નવલકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: mzn:رمان
નાનું r2.7.3) (રોબોટ ફેરફાર: xmf:რომანი (პროზა)
લીટી ૧૩૭: લીટી ૧૩૭:
[[wa:Roman]]
[[wa:Roman]]
[[war:Nobela]]
[[war:Nobela]]
[[xmf:რომანი (პროზა)]]
[[xmf:ნოველისტი]]
[[yi:ראמאן]]
[[yi:ראמאן]]
[[zh:長篇小說]]
[[zh:長篇小說]]

૧૯:૪૫, ૧૬ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

નવલકથાગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.

પરિચય

એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌથી પ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા”. આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.

યુરોપ ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક સ્પેનીશ ભાષામાં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.

અંગ્રેજી ભાષાની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં જોન બુન્યાન દ્વારા લખવામાં આવેલી “દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.

ભારતીય ભાષાઓમાં નવલકથાઓ

હિન્દી ભાષામાં પ્રથમ નવલકથા (ઉપન્યાસ)

'દેવરાની જેઠાની કી કહાની' (લેખક - પંડિત ગૌરીદત્ત ; ઇ. સ. ૧૮૭૦). શ્રદ્ધારામ ફિલ્લૌરીની ભાગ્યવતી અને લાલા શ્રીનિવાસ દાસની પરીક્ષા ગુરૂ નવલકતથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છૅ.

મલયાલમ ભાષા

ઇંદુલેખા - રચનાકાળ, 1889, લેખક ચંદુ મેનોન

તમિલ ભાષા

પ્રતાપ મુદલિયાર - રચનાકાળ 1879, લેખક, મયૂરમ વેદનાયગમ પિલ્લૈ

બંગાળી ભાષા

દુર્ગેશનંદિની - રચનાકાળ, 1865, લેખક, બંકિમ ચંદ્ર ચટર્જી

મરાઠી ભાષા

યમુના પર્યટન - રચનાકાળ, 1857, લેખક, બાબા પદ્મજી.

આ નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.

આ રીતે આપણે જોઇ શકીએ છે કે ભારત દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ