પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧૧: લીટી ૧૧:
}}
}}
[[સૌરાષ્ટ્ર]] ૪૨ દેશી રાજ્યોમાં [[ભાવનગર]] રાજ્ય અને તેના પ્રભાવશાળી રાજવિઓનું સ્થાન મોખરે છે. ૧૭૨૩ થી ૧૯૪૭ સૂધી તેનો ઉદય થયો. તે વિકાસ પાછળ વિચકક્ષણ અમાત્યોની દુરંદેશી અને કુનેહનો ફાળો જબર્જસ્ત છે. ભાવનગરના બંદરમાંથી ૧૯૩૦ માં મળેલી જકાત આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૧ લાખ હતી જેની આંકણી આજના સેંકડો કરોડો રુપિયામાં થાય.
[[સૌરાષ્ટ્ર]]ના ૪૨ દેશી રાજ્યોમાં [[ભાવનગર]] રાજ્ય અને તેના પ્રભાવશાળી રાજવિઓનું સ્થાન મોખરે છે. ૧૭૨૩ થી ૧૯૪૭ સૂધી તેનો ઉદય થયો. તે વિકાસ પાછળ વિચકક્ષણ અમાત્યોની દુરંદેશી અને કુનેહનો ફાળો જબર્જસ્ત છે. ભાવનગરના બંદરમાંથી ૧૯૩૦ માં મળેલી જકાત આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૧ લાખ હતી જેની આંકણી આજના સેંકડો કરોડો રુપિયામાં થાય.





૧૩:૩૯, ૧૧ નવેમ્બર ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન

સર પ્રભાશંકર પટ્ટણી
પ્રભાશંકર પટ્ટણી
પ્રભાશંકર પટ્ટણી
સર પ્રભાશંકર પટ્ટણી
જન્મ = {{{જન્મ તારીખ}}}
જન્મ સ્થળ = {{{જન્મ સ્થળ}}}
મૃત્યુ = {{{મૃત્યુ તારીખ}}}
મૃત્યુ સ્થળ = {{{મૃત્યુ સ્થળ}}}
પિતાશ્રી = દલતપતરામ
માતાશ્રી = મોતીબાઈ
વ્યવસાય = {{{વ્યવસાય}}}


સૌરાષ્ટ્રના ૪૨ દેશી રાજ્યોમાં ભાવનગર રાજ્ય અને તેના પ્રભાવશાળી રાજવિઓનું સ્થાન મોખરે છે. ૧૭૨૩ થી ૧૯૪૭ સૂધી તેનો ઉદય થયો. તે વિકાસ પાછળ વિચકક્ષણ અમાત્યોની દુરંદેશી અને કુનેહનો ફાળો જબર્જસ્ત છે. ભાવનગરના બંદરમાંથી ૧૯૩૦ માં મળેલી જકાત આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૧ લાખ હતી જેની આંકણી આજના સેંકડો કરોડો રુપિયામાં થાય.


ભાવનગરના સદભાગ્યે તેના ૨૨૪ વર્ષ ના અસ્તિત્વમાં અનેક કુશળ નાગર દિવાનોએ કારભાર સંભાળ્યો હતો. તેના ઉત્તરાર્ધમાં સર પટ્ટણી અગ્રસર રહ્યા છે. તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ અને માનવ પરખ ગજબ હતા. ઉપરાંત નાના મોટા પ્રજાજનો પ્રત્યેની તેમની પરોપકાર વૃત્તિ અને ઈશ્વરશ્રધ્ધા તેમની માનવતા દર્શાવે છે. અંગ્રેજ હાકેમો સાથે મુત્સદ્દીગિરીથી રાજકિય સબંધ્ધો સલુકાઈથી જાળવી રાખવામાં તેઓ નિપુણ હતા. છતાં અંતરમાં તે પુર્ણ રાષ્ટ્રવાદી હતા અને ગાંધીજી સાથે વિદ્યાર્થી કાળની મૈત્રી નિભાવી રાખી હતી. બ્રિટીશરાજની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને 12 વર્ષો સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો પણ નગરવાસીઓતો તેમને ઉત્તરહિંદમાંથી આવેલા સ્વામિરાવ તરીકેજ ઓળખતા અને તેમની યુવાપ્રવ્રુત્તિઓ માટે માન આપતા.


તે લોકશાહીના હિમાયતી હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતિ રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટિ વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.


કથાકારો અને પુરાણિ પ્રશ્નોરા નાગર બ્રામ્હણ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા. સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા.મધ્યમ કુટુંબમાંથી તે આવ્યા હતા તો પણ તેમને મળતી શિષ્યવૃત્તિમાંથી અન્ય ગરિબ છાત્રમિત્રોને પૈસાની મદદ કરતાં તે અચકાતા નહી તેવો તેમનો ઉદાર સ્વભાવ હતો. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજિના પૈસાદાર પરિવારની પુત્રિ કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી. પોતે માની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી. પત્નિ કુંકિનું અકાળે મ્રુત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.


મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા.ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, કવિ કાંત, બ.ક.ઠાકોર (ભવિષ્યના સાક્ષરો) જેવા રસિક મિત્રો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંજી વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરિકે નિમવામાં આવ્યાં. ૧૮૮૪થી ૧૮૮૯નો આ સહવાસ જિંદગીભરની મૈત્રીમાં પરિણમ્યો. આગળ ઉપર ભાવસિંજીનો રાજવિ તરીકે અભિષેક થતાં, તેમણે જુના મિત્ર ૩૫ વર્ષિય પ્રભાશંકરને અંગત મંત્રી તરિકે સ્થાપ્યાં. અંગત મંત્રી તરિકે તેમણે કાબેલ વ્યક્તિઓને શોધી શોધીને રાજ્યના વહિવટ તંત્રમાં નિમી. પરિણામે બધો કારભાર સુક્ષમ બન્યો. આગળ જતાં તે સમયના કુશળ દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજિનામુ આપ્યું. તેમના સ્થાને એક બે વ્યક્તિઓએ દિવાનગિરી અજમાવિ પણ ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણિ કરી. ત્યારથી ૧૯૩૮ સુધીની તેમણે ભાવનગર રાજ્યને એક આદર્શ રાજ્યની કક્ષા પર લાવી દિધું.


વચ્ચે ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એગ્ઝિક્યુટીવ કાંઉંસીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સરનો ઇલ્કાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું વિગેરે.


૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. બ્રિટીશ રાજતો શ્રી.પટ્ટણીને કોઈ પ્રાંતના ગવર્નર બનાવા માગતું હતું પણ તેમણેતો બાળા રાજાની તહેનાતમાં તેમના સાથી-સલાહકાર તરીકે ભાવનગર પાછા ફરવાનુંજ નક્કી કર્યુ અને કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ જતાં ટ્રેનમાંજ દેશપ્રેમી પ્રભાશંકર પટ્ટ્ણીનું અવસાન થયું અને દેશને એક મહામાનવની ખોટ પડી. ભાવનગર વાસીઓએ એક પ્રજાવત્સલ “બાપુજી”ને (તેમનું હુલામણુ નામ) ગુમાવ્યાં. યુવાન નવોદિત મહારાજાએ સર.પટ્ટણીના મોટા પુત્ર અનંતરાયને દિવાનગિરી સોંપી. તેમના સાથીદાર તરીકે ભાવનગરના લોકપ્રિય ચીફ જસ્ટિસ નટવરલાલ સુરતીને નાયબ દિવાન સ્થાને મુંક્યા. ૧૯૪૭માં સ્વરાજ આવતાં મહારાજાએ ભાવનગર રાજ્ય નવોદિત ભારત ગણરાજ્યને સોંપ્યુ.


સંકલન

  • ડો. કનક રાવળ – અસલ માહિતી માટે શ્રી.પિયુષ પારાષર્યના અને પટ્ટણી પરિવારના રુણ સ્વિકાર સાથે