ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સંદર્ભ, સાફ-સફાઇ.
અપડેટ.
લીટી ૧: લીટી ૧:
{{Infobox holiday
{{Infobox holiday
| holiday_name = ધન તેરસ
| holiday_name = ધન તેરસ
| image =
| type = હિંદુ
| caption =
| image = Godofayurveda.jpg
| nickname =
| imagesize =
| caption = ધન્વંતરિ, આરોગ્યના દેવતા
| observedby = [[હિંદુ]]ઓ
| official_name = धनतेरस
| date =
| nickname =
| date2016 = ૨૮ ઓક્ટોબર
| observedby = [[હિંદુ]]ઓ
| date2017 = ૧૭ ઓક્ટોબર<ref>{{cite web|url=http://calendar-panchang.com/2017-marathi-calendar-panchang/1/|title=2017 Marathi Panchang Calendar|access-date=2016-10-22|archive-date=2016-10-26|archive-url=https://web.archive.org/web/20161026181539/http://calendar-panchang.com/2017-marathi-calendar-panchang/1/|url-status=dead}}</ref>
| longtype =
| observances = કિંમતી ધાતુઓની ખરીદી
| significance = ધન અને ધનવંતરીની પૂજા
| celebrations =
| type = હિંદુ
| date = {{Hindu festival date}}
| Website =
| duration = ૧ દિવસ
| frequency = વાર્ષિક
| longtype = ધાર્મિક, [[ભારત]] અને [[નેપાળ]]
<!-- Use next four if the date changes in an unusual pattern each year -->
| significance = ધનવંતરીની પૂજા
| date2021 = ૨ નવેમ્બર
| frequency = વાર્ષિક
| date2022 = ૨૨ ઓક્ટોબર
| date2023 = ૧૦ નવેમ્બર
| celebrations =
| relatedto = [[દિવાળી]]
}}
}}
'''ધન તેરસ'''ને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. [[કારતક]] માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં [[લક્ષ્મી|લક્ષ્મીજી]]નાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ [[કુબેર]]ની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા [[રાવણ|રાવણે]] પણ [[કુબેર]]ની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ''ધન્વંતરિ ત્રયોદશી'' કે ''ધન્વંતરિ જયંતિ'' તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

૧૨:૨૮, ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન

ધન તેરસ
ધન્વંતરિ, આરોગ્યના દેવતા
અધિકૃત નામधनतेरस
ઉજવવામાં આવે છેહિંદુઓ
મહત્વધન અને ધનવંતરીની પૂજા
તારીખ māsa (amānta) / māsa (purnimānta), pakṣa, tithi
આવૃત્તિવાર્ષિક
સંબંધિતદિવાળી

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

પૌરાણીક કથા

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

સંદર્ભ