ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ

વિકિપીડિયામાંથી

મુસ્લિમ લીગ (અંગ્રેજી: All India Muslim League, ઉર્દૂ: مسلم لیگ) બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક દળ હતું જેના પ્રયાસ થકી ઈ. સ. ૧૯૪૭માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈ. સ. ૧૯૦૬માં ઢાકા શહેરમાં થઈ હતી. મુસ્લિમ લીગની સથાપના ઢાકાના નવાબ સલીમઉલ્લહ દ્વારા કરવામાં આવી હતી. શરુઆતમાં આ લીગ ભારતમાં મુસલમાનોના હિતોની રક્ષા પર કેન્દ્રિત રહી અને સર સૈય્યદ અહમદ ખાનની સલાહ પ્રમાણે બ્રિટિશ સરકારનું સમર્થન કરવા પર જોર આપતી રહી. ઈ. સ. ૧૯૧૧માં જ્યારે બંગાળના વિભાજનની માંગને ખારિજ કરવામાં આવી ત્યારે મુસ્લિમ લીગ દ્વારા આને ભારતમાંના મુસલમાનો પ્રતિ વિશ્વાસઘાત માનવામાં આવ્યો અને ભારતની સ્વતંત્રતાની માઁગ ઉઠાવવાની શરુઆત કરી. ઈ. સ. ૧૯૩૦માં પ્રખ્યાત શાયર મુહમ્મદ ઇકબાલના નેતૃત્વમાં મુસ્લિમ લીગ તરફથી પહેલી વાર મુસલમાનો માટે અલગ રાજ્યની માંગ ઉઠાવવામાં આવી હતી. મહમદ અલી ઝીણાના નેતૃત્વ સાથે જ આ માંગને વધુ બળ મળ્યું અને અંતતઃ ભારતનું વિભાજન કરાવવામાં લીગ સફળ થઈ.

સ્વતંત્રતા મળ્યા બાદ ભારત દેશના કેરળ રાજ્યમાં આ લીગ હાલના સમયમાં પણ સક્રિય છે. પાકિસ્તાનમાં મુસ્લિમ લીગના વિભાજન પછી બનેલા બંને દળ કેટલાંય વર્ષ સત્તારૂઢ રહી ચુક્યાં છે.