મહાત્મા ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૯૨: લીટી ૧૯૨:
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
<!--- [[મહાત્મા ગાંધી]] --->
<!--- [[મહાત્મા ગાંધી]] --->
[[શ્રેણી:૧૮૬૯ જન્મો]]

[[શ્રેણી:૧૯૪૮ મૃત્યુઓ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:ઇતિહાસ]]

૨૨:૦૭, ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

મહાત્મા ગાંધી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
જન્મની વિગત૨ ઓક્ટોબર ૧૮૬૯
ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫
મૃત્યુ૩૦ જાન્યુઆરી,૧૯૪૮
મૃત્યુનું કારણબંદુક વડે હત્યા
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણકાયદાની ઉપાધી
વ્યવસાયવકીલાત,સમાજસેવા
સંતાનોહરીલાલ-મણીલાલ
રામદાસ-દેવદાસ
સન્માનોરાષ્ટ્રપિતા

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.

દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ

સત્યાગ્રહી ગાંધીજી

દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઇક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઇ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારયોની જેમ તેમણે પણ ગોરાઓનાં તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા. (આની કિંમત અંગ્રેજોને ભવિષ્યમાં ખૂબ મોંઘી પડવાની હતી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય (ભારતીય)ની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.

ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યુ તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઇને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઇ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતન પરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેકટીસની શરુઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પીટીશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયાં અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઇને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઇ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીનાં પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલાં ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધાં. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઇ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓનાં એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનૉ પ્રયત્ન કર્યૉ. ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતા ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુધ્ધ છે.

આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઇ સુધારો તો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઇ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસ્બર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઇને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે.

દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hindu [૧]નો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય એકબીજાને પત્ર દ્વારા નિયમિત મળતા રહ્યા. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ

દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ભારત આવ્યા બાદ અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર સરકાર દ્રોહનો ખટલો ચાલ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા.

કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો

૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોના તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકારણી પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસમાં ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહી ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા.

દાંડીમાં ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૩૦

તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. રસ્તામાં જાણે लोग जुड़ते गये कारवाँ बनता गया ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદનું સૌથી મહત્વની સફળતા સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને પોતાના સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજીક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શૂદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયોના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસને પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી એ કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ દરેક ચુકવવાની તક મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું.

બીજું વિશ્વ યુધ્ધ

૧૯૩૯ માં જર્મનો નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુધ્ધ ફાટી નીકળ્યું. ફાશીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુધ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુધ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુધ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુધ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુધ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા.

ભારતના ભાગલા

હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે જો હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો.

ગાંધીજીની હત્યા

ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડ્સેએ ગાંધીજીને ગોળીએ દીધ. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, ખરેખર આપણે હિન્દનો એક હિરલો ગુમાવ્યો.

સંદર્ભ

બાહ્ય કડીઓ