મનમોહન સિંહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: war:Manmohan Singh
નાનું Bot: Migrating 71 interwiki links, now provided by Wikidata on d:q41914 (translate me)
લીટી ૭૦: લીટી ૭૦:
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:શીખ ધર્મના અનુયાયીઓ]]
[[શ્રેણી:શીખ ધર્મના અનુયાયીઓ]]

[[ar:مانموهان سينغ]]
[[be:Манмахан Сінгх]]
[[bg:Манмохан Сингх]]
[[bn:মনমোহন সিংহ]]
[[br:Manmohan Singh]]
[[bs:Manmohan Singh]]
[[ca:Manmohan Singh]]
[[cs:Manmóhan Singh]]
[[cy:Manmohan Singh]]
[[da:Manmohan Singh]]
[[de:Manmohan Singh]]
[[dv:މަންމޯހަން ސިންގ]]
[[el:Μανμοχάν Σινγκ]]
[[en:Manmohan Singh]]
[[eo:Manmohan Singh]]
[[es:Manmohan Singh]]
[[et:Manmohan Singh]]
[[fa:مانموهان سینگ]]
[[fi:Manmohan Singh]]
[[fr:Manmohan Singh]]
[[gl:Manmohan Singh]]
[[he:מאנמוהאן סינג]]
[[hi:मनमोहन सिंह]]
[[hif:Manmohan Singh]]
[[hr:Manmohan Singh]]
[[hu:Manmohan Szingh]]
[[ia:Manmohan Singh]]
[[id:Manmohan Singh]]
[[io:Manmohan Singh]]
[[it:Manmohan Singh]]
[[ja:マンモハン・シン]]
[[ka:მანმოჰან სინგჰი]]
[[kn:ಮನಮೋಹನ್ ಸಿಂಗ್]]
[[ko:만모한 싱]]
[[la:Manmohan Singh]]
[[lad:Manmohan Singh]]
[[lv:Manmohans Singhs]]
[[ml:മൻമോഹൻ സിംഗ്‌]]
[[mn:Манмохан Сингх]]
[[mr:मनमोहनसिंग]]
[[ms:Manmohan Singh]]
[[my:မာမိုဟမ် ဆင်း]]
[[ne:मनमोहन सिंह]]
[[nl:Manmohan Singh]]
[[nn:Manmohan Singh]]
[[no:Manmohan Singh]]
[[oc:Manmohan Singh]]
[[or:ମନମୋହନ ସିଂହ]]
[[pa:ਮਨਮੋਹਨ ਸਿੰਘ]]
[[pl:Manmohan Singh]]
[[pnb:منموہن سنگھ]]
[[pt:Manmohan Singh]]
[[ro:Manmohan Singh]]
[[ru:Сингх, Манмохан]]
[[sa:मनमोहनसिंहः]]
[[sco:Manmohan Singh]]
[[sh:Manmohan Singh]]
[[simple:Manmohan Singh]]
[[sr:Манмохан Синг]]
[[sv:Manmohan Singh]]
[[ta:மன்மோகன் சிங்]]
[[te:మన్మోహన్ సింగ్]]
[[th:มานโมฮัน ซิงห์]]
[[tl:Manmohan Singh]]
[[tr:Manmohan Singh]]
[[uk:Манмоган Сінґх]]
[[ur:منموہن سنگھ]]
[[vi:Manmohan Singh]]
[[war:Manmohan Singh]]
[[yo:Manmohan Singh]]
[[zh:曼莫汉·辛格]]

૧૬:૩૮, ૧૧ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ડૉ. મનમોહન સિંહ
જન્મ તિથિ: ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨
જન્મસ્થાન પંજાબ, પાકિસ્તાન
રાજનૈતિક દળ: ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ
ધર્મ: શીખ
ભારતના વર્તમાન વડાપ્રધાન
કાર્યકાળ: ૨૨ મે ૨૦૦૪ થી આજ સુધી
વેબસાઈટ: વડાપ્રધાન કાર્યાલય

ડૉ. મનમોહન સિંહ (પંજાબી: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) ભારતના વર્તમાન વડાપ્રધાન છે. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને જૂન ૨૧, ૧૯૯૧થી મે ૧૬, ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. ૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.

જીવન ઝરમર

મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.

મહત્વપૂર્ણ પડાવો

  • ૧૯૫૭-૧૯૬૪ : ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક
  • ૧૯૬૯-૧૯૭૧ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર
  • ૧૯૭૬ : દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર
  • ૧૯૮૨-૧૯૮૫ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર
  • ૧૯૮૫-૧૯૮૭ : યોજના આયોગના ઉપાધ્યક્ષ
  • ૧૯૮૭ : પદ્મવિભૂષણ
  • ૧૯૯૦-૧૯૯૧ : ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર
  • ૧૯૯૧ : નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રી
  • ૧૯૯૧ : આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય
  • ૧૯૯૫ : બીજી વખત રાજ્યસભાના સભ્ય
  • ૧૯૯૬ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં માનદ પ્રોફેસર
  • ૧૯૯૯ : દક્ષિણ દિલ્હીમાંથી લોક સભાની ચુંટણી લડ્યા, પણ હારી ગયા
  • ૨૦૦૧ : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષના નેતા
  • ૨૦૦૪ : ભારતના વડાપ્રધાન

તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.

પુરસ્કાર અને સન્માન

ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે . આમાં પ્રમુખ છે: -

ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી રાજ્ય સભાના સાંસદ રહ્યાં છે . અને ૧૯૯૮ તથા ૨૦૦૪ માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ