જાનકી અમ્મલ

વિકિપીડિયામાંથી
જાનકી અમ્મલ
જન્મની વિગત૪ નવેમ્બર ૧૮૯૭
મૃત્યુ૭ ફેબ્રુઆરી ૧૯૮૪
રાષ્ટ્રીયતાભારતીય

જાનકી અમ્મલ એદાવલાથ કક્ક્ટ (૪ નવેમ્બર ૧૮૯૭ - ૭ ફેબ્રુઆરી ૧૯૮૪) એ ભારતનાં પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી હતાં કે જેમણે સાઇટોજીનેટિક્સ અને ફાઇટોજીઓગ્રાફીમાં વૈજ્ઞાનિક સંશોધન હાથ ધર્યું હતું.[૧] તેમનાં સૌથી નોંધપાત્ર કામમાં શેરડી અને રીંગણા શામેલ છે. તેમણે કેરળના વરસાદી જંગલોમાંથી ઔષધીય અને આર્થિક મૂલ્યના વિવિધ મૂલ્યવાન છોડ એકત્રિત કર્યા છે.[૨]

જીવન[ફેરફાર કરો]

જાનકી અમ્મલનો જન્મ ૧૮૯૭માં એક થિય્યા નાતના મલયાલી પરિવારમાં થયો હતો. તેમની જ્ઞાતિ સામાજિક ક્રમ પ્રમાણે નીચલાં સ્તરે હતી.[૩] તેમના પિતા એદાવલાથ એક વ્યસ્ત ન્યાયાધીશ હોવા છતાં પણ બગીચામાં સમય વીતાવતાં હતાં. તેથી જ જાનકીએ પણ નાનપણમાં જ વનસ્પતિશાસ્ત્રી બનવાનું વિચારી લીધું હતું.[૪] જાનકીએ મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજમાંથી વનસ્પતિશાસ્ત્રનું સ્નાતક કર્યું હતું અને ત્યારબાદ તેઓએ મિશીગન યુનિવર્સિટીમાંથી સંશોધન (Ph.D.) કર્યું હતું.[૪]

યોગદાન[ફેરફાર કરો]

ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીય નેતાઓ ભારતને સક્ષમ અને આત્મનિર્ભર દેશ બનાવવા ઈચ્છતાં હતાં, તેથી તેઓ પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધે તેવું ઈચ્છતાં હતાં. પંડિત મદન મોહન માલવિયાએ તેથી જ જાનકી અમ્મલનો સંપર્ક કર્યો અને તેઓ શેરડીને મીઠી બનાવવાની કામગીરીમાં જોડાયા. તેમની સાથે જ્ઞાતીય અને લૈંગિક ભેદભાવો થતા હોવા છતાં પણ તેઓએ કોઈમ્બતૂરમાં સંશોધન સંસ્થા માટે કાર્ય કર્યું અને ત્યારબાદ તેમણે મીઠી અને ભારત માટે અનૂકુળ શેરડીનું નિર્માણ કર્યું, ત્યાં સુધી આ પ્રકારની શેરડી ઈન્ડોનેશિયાથી આયાત કરવામાં આવતી હતી. [૩] તેઓ એ ભારતનાં ખેડૂતોને પાક ઉગાડવાનો સમય અને યોગ્ય જાળવણીની શિક્ષા આપી. [૪] તેઓએ ત્યારબાદ ઔષધીય મૂલ્ય ધરાવતાં અને આર્થિક મૂલ્ય ધરાવતાં કેટલાય છોડને એકત્ર કર્યા અને તે સિવાય પણ તેઓએ કેટલાય છોડમાં રંગસૂત્રને સંબંધિત ફેરફાર કર્યા.[૨]

ભારતની સ્વતંત્રતા પછી પંડિત જવાહરલાલ નેહરુએ તેમને આમંત્રિત કર્યાં કે જેથી તેઓ બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાને ફરીથી ઉભું કરી શકે અને સાથે જ ભારતની વનસ્પતિઓની મોજણી થઈ શકે.[૩]

તેમનાં વનસ્પતિશાસ્ત્ર અને સાઇટોજીનેટિક્સનાં યોગદાનને કારણે ૧૯૭૭માં પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે તેમનાં નામ પરથી "જાનકી અમ્મલ નૅશનલ અવૉર્ડ ઓફ્ ટેક્ષોનોમી" પણ શરુ કરેલ છે, જે વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ અને પ્રાણીનાં વર્ગીકરણ માં દરેક માટે એક એમ બે ભાગમાં આપવામાં આવે છે. ૨૦૧૮માં સંશોધકો ગિરિજા અને વિકસિત કરેલા ગુલાબનું નામ તેમના નામ પરથી પાડવામાં આવેલ છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. C.V, Subramanyan. "Janaki Ammal" (PDF). Indian Association of Scientists. મેળવેલ 20 October 2012.
  2. ૨.૦ ૨.૧ Basu, Soma (2018-03-09). "The sidelined goddess of Botany". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-02-25.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ M.K, Nidheesh (2019-08-05). "Janaki Ammal, the pioneering female botanist who 'sweetened a nation'". Livemint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-25.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Ponvannan, Gayathri (2019-01-15). Unstoppable: 75 Stories of Trailblazing Indian Women (અંગ્રેજીમાં). Hachette India. ISBN 978-93-88322-01-0.
  5. Kannan, Ramya (2019-06-08). "A glorious yellow bloom in honour of botanist E.K. Janaki Ammal". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-02-25.