નેપાળ વચ્ચેના ત્રિપક્ષીય કરાર અનુસાર ભારતના હિસ્સામાં આવી. સ્વતંત્રતા બાદ તે ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૬૫ના યુદ્ધમાં લડી છે.[૪][૫] ૧/૯ પલટણ નામકા ચુ, અરુણાચલ પ્રદેશ ખાતે ખૂબ જ કઠણ પરિસ્થિતિઓ વચ્ચે ચીન સામે લડી હતી.

નામકરણ[ફેરફાર કરો]

૧૮૧૭થી હાલ સુધીમાં રેજિમેન્ટ નિમ્નલિખિત નામે જાણીતી બની છે:

 • 1817-1819: ફતગઢ લેવી
 • 1819-1824: મિયાંપુરી લેવી
 • 1824-1861: ૬૩મી રેજિમેન્ટ ઓફ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી
 • 1861-1885: ૯ રેજિમેન્ટ ઓફ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી
 • 1885-1894: ૯ રેજિમેન્ટ ઓફ બંગાળ ઇન્ફન્ટ્રી
 • 1894-1901: ૯ (ગુરખા રાઈફલ) બેંગલ ઇન્ફન્ટ્રી
 • 1903-1947: ૯ ગોરખા રાઇફલ
 • 1950–હાલ સુધી: ૯ ગુરખા રાઇફલ

યુદ્ધ સન્માન[ફેરફાર કરો]

રેજિમેન્ટને નીચે મુજબ યુદ્ધ સન્માન મળેલ છે:

 • પૂર્વ સ્વતંત્રતા: ભરતપુર, સોબ્રાઓ, અફઘાનિસ્તાન (1879-80), પંજાબ ફ્રન્ટીયર,
 • વિશ્વ યુદ્ધ I: લા બસ્સે, ફેસ્ટ્યુબર્ટ, આર્મેનટિયર્સ, ગિવેન્ચી, નુવે શાપેલ, ઔબર્સ, લુસ, ફ્રાન્સ અને ફ્લેન્ડર્સ, તિગ્રિસ, કટ-અલ-અમારા, મેસોપોટેમીયામાં,
 • વિશ્વ યુદ્ધ II: મલાયા (1941-42), જેબેલ અલ મેઇડા, જેબેલ ગ્રાસી, રાગુબેત સુઇસી, ઉત્તર આફ્રિકા (1940-43), કેસિનો ૧, હેંગમેન હિલ, ટાવોલેટો, સૅન મેરિનો, ઇટાલી (1943-45), ચિંદીત 1944, બર્મા (1942-45).
 • ભારત-પાકિસ્તાન સંઘર્ષ 1965: પિલોડા, પંજાબ 1965
 • ભારત-પાકિસ્તાન સંઘર્ષ 1971: કુમારખલી, પૂર્વ પાકિસ્તાન 1971, જમ્મુ અને કાશ્મીર 1971, ડેરા બાબા નાનક, પંજાબ 1971

વિક્ટોરીયા ક્રોસ મેળવનાર[ફેરફાર કરો]

 • મેજર (પછી લેફ્ટનન્ટ. કર્નલ) જ્યોર્જ કેમ્પબેલ વ્હીલર, 2 બટાલિયન, 23 ફેબ્રુઆરી 1917, નદી તિગ્રિસ, મેસોપોટેમીયામાં.[૬]
 • મેજર ફ્રેન્ક ગેરાલ્ડ Blaker, Highland લાઇટ ઇન્ફન્ટ્રી, સાથે જોડાયેલ 3 જી બટાલિયન, 9 જુલાઈ 1944, Taunggyi, બર્મા[૭]
 • રાઇફલમેન શેર Bahadur Thapa, 1 લી બટાલિયન, 18 સપ્ટેમ્બર 1944, સૅન મેરિનો, ઇટાલી.[૮]

નોંધપાત્ર સદસ્યો[ફેરફાર કરો]

 • જ્હોન બ્રેડબર્ન (1921-1979), પછીથી "ગોડના વેગાબોન્ડ"
 • એમ એન રાય, કર્નલ, યુદ્ધ સેવા મેડલ અને શૌર્ય ચક્ર મરણોત્તર.
 • બર્નાર્ડ દિનિન, (1923-2013), પછીથી એક પુરસ્કાર વિજેતા પત્રકાર, યોર્કશાયર પોસ્ટ માટે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. W. Y. Carman, page 210 "Indian Army Uniforms Under the British From the 18th Century to 1947: Artillery, Engineers and Infantry", Morgsn-Grampian: London 1969
 2. Parker ૨૦૦૫, pp. ૧૦૨–૧૦૩.
 3. "Obituaries: Stafford Beer". The Telegraph. ૨૮ ઓગસ્ટ ૨૦૦૨. મેળવેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૫.
 4. Cross & Gurung ૨૦૦૭, pp. ૧૬૯–૧૭૧.
 5. Parker ૨૦૦૫, p. ૨૨૪.
 6. Parker 2005, p. ૩૯૨.
 7. Parker 2005, p. ૩૯૩.
 8. Parker 2005, p. ૨૧૦.
પુસ્તકો
 • Cross, J.P.; Gurung, Buddhiman (૨૦૦૭). Gurkhas at War: Eyewitness Accounts from World War II to Iraq. London: Greenhill Books. ISBN 978-1-85367-727-4.CS1 maint: ref=harv (link)
 • Parker, John (૨૦૦૫). The Gurkhas: The Inside Story of the World's Most Feared Soldiers. London: Headline. ISBN 978-07553-1415-7.CS1 maint: ref=harv (link)
 • Singh, Sarbans (૧૯૯૩). Battle Honours of the Indian Army 1757–1971. New Delhi: Vision Books. ISBN 8170941156. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]