Calico Museum of Textiles

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Calico Museum of Textiles
સ્થાપના1949 (1949)
સ્થાનSarabhai Foundation, Opp. Underbridge, Shahibaug, Ahmedabad
અક્ષાંશ-રેખાંશ23°03′12″N 72°35′32″E / 23.05333°N 72.59222°E / 23.05333; 72.59222Coordinates: 23°03′12″N 72°35′32″E / 23.05333°N 72.59222°E / 23.05333; 72.59222
પ્રકારHistory museum, Textile museum
માલિકSarabhai Foundation
વેબસાઈટcalicomuseum.org

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવ કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમી ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. [૧] આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઉદ્યોગપતિ ગૌતમ સારાભાઇ અને તેની બહેન ગીરા સારાભાઇ દ્વારાઆ આ સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૯માં કરવામાં આવી હતી [૨] . તે સમયે અમદાવાદ એક સમૃદ્ધ કાપડ ઉદ્યોગ કેન્દ્ર હતું . આ સંગ્રહાલય અમદાવાદ કાપડ ઉદ્યોગ ક્ષેત્રના હાર્દ વિસ્તારની કાલિકો મિલ્સ ખાતે રાખવામાં આવ્યું હતું. પરંતુ સંગ્રહાલયનો સંગ્રહ વધવાને કારણે સંગ્રહાલય ૧૯૮૩માં તેને શાહિબગમાં આવેલા સારાભાઈ હાઉસમાં ખસેડવામાં આવ્યું હતું. [૩]

કાલિક મ્યુઝિયમની વાર્તા[ફેરફાર કરો]

શ્રી ગૌતમ સારાભાઊને આ સંગ્રહલયની પ્રેરણા આનંદ કુમરસસ્વામીએ આપી હતી. ઈ.સ. ૧૯૪૦ના દાયકામાં શ્રી ગૌતમ સારાભાઈ સાથેની વાતચીતમાં તેમણે આ ઉપમહાવીપના કાપડ ઉધ્યોગ કેન્દ્ર એવા અમદાવાદ શહેરમાં ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું. આ સૂચન પર ૧૯૪૯માં કેલિકો ઉદ્યોગ ગૃહના શ્રી સારાભાઈ, તેમની બહેન ગિરા સારાભાઈએ આ સૂચન કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સની સ્થાપના કરી હતી. આ સંગ્રહાલય ભારતમાં ભારતીય હસ્તકલા અને ઔદ્યોગિક કાપડના ઐતિહાસિક અને તકનીકી અભ્યાસની વિશેષ્તા ધરાવે છે.

પચાસના દયકાના પ્રારંભિક સમય સુધી મ્યુઝિયમે હસ્તકલા કાપડના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ઔદ્યોગિક કાપડ તરફ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેના અસ્તિત્વના બીજા દાયકામાં મ્યુઝિયમે પ્રકાશનનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્ર્મા હેઠળ બે શ્રેણીઓ પર કામ શરૂ થયું. એકમાં જેમ વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના ભારતીય વિભાગના રક્ષક - જોન ઇર્વિને હિસ્ટોરીકલ ટેક્સટાઈલ્સ ઓફ ઇન્ડિયા વિષય પર કાર્ય કર્યું, જ્યારે બીજી શ્રેણીમાં મ્યુઝિયમ ફ્યુ વોલ્કેકુન્ડે અંડ સ્વેઇઝરિસેચ મ્યુઝિયમ ફર વોલ્સ્કકુન્ડે, બાસેલ, ના પીર્વ ડાયરેક્ટર ડૉ. આલ્ફ્રેડ બુહલરે ભારતની સમકાલીન ટેક્સટાઇલ ક્રાફ્ટ સર્વે પર કાર્ય કર્યું.

ઈ.સ. ૧૯૪૯માં આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતા, જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું કે, "માનવ સંસ્કૃતિના શરૂઆત કાપડના નિર્માણ સાથે જોડાયેલી છે, અને આને અગ્રણી રૂપક તરીકે લઈ તેનો સારો ઇતોહાસ લખી શકાય" અને ખરેખર, કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલ્સે આ સંક્ષિપ્ત અવતરણ ઈ.સ. ૧૯૭૧ સુધી પરિપૂર્ણ કર્યું. શ્રેષ્ઠ પ્રકરના કાપડ નમૂનાનો સંગ્રહ અને પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવતા અમૂલ્ય સંશોધનને જોઈને હાઉસ ઑફ કેલિકોએ નક્કી કર્યું કે આ સંગ્રહાલય એક સ્વતંત્ર સંસ્થા હોવી જોઈએ.

મ્યુઝિયમના પ્રકાશનોએ હવે બે વિભિન્ન દિશાઓ લીધી છે, જે ભવિષ્યની પ્રવૃત્તિના આગમનનો સંકેત આપે છે. એક ધારામાં કાપડના ઐતિહાસિક અભ્યાસો ચાલુ રહ્યા છે અને તે સંબંધિત પ્રકાશનોની સંખ્યા સતત વધી રહ્યાં છે , અને બીજી ધારામાં શાળ (લુમ્સ), રંગરોગાન (ડાઇંગ), છપાઈ (પ્રિન્ટીંગ) તકનીકો વગેરે જેવી વસ્ત્ર પ્રક્રિયાઓની તકનીકી અને વૈજ્ઞાનિક પરીક્ષણો સાથે જોડાયેલા અભ્યાસોનું સંશોધન અને પ્રકાશન થયું છે.

  1. "Calico Museum of Textiles". Lonely Planet. Retrieved 2015-08-21. Check date values in: |accessdate= (મદદ)
  2. "'New govt initiatives will help India's textile industry'". 16 August 2015. Retrieved 2015-08-21. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Calico Museum of Textile & Sarabhai Foundation, Ahmedabad". Gujarat Tourism. Retrieved 2015-08-21. Check date values in: |accessdate= (મદદ)