રાવલ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૬: લીટી ૬:


[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]
[[શ્રેણી:સૌરાષ્ટ્રની નદીઓ]]

૧૧:૫૩, ૩ એપ્રિલ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

રાવલ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. ગુજરાતનું ગૌરવ એવા ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.

આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે.

ઉના તાલુકામાં આવેલા મહોબતપરા ગામ પાસે આ નદી ઉપર એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. તેમ જ ઉના તાલુકામાં જ આવેલા ચીખલકુબા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે. રાવલ નદી પરના બંધમાંથી પાઇપલાઇન દ્વારા દીવને પીવાનું પાણી પણ પુરું પાડવામાં આવે છે. આ નદીના બંધમાં જમરી નદીનું પાણી પણ ઠલવાય છે.