પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું Added photo
લીટી ૧: લીટી ૧:
{{માહિતીચોકઠું વ્યક્તિ |
{{માહિતીચોકઠું વ્યક્તિ |
નામ=પ્રભાશંકર પટ્ટણી |
નામ=પ્રભાશંકર પટ્ટણી |
ફોટો=[[File:Prabhashankar Pattani Portrait - 1.jpg|thumb|સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૨૩ માં, National Portrait Gallary, London તરફથી]] |
ફોટો=SirPattani.jpg |
image_size= 150px |
ફોટોનોંધ=સર પ્રભાશંકર પટ્ટણી |
ફોટોનોંધ=સર પ્રભાશંકર પટ્ટણી |
જન્મ તારીખ= ૧૫ એપ્રિલ ૧૮૬૨ |
જન્મ તારીખ= ૧૫ એપ્રિલ ૧૮૬૨ |

૧૨:૪૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

પ્રભાશંકર પટ્ટણી
[[Image:
સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૨૩ માં, National Portrait Gallary, London તરફથી
|225px]]
સર પ્રભાશંકર પટ્ટણી
જન્મની વિગત૧૫ એપ્રિલ ૧૮૬૨
મોરબી
મૃત્યુની વિગત૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮
વ્યવસાયભાવનગર રાજ્યના દિવાન (૧૯૦૩થી ૧૯૩૮)
ખિતાબસર
જીવનસાથીકુંકી, રમા

ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.[૧]

અભ્યાસ અને અંગત જીવન

ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા. સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા[સંદર્ભ આપો]. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી[સંદર્ભ આપો]. પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી[સંદર્ભ આપો]. પત્નિ કુંકિનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.

સરનું બિરૂદ

આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સરનો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.

ભાવનગર રાજનું દિવાન પદ

મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, કવિ કાન્ત, બ.ક.ઠાકોર જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંહજી પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.

મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે

૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાંજ દેશપ્રેમી પ્રભાશંકર પટ્ટણીનું અવસાન થયું. કૃષ્ણકુમારસિંહજી મહારાજાએ સર પટ્ટણીના મોટા પુત્ર અનંતરાયને દિવાનગીરી સોંપી. તેમના સાથીદાર તરીકે ભાવનગરના લોકપ્રિય ચીફ જસ્ટિસ નટવરલાલ સુરતીને નાયબ દિવાન સ્થાને મુક્યા. ૧૯૪૭માં સ્વરાજ આવતાં મહારાજાએ ભાવનગર રાજ્ય નવોદિત ભારત ગણરાજ્યને સોંપ્યુ[૨].

અવતરણો

"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય." – સર પ્રભાશંકર પટ્ટણી

આ પણ જુઓ

સંદર્ભ

  1. શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.) પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.
  2. શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.)પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.
  • સંકલન: ડો. કનક રાવળ – અસલ માહિતી: શ્રી પિયુષ પારાશર્યના અને પટ્ટણી પરિવાર તરફથી.

વધુ વાચન