વલસાડ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Revert to revision 227644 dated 2012-10-16 20:54:27 by Gubot using popups
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:वलसाड जिल्ला
લીટી ૧૭૩: લીટી ૧૭૩:
[[it:Distretto di Valsad]]
[[it:Distretto di Valsad]]
[[mr:वलसाड जिल्हा]]
[[mr:वलसाड जिल्हा]]
[[new:वलसाड जिल्ला]]
[[nl:Valsad (district)]]
[[nl:Valsad (district)]]
[[no:Valsad (distrikt)]]
[[no:Valsad (distrikt)]]

૨૦:૩૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

વલસાડ
—  જિલ્લો  —
વલસાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°36′36″N 72°55′33″E / 20.61005°N 72.925873°E / 20.61005; 72.925873
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ્ય મથક વલસાડ
વસ્તી

• ગીચતા
• શહેરી

૧૪,૧૦,૫૫૩ (૨૦૦૧)

• 480/km2 (1,243/sq mi)
• ૬૮,૬૭૯

લિંગ પ્રમાણ ૧.૦૮ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૬૮.૭૫% 

• 77.90%
• 59.60%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• દરિયાકિનારો

[convert: invalid number]

[convert: invalid number]

આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો


     [convert: invalid number]
     31.32 °C (88.38 °F)
     38 °C (100 °F)
     13.52 °C (56.34 °F)

રેલ્વે ૭૫ કિ.મી.
રાજય ધોરીમાર્ગ ૩૭૨ કિ.મી.
પંચાયત માર્ગ ૨૬૦૫.૯૪ કિ.મી પાકા
૨૪૨.૭૯ - કિ.મી. કાચા
પર્વત પારનેરા
કોડ
  • • પીન કોડ • ૩૯૬૦૦૧
    • ફોન કોડ • +૦૨૬૩૨
    વાહન • GJ-૧૫
વેબસાઇટ valsaddp.gujarat.gov.in

વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલવાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની મોટી ), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાના પાંચ તાલુકા છે. જેમાં (૧) વલસાડ (ર) પારડી (૩) ઉમરગામ (૪) કપરાડા, અને (પ) ધરમપુર.

આ પાંચેય તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે. અત્રેના જિલ્લાના (૧) વલસાડ (ર) પારડી અને,(૩) ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪)પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે.

આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ૬૦ કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક, તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે.


જીલ્લાની સામાન્ય રૂ૫રેખા

તાલુકા અને ગામો

વલસાડ જિલ્લાના તાલુકા અને ગામોની સંખ્યા
તાલુકો ગામોની સંખ્યા
વલસાડ ૯૬
પારડી ૭૭
ધરમપુર ૧૦૭
કપરાડા ૧૩૦
ઉમરગામ ૪૦
કુલ ગામો ૪૬૦

શહેરો

  • વલસાડ
  • વાપી

વસ્તી

  • કુલ=૧૪૧૦૫૫૩
  • પુરૂષ=૭૩૪૭૯૯
  • સ્ત્રી=૬૭૫૭૫૪

સાક્ષરતા

  • કુલ -
  • પુરૂષ =૭૭.૯૦%
  • સ્ત્રી =૫૯.૬૦%

ભૌગોલીક સ્થાન

  • ૨૦.૮થી ૨૧.૯ ઉ.અક્ષાંશ
  • ૬૨.૩૯ થી ૭૩.૩૦.૫ રેખાંશ

રેલ્વે

કિ.મી. ૭૫

નદીઓ

  • ઔરંગા
  • પાર
  • દમણગંગા
  • કોલક

રસ્તા‍

  • રાજય ધોરીમાર્ગ - ૩૭૨ કિ.મી.
  • પંચાયત માર્ગ - ૨૬૦૫.૯૪ કિ.મી પાકા , ૨૪૨.૭૯ - કિ.મી. કાચા

પર્વતો

પારનેરા

વરસાદ

૩૧૩૧ મી.મી.

હવામાન

વધુમાં વધુ ૩૫ સે. થી ૪૧ સે. ઓછામાં ઓછુ ૧૨ સે. થી ૧૫ સે.

ઇતિહાસ

ઐતિહાસિક પૃષ્ટભૂમિમાં ડોકીયું કરીએ તો ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓના પ્રવેશને ભૂલી શકયા નહીં. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. જયાં લોકોનો પ્રવાહ સતત વહેતો રહે છે.

પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો "ખેડ સતાગ્રહ" અથવા ધાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વનો સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલ છે.

વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.

આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.

પૂર્વમાં સહ્યાદ્રિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.

વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં " સાંઇબાબા " મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત રાજના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તેમ જ કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહ્યાદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.

ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.


આબોહવા

  • શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી
  • ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી
  • ચોમાસુ - જુન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી


  • વરસાદ સરેરાશ ૧૫૦૦ થી ૨૨૦૦ મી.મી. પડે છ

એકંદરે હવામાન વધુ ઠંડુ નહીં, વધુ ગરમ નહીં તેવું સમઘાત ગણી શકાય તેવું છે. વલસાડ જીલ્લાનો એરીયા ૨૯૪૭.૫૯ સ્‍કવેર કિ.મી. નો છે. જેમાં પાંચ તાલુકા આવેલા છે. વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ


જોવાલાયક સ્‍થળો

  • પારનેરા ડુંગર
  • ધરાસણા
  • પારડી પલસાણા
  • જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમુપર
  • વિલ્સનહીલ - ધરમપુર

સંદર્ભો

બાહ્ય કડીઓ