તકાકિ કાજિતા

વિકિપીડિયામાંથી
તકાકિ કાજિતા
梶田 隆章
તકાકિ કાજિતા, સ્ટૉકહોલ્મ ખાતે, ડિસેમ્બર ૨૦૧૫
જન્મની વિગત (1959-03-09) 9 March 1959 (ઉંમર 65)
સાઈતામા, જાપાન
રાષ્ટ્રીયતાજાપાની
શિક્ષણ સંસ્થાસાઈતામા યુનિવર્સિટી (B.S.)
યુનિવર્સિટી ઑફ ટોક્યો (M.S., Ph.D.)
જીવનસાથીમિચિકો
પુરસ્કારોભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક (૨૦૧૫)
વૈજ્ઞાનિક કારકિર્દી
કાર્ય સંસ્થાઓઈન્સ્ટિટ્યૂટ ફૉર કૉસ્મિક રૅ રિસર્ચ, યુનિવર્સિટી ઑફ ટોક્યો
ડોક્ટરલ સલાહકારમાસાતોશી કૉશીબા

તકાકિ કાજિતા (અંગ્રેજી: Takaaki Kajita; જ. ૯ માર્ચ ૧૯૫૯) જાપાની ભૌતિકવિજ્ઞાની છે. ન્યુટ્રિનો નામનાં મૂળભૂત કણોના એક નવા જ પ્રકારનાં ગુણધર્મની શોધ માટે તેમને ૨૦૧૫નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયેલ છે. આ પરિતોષિક તેમને કૅનેડાના ભૌતિક વિજ્ઞાની આર્થર બી. મેકડોનાલ્ડ સાથે સંયુક્ત રીતે મળ્યું હતું. આ બંને વૈજ્ઞાનિકોએ 'ન્યુટ્રિનો દોલનો' નામની ઘટનાની શોધ કરી અને બતાવ્યું કે ન્યુટ્રિનો નામના મૂળભૂત કણો, કે જે લાંબા સમયથી વજનવિહીન ગણવામાં આવતા હતા તેને વજન હોવું જોઈએ.[૧]

શરુઆતનુ જીવન[ફેરફાર કરો]

તકાકિ કાજિતાનો જન્મ ૯ માર્ચ ૧૯૫૯ ના રોજ સાઈતામા, જાપાનમાં જન્મ્યા હતાં.[૨] તેઓ હાઈસ્કૂલમાં હતાં ત્યારે ભૌતિકવિજ્ઞાન, વિશ્વ-ઈતિહાસ, જાપાનનો ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયોમાં રસ ધરાવતા હતાં. તેમણે સાઈતામા યુનિવર્સિટી ખાતે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કરી ૧૯૮૧માં સ્નાતકની ઉપાધી મેળવી. ત્યાર બાદ ૧૯૮૬માં તેમણે યુનિવર્સિટી ઑફ ટૉક્યોમાંથી માસાતોશી કૉશીબાના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી પી.એચ.ડી ની ઉપાધી મેળવી.[૩]

સંશોધન[ફેરફાર કરો]

અશૂન્ય દ્રવ્યમાન ધરાવતાં, વિદ્યુતભાર વિહીન ન્યુટ્રિનો નામનાં મૂળભૂત કણની શોધ ૧૯૩૦માં થઈ હતી. વુલ્ફગૅંગ પાઉલીએ આ કણોની પરિકલ્પના કરી હતી જ્યારે ઍનરિકો ફર્મીએ ૧૯૩૩ તેના વિશેનો મૂળભૂત સિદ્ધાંત આપ્યો હતો. ૧૯૯૮માં તકાકિ કાજિતાએ પૂરવાર કર્યું કે ન્યુટ્રિનો વાતાવરણમાં ગતિ કરતી વખતે પોતાની ઓળખ બદલે છે. ત્યારબાદ ૨૦૦૧માં આર્થર બી. મેકડોનાલ્ડે પણ સાબિત કર્યું કે સૂર્યમાંથી આવતાં ન્યુટ્રિનો અવકાશમાં ગતિ કરતા કરતા અદૃશ્ય નથી થઈ જતા, પણ માત્ર વેશપલટો કરે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ છાયા, ડૉ. વિહારી (ડિસેમ્બર ૨૦૧૫). "ન્યુટ્રિનોની બદલાતી અવસ્થા". વિશ્વવિહાર. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬-૮. ISSN 2321-6999.
  2. "Takaaki Kajita - Facts". Nobel Foundation. ૬ ઓક્ટોબર ૨૦૧૫. મેળવેલ ૬ ઓક્ટોબર ૨૦૧૫.
  3. "Japan's Takaaki Kajita shares Nobel in physics". Japan Times. ૬ ઓક્ટોબર ૨૦૧૫. મૂળ માંથી 2015-10-12 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૫.