વિકિસ્રોત:બૉટ/મતદાન

વિકિસ્રોતમાંથી

જો આપ પોતાનો બૉટ ચલાવવા માંગતા હોવ તો અહિં સમુદાયનો મત મેળવવો આવશ્યક છે.

  • ઉદ્દેશ: સામાન્ય રીતે વ્યાપક જોડણીની ભૂલો સુધારવા
  • અન્ય નોંધ: મારો બૉટ આ જ નામથી ગુજરાતી વિકિપીડીયા પર પણ ચાલે છે. જ્યાં તે ઘણો ઉપયોગી છે.

Gubot (talk) ૧૪:૦૯, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

તરફેણ[ફેરફાર કરો]

  1. નિલેશ બંધીયા (talk) ૧૪:૩૦, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
  2. --Sushant savla (talk) ૧૬:૩૧, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
  3. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૨૦, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
  4. --સતિષચંદ્ર (talk) ૨૦:૫૩, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
  5. --જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૧૯, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
  6. --Vyom25 (talk) ૧૬:૨૭, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિરુદ્ધ[ફેરફાર કરો]

અન્ય[ફેરફાર કરો]

  1. આ બૉટ કેવી અને કઈ કઈ જોડણી સુધારે છે તે મને ચોક્કસ ખબર નથી. તેમ છતાં હું એ ધારણા કરું છે કે આ બૉટ હ્રસ્વ દીર્ઘ આદિની જોડણીઓ સુધારતું હશે અને તે ધારણા આધારે લખું છું: પુસ્તકોમાં લેખક જોડણી પ્રચલિત માન્યતા થી જુદી લખે છે. આપને "સત્યના પ્રયોગો અથવા આત્મકથા"માં તે અનુભવ થયો જ હશે. ઘણી કવિતામાં કવિ છંદ નો મેળ બેસાડવા જોડણી ની છૂટ લે છે. આ બૉટ આવી જોડણીઓ પણ સુધારી તો નહીં નાખે ને? આ બૉટ શું કાર્ય કરે છે તે સમજાવશો જેથી અમને ખબર પડે.આ તો માત્ર જાણકારી માટે બાકી તમે જે કરો તે સ્રોતન ભલા માટે જ હશે અને અમે તમારી સાથે જ છીએ. --Sushant savla (talk) ૧૬:૩૮, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
    1. જોડણી સુધારવાનું કામ મહદંશે વિકિપીડિયા પર કરવામાં આવે છે, તમારી વાત સાચી છે, કે કવિઓ માત્રામેળ માટે ઘણી વખત છૂટછાટ લેતા હોય છે. એટલે જો ક્યારેય એવો અવસર આવશે કે અહિં વ્યાપક રીતે થયેલી જોડણીની ભૂલ સુધારવાની આવશ્યકતા ઊભી થાય તો એ વાતનું ધ્યાન રાખવામાં આવશે. જેમકે એક ઉદાહરણ આપું, ગુજરાતી વિકિપીડીયામાં ઘણી જગ્યાએ અભ્યારણ્ય એમ હતું, જે ખોટું હતું, સાચો શબ્દ અભય+અરણ્યની સંધીથી બનેલો અભયારણ્ય છે, હવે એક એક કરીને શોધતા કામ અઘરૂં અને કંટાળાજનક થઈ પડે, માટે તેને કરવા માટે બૉટ રન કરવો હિતાવહ હોય. તે જ રીતે વ્યાકરણની દૃષ્ટિએ 'ગુજરાતના અભયારણ્યો' એ ખોટું છે, તેને બદલે 'ગુજરાતનાં અભયારણ્યો' હોવું જોઈએ. આવા બધા ફેરફારો આ બૉટ કરે છે. જરૂરી નથી કે એ જ પ્રકારના ફેરફારો અહિં પણ કરવામાં આવે. આ તો બધુ આવશ્યકતા ઊભી થાય ત્યારનું કામ છે. અત્યારે પ્રથમ ચરણમાં તો શ્રેણી:ગુજરાતી અને શ્રેણી:Gujarati બધા જ લેખોમાં છે તે દૂર કરવાની જરુર છે, એ કામ આ બૉટ કરશે (જો કે આપણી અંગત ચર્ચા મુજબ તમારી લીલી ઝંડી મળ્યે જ). કેમકે નહિતર વિકિપીડિયામાં જે હાલત શ્રેણી:ભૂગોળની થઈ છે એ હાલત અહિં પણ આગળ જતા થવાનો સંભવ છે. શક્ય છે કે કાલે ઉઠીને આપણા ધ્યાનમાં આવે કે કોઈક સર્જકના નામની જોડણી જ આપણે ખોટી કરી છે, અને તે સર્જકની અનેક કૃતિઓ અહિં છે, જે દરેકમાં તે સર્જકનાં પાનાંની કડી છે. હવે આવા સમયે, તે દરેક કૃતિનાં પાનાં પર જઈને જોડણી સુધારવાને બદલે બૉટ ચલાવવો સહેલો પડે, વગેરે વગેરે...--Dsvyas (talk) ૧૮:૧૩, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
    2. આનો અર્થ હું એમ સમજું કે આ બૉટ find અને replaceનું કાર્ય કરશે. જેમાં ખોટી જોડણી અને સાચી જોડણી બંને આપણે આપવા રહ્યાં? --Sushant savla (talk)
    3. કંઈક અંશે એમ કહી શકાય. પણ હંમેશ માટે એમ નહી હોય. તમે ફોડ પાડો તો હું સ્પષ્ટતા કરી શકું.--Dsvyas (talk) ૨૧:૩૮, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
    4. એટલે ધવલભાઈ(વચ્ચે ડાહ્યો થાઉં છું) બૉટ મર્યાદિત રીતે અને ચલાવો ત્યારે જ કામ કરશે? મારું પૂછવાનું કારણ એ કે ઝવેરચંદ મેઘાણી જેવા સર્જકો પોતાની બોલીમાં જે પ્રમાણે ભાષા બોલાય છે તે જ લખે છે અને તેને અને સાચી જોડણીને કોઇ જ સંબંધ નથી. ટૂંકમાં જોડણીની ભૂલ આપણી હોય તો જ સુધારવી બાકી છોડી દેવી શું આ શક્ય બનશે?--Vyom25 (talk) ૨૦:૦૧, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
    5. ના, અંગ્રેજી ભાષા માટે પસંદ પ્રમાણે ફેરફાર કરવા અને છોડી દેવા શક્ય છે, પણ ગુજરાતી માટે આવું શક્ય નથી. જો કે, તેનો પણ કોઈક માર્ગ નીકળી શકે. પણ મેં ઉપર પણ જણાવ્યું તેમ, આવા ફાઇન્ડ-રિપ્લેસ ફેરફારો ફક્ત વિકિપીડિયામાં જ કર્યા છે, અહિં હજુ કર્યા નથી. અને કરવાનો કોઈ ઇરાદો પણ નથી. જોડણી સુધારા એ તો ફક્ત એક ઉદાહરણ હતું. અહિં કેવી રીતે કામમાં લઈ શકાય તે જણાવું. ધારોકે આપણી પાસે ૧૦૦ પાનાં છે જેમાં શ્રેણી:આરતિ, ભજનો અને સ્તુતિઓ એમ લખેલું છે, તેને બદલીને આપણે શ્રેણી:આરતી, ભજનો અને સ્તુતિઓ કરવું છે. તો આ કાર્ય ૧૦૦ પાનાંમાં જાતે કરવાને બદલે બૉટ દ્વારા સહેલાઈથી થઈ શકે.--Dsvyas (talk) ૨૧:૦૪, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
    6. હા આવા કાર્યો માટે બૉટ આદર્શ વસ્તુ છે.--Vyom25 (talk) ૧૬:૩૧, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

I am requesting for bot flag for this bot for a month to perform a single job: null-editing pages in the Page (પૃષ્ઠ) namespace.

As discussed in phabricator tasks T198470 / T200118 due to some changes in the database structure, null-edits of the pages in the Page namespace that were not edited in last year are required to update the database and avoid possible software-related issues in future. Also, as the metadata changes, the null-edits generate a real visible revision, while no wikicode of the page is modified. I request for the flag to avoid RecentChanges flooding. This bot did the change in eg. French, multilingual, Polish, Korean wikisources (linked contributions show type of edits to be done) and is co-operating with other bots (Wikisource-bot, CandalBot, Bodhisattwa-bot) doing that across Wikisource sites. The bot uses pywikisource framework.

If another bot, a local one is willing to do the job, I will refrain from this request. Ankry (ચર્ચા) ૧૨:૩૭, ૯ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]