તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું added Category:નદીઓ using HotCat
નાનું removed Category:નદીઓ using HotCat
લીટી ૨૬: લીટી ૨૬:


[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]
[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]
[[શ્રેણી:નદીઓ]]

૧૧:૫૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

સુરત નજીક તાપી નદી નું વિહંગમ દૃશ્ય
તાપી નદી, સુરત નજીક.

તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, નર્મદા અને મહી નદીઓ એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.

તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાંખાનદેશમાં થી વહેતી ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો) ના ઉત્તર-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇ ને મળે છે. ગુજરાત નું સુરત પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુઘલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા

નામ

તાપી નદીનું ઉદગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપી છે. જેનો અર્થ થાય છે - તાપીનું મુળ. તાપીનું પ્રાચીન નામ તાપ્તી કે સુર્યપુત્રી છે.

થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.

નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ

તાપી નદીના તટ પ્રદેશ નો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે

તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાસીમ, જલગાવ, ધુળે, નંદુરબાર અને નાસિક માં થઇને પસાર થાય છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર અને ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાનાં ડુમ્મસ ખાતે ખંભાતના અખાતને મળે છે.

યોજનાઓ

તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:

૧. ઉકાઈ (તાપી જિલ્લામાં)

૨. કાકરાપાર (સુરત જિલ્લામાં)