ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Modifying: pl:Ćajtanja Mahaprabhu
નાનું robot Adding: hu:Csaitanja
લીટી ૧૬: લીટી ૧૬:
[[he:צ'איטניה]]
[[he:צ'איטניה]]
[[hi:चैतन्य महाप्रभु]]
[[hi:चैतन्य महाप्रभु]]
[[hu:Csaitanja]]
[[it:Caitanya Mahaprabhu]]
[[it:Caitanya Mahaprabhu]]
[[nl:Chaitanya]]
[[nl:Chaitanya]]

૦૫:૦૧, ૧૬ માર્ચ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Chaitanya mahaprabhu.jpg
શ્રી ચૈતન્ય મહાપ્રભુ

શ્રી ચૈતન્ય મહાપ્રભુ (બંગાળી চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૩)નો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ ફાગણ સુદ પૂનમનાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે.

તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું. બંગાળાનાં કૃષ્ણભકતો મહાપ્રભુને રાધા અને કૃષ્ણનાં મિશ્ર અવતાર માને છે. કહેવાય છે, જીવનનાં છેલ્લાં છ વર્ષો મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં (સંદર્ભ????). રાધાજી જેમ શ્રીકૃષ્ણનાં વિરહમાં રાત-દિવસ રડતાં હતાં, તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા, કયારેક નાચવા લાગતાં, કયારેક દોડવા લાગતાં, કયારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા. શ્રી મહાપ્રભુને કૃષ્ણ વિરહમાં રડતા જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભકિતમાં લીન થઈ જતાં. કેટલાય દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુના સંગમાં આવીને કૃષ્ણભકત બની ગયા. શ્રી મહાપ્રભુ ન્યાય, વેદાંતના પ્રખર પંડિત હતા. શ્રી મહાપ્રભુ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી મહાપ્રભુજીએ ‘શ્રી વિષ્ણુપ્રિયાજી’ સાથે લગ્ન કર્યાં.

ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભકિતમાં તથા પરમ વૈરાગ્યનાં માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. શ્રી મહાપ્રભુજી પોતાના ભકતોને કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર શ્રીકૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને મહામંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરિકે લોકો વધુ સારી રીતે જાણે છે. આપણા પૂ. ડોંગરેજી મહારાજ તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં. નગર સંકીર્તનની શરૂઆત કરનાર શ્રી મહાપ્રભુ છે. કેટલીક વાર જગન્નાથપુરીની ગલીઓમાં શ્રી કૃષ્ણ નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક (શિક્ષાષ્ટકમ્) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવ પ્રગટ કરે છે.