માપુટો

વિકિપીડિયામાંથી

માપુટો (પોર્ટુગીઝ[૧]: Maputo, સ્થાનિક ઉચ્ચાર: માપુતુ) મોઝામ્બિક દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે પહેલાં 'લોરેન્સો માર્કસ' (Lourenço Marques) નામે જાણીતું હતું. તેને તેના રસ્તાઓ પર આવેલાં બાવળના વૃક્ષોને કારણે 'બાવળનું શહેર' અને 'હિંદ મહાસાગરનું મોતી' કહેવાય છે. આ શહેર તેની નગપાલિકા ઇમારત પર જડેલી "આ પોર્ટુગલ છે" લખેલી તક્તિ માટે પ્રસિદ્ધ હતું. હવે આ હિંદ મહાસાગરનું એક પ્રમુખ બંદર છે અને શહેરનું અર્થતંત્ર તેના બંદર પર કેંદ્રિત છે. ૨૦૧૭ની ગણતરી મુજબ તેની વસ્તી ૧૦,૮૮,૪૪૯ હતી.[૨]

માપુટો

કપાસ, ખાંડ, ક્રોમાઇટ(???), સિસલ{???), નાળિયેર અને હાર્ડવુડ અહિંથી નિકાસ થતી મુખ્ય પેદાશો છે. આ શહેરમાં સિમેંટ, માટીકામ, ફર્નિચર અને રબરનું પણ ઉત્પાદન થાય છે. આ શહેર માપુટો પ્રાંતની અંદર આવેલું છે પરંતુ તે તેના પોતાના પ્રાંત તરીકે સંચાલિત છે. માપુટોમાં પોર્ટુગીઝ, સોંગા અને અન્ય બાંટુ ભાષાઓ વધુ સામાન્ય છે, પણ તેમાં અરબી, ગુજરાતી અને ચીની ભાષાઓ બોલતા લોકોની પણ વસ્તી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "પોર્ટુગીઝ ભાષા અને સાહિત્ય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-04-14.
  2. "DIVULGAÇÃO OS DADOS DEFINITIVOS IV RGPH 2017". Instituto Nacional de Estatística. 29 December 2017. મેળવેલ ૧૬ કેબ્રુઆરી ૨૦૨૦. Check date values in: |access-date= (મદદ)