મણિલાલ ગાંધી

વિકિપીડિયામાંથી
(Manilal Gandhi થી અહીં વાળેલું)
મણિલાલ ગાંધી
જન્મ૨૮ ઓક્ટોબર ૧૮૯૨ Edit this on Wikidata
વ્યવસાયસંપાદક Edit this on Wikidata

મણિલાલ મોહનદાસ ગાંધી (૨૮ ઓક્ટોબર ૧૮૯૨ – ૫ એપ્રિલ ૧૯૫૬)[૧][૨] મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના બીજા ક્રમે જન્મેલા પુત્ર હતા.

મણિલાલનો જન્મ રાજકોટ, બ્રિટિશ ભારત ખાતે ૧૮૯૨ના વર્ષમાં થયો હતો. વર્ષ ૧૮૯૭માં મણિલાલ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત પ્રવાસ ખેડી ગયા હતા, જ્યાં તેમણે કામ ડર્બન નજીક આવેલ ફિનિક્સ આશ્રમ ખાતે કામ કરી બાકીનો સમય ગાળ્યો. પછી વર્ષ ૧૯૧૭માં એક ટૂંકી મુલાકાત માટે ભારત આવી, મણિલાલ દક્ષિણ આફ્રિકા ખાતે ઈન્ડિયન ઓપિનિયન નામના એક ગુજરાતીઅંગ્રેજી સાપ્તાહિકના પ્રકાશન માટે મદદ કરવા ફિનિક્સ, ડર્બન પરત ફર્યા હતા. વર્ષ ૧૯૧૮માં, મણિલાલે મોટા ભાગના પ્રેસના કામ કર્યાં અને ત્યારબાદ વર્ષ ૧૯૨૦માં સંપાદક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતાની જેમ, મણિલાલને પણ બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સામે અન્યાયી કાયદાઓ માટે વિરોધ પ્રદર્શન બદલ ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે સંપાદક તરીકે વર્ષ ૧૯૫૬ સુધી (મૃત્યુપર્યંત) કાર્ય સંભાળ્યું હતું.[૩]

મણિલાલ મગજની સેરેબલ થ્રોમ્બોસિસ નામની તકલીફના કારણે થયેલ એક સ્ટ્રોક દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

અંગત જીવન[ફેરફાર કરો]

વર્ષ ૧૯૨૭માં, મણિલાલનાં લગ્ન સુશીલા મશરુવાલા (૨૪ ઓગસ્ટ ૧૯૦૭-૧૯૮૮),[૪] અને એમને બે પુત્રીઓ હતી, સીતા (જન્મ: ૧૯૨૮) અને ઈલા (જન્મ: ૧૯૪૦), અને એક પુત્ર અરુણ (જન્મ: ૧૯૩૪) હતો. અરુણ અને ઈલા પણ સામાજિક–રાજકીય કાર્યકરો છે. તેમની મોટી પુત્રી સીતાની પુત્રી ઉમા ડી. મેસ્થ્રી દ્વારા તાજેતરમાં મણિલાલનું જીવનચરિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૫]

નોંધ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://lccn.loc.gov/n90712835
  2. Dhupelia-Mesthrie: Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal, p. 384
  3. "Manilal Gandhi Dead". The Indian Express. Press Trust of India. ૬ એપ્રિલ ૧૯૫૬. પૃષ્ઠ 1, 8. મેળવેલ 19 February 2018.
  4. Prasad, Archana (૨૧ ઓગસ્ટ ૨૦૧૩). "Remembering Sushila Gandhi 1907-1988". gandhiforchildren.org. મૂળ માંથી 19 May 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2018.
  5. Uma Dhupelia Mesthrie, Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal. (Permanent Black: Cape Town, South Africa, 2003).